સરકારી કર્મચારીઓને લોભાવવા રાહુલ ગાંધીનું ટ્વિટ, જાણો શું કહ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) હવે ગમે ત્યારે જાહેર થઇ શકે છે ત્યારે રાજકીય પક્ષોએ જનતાને લોભામણા વચનો આપવાનું શરુ કરી દીધું છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને સરકારી કર્મીઓને લઇને 3 વાયદાઓ કર્યા છે.ત્રણ મહત્વના વાયદાચૂંટણીમાં (Elections) સત્તા હાંસલ કરવા માટે તમામ રાજકીય પક્ષો અત્યારથી જ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનું શરુ કર્યું છે અને લોકોને લોભામણા વચનો આપવામાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) હવે ગમે ત્યારે જાહેર થઇ શકે છે ત્યારે રાજકીય પક્ષોએ જનતાને લોભામણા વચનો આપવાનું શરુ કરી દીધું છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને સરકારી કર્મીઓને લઇને 3 વાયદાઓ કર્યા છે.
ત્રણ મહત્વના વાયદા
ચૂંટણીમાં (Elections) સત્તા હાંસલ કરવા માટે તમામ રાજકીય પક્ષો અત્યારથી જ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનું શરુ કર્યું છે અને લોકોને લોભામણા વચનો આપવામાં આવી રહ્યા છે. ભારત જોડો યાત્રા પર નિકળેલા કોંગ્રેસના (Congress) પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને સરકારી કર્મીઓને 3 મહત્વના વાયદાઓ આપ્યા છે.
રાહુલ ગાંધીનું ટ્વીટ
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ટ્વિટમાં લખ્યું છે કે, કોંગ્રેસનો પાકો વાયદો છે કે કોન્ટ્રાકટકર્મીઓને નોકરીની ગેરંટી અને જૂની પેંશન યોજના લાગુ કરાશે અને સરકારી કર્મચારીઓને સમયસર પ્રમોશન અપાશે.
રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું કે રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓને આ લાભ આપ્યો છે અને હવે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા જ કર્મચારીઓને તેમનો હક મળશે.
Advertisement
અશોક ગહેલોતના AAP પર પ્રહાર
રાહુલ ગાંધીના વાયદાઓના ટ્વિટને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના નિરીક્ષક અશોક ગેહલોતે (Ashok Gahelot) કહ્યું કે, આપ ને ગુજરાતમાં ઘુસવાનો અધિકાર જ નથી. ગુજરાતીઓને ગાંધીજી પર ગર્વ છે અને કેજરીવાલે પંજાબમાં ગાંધીજીને હટાવી દીધા છે. તેમણે કહ્યું કે ગાંધીજી ને પોસ્ટરમાંથી હટાવવા અપમાન સમાન છે અને કેજરીવાલે આવું દુઃસાહસ કરવાની હિમ્મત કેવી રીતે કરી?
જયનારાયણ વ્યાસ સાથે મુલાકાત પર પ્રતિક્રિયા
જયરાનારાયણ વ્યાસ (Jaynarayan Vyas) સાથેની બેઠક અંગે અશોક ગેહલોતે નિવેદન આપ્યું હતું કે રાજસ્થાન સરકારે નર્મદા પાણીનો ઉપયોગ કર્યો એ અંગે તેમની સાથે વાતચીત થઇ હતી. તેમણે કહ્યું કે જયરાનારાયણ વ્યાસ રાજસ્થાનની પાણી વ્યવસ્થાની પ્રસંશા કરી રહ્યા હતા.