રાજકોટ 70 વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર રમેશભાઇ પાસે છે આટલી સંપતિ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election) ૧લી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે રાજકોટ ૭૦ (દક્ષિણ) બેઠક ઉપરથી આજે બપોરે વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી હતી. તેઓની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તથા શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ડે.કલેકટરશ્રી ચૌધરી સમક્ષ રમેશભાઇ ટીલાળાએ સોગંદનામુ રજૂ કરેલ. જેમાં ૧૮ કરોડની મિલ્કત જાહેર કરી હતી. તેઓના ડà
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election) ૧લી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે રાજકોટ ૭૦ (દક્ષિણ) બેઠક ઉપરથી આજે બપોરે વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી હતી. તેઓની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તથા શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ડે.કલેકટરશ્રી ચૌધરી સમક્ષ રમેશભાઇ ટીલાળાએ સોગંદનામુ રજૂ કરેલ. જેમાં ૧૮ કરોડની મિલ્કત જાહેર કરી હતી. તેઓના ડમી તરીકે કોર્પોરેટર નીતિન રામાણીએ ફોર્મ ભર્યુ હતું.
રમેશભાઇ ટીલાળાની સંપતિ કેટલી
રમેશભાઇ ટીલાળાએ પોતાના સોગંદનામામાં પોતાનું નામ રમેશભાઇ વીરજીભાઇ ટીલાળા અને ધો. ૭ (પાસ) સુધીનો અભ્યાસ કર્યો હોવાનું જાહેર કરેલ. સાથોસાથ ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષમાં રમેશભાઇએ ૧.૧૪ કરોડનું રીટર્ન તથા તેમના ધર્મપત્ની હંસાબેને ૫૩.૧૨ લાખને રીટર્ન ભર્યુ હોવાનું દર્શાવ્યું છે. રમેશભાઇના હાથ પર રોકડ ૧.૨૮ લાખ તથા હંસાબેન પાસે ૯૦ હજાર હોવાનું જાહેર કર્યું છે.
રમેશભાઇ ઉપર કોઇ ગુન્હો નથી
સોગંદનામામાં રમેશભાઇ ઉપર ૨.૪૧ કરોડનું દેણુ હોવાનું તથા તેમના પત્ની હંસાબેન ઉપર ૬.૨૪ કરોડનું લોન-દેણુ હોવાનું જાહેર કર્યું છે. સ્થાવર મિલ્કત રમેશભાઇની ૪.૭ કરોડ અને તેમના પત્ની હંસાબેનની ૪.૮૦ કરોડની હોવાનું પણ દર્શાવાયું છે. હંસાબેન પાસે ૬.૧૮ લાખની કિંમતની ૧૬૫.૭૪ ગ્રામ હોવાનું પણ જાહેર કર્યું છે. તેના ઉપર કોઇ ગુન્હો નોંધાયો ન હોવાનું પણ સોગંદનામામાં દર્શાવાયું છે. રમેશભાઇ ટીલાળાના ડમી તરીકે વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર નીતિન રામાણીએ ફોર્મ ભર્યું હતું.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement