Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના મેદાન-એ-જંગમાં રાહુલ ગાંધીની એન્ટ્રી કહ્યું, હિંદુસ્તાનના સાચા માલિક આદિવાસીઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ચુક્યા છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર 9 દિવસ બાકી છે ત્યારે ગુજરાતના ચૂંટણી જંગમાં હવે રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું છે. આ સભામાં રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. આ જનસભામાં રાહુલ ગાંધીના સંબોધનનું અનુવાદ ભરતસિંહ સોલંકીએ કર્યું હતું જà«
ગુજરાતના મેદાન એ જંગમાં રાહુલ ગાંધીની એન્ટ્રી કહ્યું  હિંદુસ્તાનના સાચા માલિક આદિવાસીઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ચુક્યા છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર 9 દિવસ બાકી છે ત્યારે ગુજરાતના ચૂંટણી જંગમાં હવે રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું છે. આ સભામાં રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. આ જનસભામાં રાહુલ ગાંધીના સંબોધનનું અનુવાદ ભરતસિંહ સોલંકીએ કર્યું હતું જોકે અડધા ભાષણ બાદ રાહુલ ગાંધીએ પોતાનું સંબોધન હિંદીમાં જ પૂર્ણ કર્યું હતું.
આદિવાસીઓ સાથે મારો જુનો સંબંધ
ગુજરાતમાં આદિવાસી મતદારો કોંગ્રેસના પરંપરાગત મતદારો છે અને કોંગ્રેસ પોતાના આ પરંપરાગત મતદારોને રિઝવવા માટે રાહુલ ગાંધીની સભા સુરતના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી અને મહુવા તથા આસપાસના વિસ્તારોને જોડીને યોજવામાં આવી જેમાં રાહુલ ગાંધીએ પોતાના બાળપણનો એક પ્રસંગ યાદ કરતા જણાવ્યું કે, આદિવાસીઓની સાથે મારો અને મારા પરિવારનો જૂનો સબંધ છે. હું નાનો હતો ત્યારે મારા દાદી ઈન્દીરાએ એક પુસ્તક આપ્યું હતું. જે બુકનું નામ હતું તેંદું એક આદિવાસી બચ્ચા જે ચિત્રવાર્તા હતી. આ પુસ્તક મને સૌથી વધુ પ્રિય હતી. મને આદિવાસી વિષે વધુ ખબર નહોતી. આદિવાસી બાળક વિશેની વાર્તા હતી. હું દાદી સાથે આ પુસ્તક વાંચતો. એક દિવસ મેં પૂછ્યું દાદી, આ પુસ્તક બહુ ગમે છે ત્યારે તેમણે કહ્યું કે, આ પુસ્તક આપણા આદિવાસીઓ વિષે છે. આદિવાસીઓ હિન્દુસ્તાનના પહેલા અને અસલી માલિક છે. હિન્દુસ્તાનને સમજવું હોય તો આદિવાસીઓના જીવન તથા તેમનો સંબંધો જળ, જંગલ અને જમીનને સમજજે.
ભાજપ પર નિશાન સાધ્યું
તેમણે જણાવ્યું કે, આદિવાસી એટલે જે પહેલાથી અહીં વર્ષો પહેલા રહેતા હતા. તમે આ દેશના પહેલા માલિક છો તમારી પાસેથી આ દેશ લઈ લેવાયો છે. ભાજપના લોકો તમને વનવાસી કહે છે, આદિવાસી નથી કહેતા. તમે હિંદુસ્તાનના સાચા માલિક છો તેમ નથી કહેતા પણ તમે જંગલમાં રહો છો તેમ કહે છે. તેઓ નથી ઈચ્છતા કે તમારા બાળકો આગળ વધે, તેઓ તમે જંગલમાં રહો તેમ જ ઈચ્છે છે. તેઓ તમારી પાસેથી જંગલ છિનવવાનું કામ કરે છે અને એક દિવસ જંગલ ઉદ્યોગપતિઓના હાથમાં આપી દેશે. આદિવાસી શબ્દનો અર્થ આ દેશ તમારો હતો અને આ દેશમાં તમને તમારા હક તમને મળવા જોઈએ. વનવાસીનો અર્થ જે તમારું છે તે બે ત્રણ ઉદ્યોગપતિઓને હવાલે કરી દેવાય. તમે વનવાસી નહી આદિવાસી છો આ દેશ તમારો છે હતો અને રહેશે. આ દેશમાં તમારી જમીન બચશે, શિક્ષણ સ્વાસ્થ્ય અનેરોજગાર મળશે.
અમે  ઈચ્છિએ કે તમારા અધિકારની રક્ષા થાય
તેમણે જણાવ્યું કે, જમીન અધિકાર બીલ, ફોરેસ્ટ એક્ટ લાવી તમારી જળ, જમીન અને જંગલ આપને પરત અપાશે. દેશમાં ક્રાંતિકારી કાનુન છે પણ ભાજપે તે લાગુ કર્યાં નથી. અમે તમને મનરેગા આપી, રોજગાર આપ્યો, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી. જ્યારે આ લોકો તમારી જમીન છીનવે છે. તમારી પાસે ઓપ્શન છે. એક તરફ કોંગ્રેસ આદિવાસી તો બીજી તરફ ભાજપ વનવાસી, એક બાજુ તમારા હક, બીજી બાજું દુ:ખ અને તમારા અધુરા સપના. અમે ઈચ્છિએ છીએ કે તમારો ઈતિહાસની રક્ષા થાય. આજકાલ દુનિયામાં લોકો પર્યાવરણની વાતો કરે છે પણ પર્યાવરણ વિશએ આદિવાસીઓને સૌથી વધઆરે ખબર છે અએ જળ જમીન જંગલ વિશે તમે સૌને શિખવી શકો છે. અમારું કામ તમને સાંભળવાનું છે અને તે ભારત જોડો યાત્રામાં અમે કરી રહ્યાં છીએ.
ભારત જોડો યાત્રા લાગણીની યાત્રા
તેમણે જણાવ્યું કે, કાશમીરથી કન્યાકુમારીની યાત્રા પર નીકળ્યા છે. બે હજાર કિલોમીટર ચાલી લીધુ છે. હવે 1500 કિમી ચાલવાનું બાકી છે. જેમાં લાખો લોકો ચાલી રહ્યાં છે. સવારે 6 વાગ્યાથી શરુ કરવામાં આવેલી યાત્રા રાત્રે સાંજે 7 વાગ્યે સુધી યાત્રા શરૂ રહે છે. જેમાં બેરોજગાર, માતાઓ-બહેનો, દલિતો, અલ્પસંખ્યો ખેડુતો જોડાઈ રહ્યાં છે. તમારો ધર્મ શુ છે. તમારી જાતિ શુ છે. કે ભાષા અમે પૂછ્યું નથી. કોઈ પડી જાય અને વાગ્યું હોઈ તો તરત અમે ભેગા થઈને લઈ જઈએ છે. આ લાગણી અને કરુણાની યાત્રા છે. લોકોના પગમાં છાલા પડી ગયા અને 2 લોકોના અવસાન પણ થયાં છતાં આ યાત્રા ચાલુ છે. હું આજે ગુજરાત આવ્યો અને રસ્તો ગુજરાતના ગાંધીજીએ દિશા આપી હતી. ભારત જોડોનું કામ ગુજરાતના ગાંધીજીએ આપ્યું હતું. આ છે ગુજરાતના સંસ્કાર છે. યાત્રામાં ખુશી છે. પરંતુ દુઃખ પણ છે. દુઃખ શા માટે? ભારત જોડાઈ છે હિંસા નથી તો શેનું દુઃખ. યાત્રામાં સૌ સહકારથી ચાલે છે. ખેડૂતો સાથે, આદિવાસી અને યુવાનોને મળીને દુઃખ થાય છે. ખેડૂતોને વીમો, પોષણક્ષમ ભાવ, દેવું માફ નથી થતું. યુવાનો બેરોજગાર છે. ભણેલો યુવાન આજે મજૂરી કરે છે.
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.