તમામ રાજ્યોમાં કોંગ્રેસની શરમજનક હાર, રાહુલ ગાંધીએ કર્યું ભાવનાત્મક ટ્વિટ
આજે પાંચ
રાજ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો
સવારથી જ આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં કોઈ પક્ષના કાર્યાલયમાં ખુશીનો માહોલ છે
તો કોઈ દુ:ખનો માહોલ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને દરેક જગ્યાએથી નિરાશાનો સામનો
કરવો પડ્યો છે. કોંગ્રેસનું પ્રદર્શન એકદમ નિરાશાજનક રહ્યું છે. જેના પછી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જનતાનો આભાર માન્યો હતો અને
પોતાની પાર્ટીની થયેલી હાર સ્વીકારી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર
લખ્યું કે જનતાના નિર્ણયને નમ્રતાથી સ્વીકાર છે. જનાદેશ જીતનારને અભિનંદન. હું
કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને તેમની મહેનત અને સમર્પણ માટે આભાર માનું છું. અમે
આમાંથી શીખીશું અને ભારતના લોકોના હિત માટે કામ કરવાનું ચાલુ રાખીશું.
ઉલ્લેખનીય છે
કે આ ચૂંટણીમાં રાહુલ ગાંધી યુપીમાં પ્રચાર માટે વધારે દેખાયા ન હતા. તેમની જગ્યાએ
તેમની બહેન પ્રિયંકા ગાંધી યુપીની સંપૂર્ણ બાગડોર સંભાળી રહી હતી. આમ છતાં
પાર્ટીના પ્રદર્શનમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી.