Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોઢેરા સૂર્યમંદિરના અદભૂત લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોનો વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રારંભ

ગુજરાતનાં ચૂંટણી જાહેર થાય અને આચાર સંહિતા લાગે તે પહેલા સરકારી કામોની ભેટ આપવા માટે ફરીવાર પ્રધાનમંત્રીશ્રી(Narendra bhai Modi)નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના  પ્રવાસે છે. ત્યારે  સતત ત્રણ દિવસ સુધી પ્રધાનમંત્રીશ્રી ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાં વિવિધ લોકાર્પણ કરશે અને જંગી સભાઓને પણ સંબોધન કરશે. આ પહેલા પીએમ મોદી આવ્યા ત્યારે ભાવનર, અમદાવાદ અને સુરત જેવા ત્રણ મોટા શહેરોને આ યાત્રામાં કવàª
મોઢેરા સૂર્યમંદિરના અદભૂત લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોનો વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રારંભ

ગુજરાતનાં ચૂંટણી જાહેર થાય અને આચાર સંહિતા લાગે તે પહેલા સરકારી કામોની ભેટ આપવા માટે ફરીવાર પ્રધાનમંત્રીશ્રી(Narendra bhai Modi)નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના  પ્રવાસે છે. ત્યારે  સતત ત્રણ દિવસ સુધી પ્રધાનમંત્રીશ્રી ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાં વિવિધ લોકાર્પણ કરશે અને જંગી સભાઓને પણ સંબોધન કરશે. આ પહેલા પીએમ મોદી આવ્યા ત્યારે ભાવનર, અમદાવાદ અને સુરત જેવા ત્રણ મોટા શહેરોને આ યાત્રામાં કવર કરી લીધા હતા. આ વખતે રાજકોટ, જામનગર, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં જોડાવાના છે.

Advertisement

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સૌરઊર્જાથી સંચાલિત 3-D મેપિંગ શૉ અને હેરિટેજ લાઈટીંગનું કર્યુ લોકાર્પણ

મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લઈને મંદિરમાં સૌરઊર્જાથી સંચાલિત ૩-ડી મેપિંગ શૉ અને હેરિટેજ લાઈટીંગનું લોકાર્પણ કરતાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી.

Advertisement

Advertisement

વડાપ્રધાનશ્રી  નરેન્દ્રભાઈ  મોદીનો  મોઢેરામાં રોડ શો, હજારો લોકો પીએમને જોવા ઉમટ્યા

વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર મોદીનો મોઢેશ્વરી માતાના મંદિરથી મોઢેરા સૂર્ય મંદિર સુધી રોડશો યોજાયો. રોડ શો રૂટ પર ઠેર ઠેર માનવ મહેરામણ પીએમની એક ઝલક મેળવવા ઉમટ્યુ છે.

પીએમ પણ તેમનુ અભિવાદન જીલતા હતા  ત્યારે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેરા સૂર્ય મંદિર પહોંચ્યા છે. અહીં તેમણે સોલાર લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્દઘાટન કર્યુ હતું 



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેશ્વરી માતાના કર્યા દર્શન

મહેસાણામાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરી PM મોદીએ કુળદેવી મોઢેશ્વરી માતાનાં દર્શન કરી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મોઢેરા સૂર્યમંદિરથી મોઢેશ્વરી માતાજી મંદિર સુધી રોડ શો યોજ્યો હતો. 

Tags :
Advertisement

.