Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત(Gujarat)માં જેમ-જેમ ચૂંટણી (Election)નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. ઉપરાંત મતદારોને આકર્ષવા કામગીરી સાથે રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. તેવામાં ફરી એક વખત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી 30 ઓક્ટોબરથી 3 દિવસ સુધી ગુજરાતના મહેમાન બની રહ્યા છે.  આ દરમિયાન તેઓ વડોદરા,
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે  જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ગુજરાત(Gujarat)માં જેમ-જેમ ચૂંટણી (Election)નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. ઉપરાંત મતદારોને આકર્ષવા કામગીરી સાથે રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. તેવામાં ફરી એક વખત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી 30 ઓક્ટોબરથી 3 દિવસ સુધી ગુજરાતના મહેમાન બની રહ્યા છે.  આ દરમિયાન તેઓ વડોદરા, અમદાવાદ, જાંબુઘોડા, ગાંધીનગર સહીતના વિસ્તારની મુલાકાત લેશે. જેને લઇને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી આરંભી દેવામાં આવી છે.
31 ઓક્ટોબરે સવારે SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર 30 ઓક્ટોબરે બપોરે PM મોદી વડોદરા ખાતે પહોંચશે. જ્યાં રોડ શો સહીતના કાર્યક્રમો યોજાશે. વડોદરામાં રોડ શો બાદ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે PM મોદી ખાનગી ઉદ્યોગ ગૃહના કાર્યક્રમમાં સંવાદ કરશે. આ ઉપરાંત વડોદરાના કાર્યક્રમ સંપન્ન થયા બાદ વડાપ્રધાન કેવડિયા ખાતે જશે. જ્યાં 31 ઓક્ટોબરે સવારે SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં હાજરી આપશે. ત્યારબાદ PM મોદી કેવડિયાથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવવા રવાના થશે.
નવેમ્બરના માનગઢમાં શહિદ આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપશે
અમદાવાદ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી થરાદની મુલાકાતે જશે.આ દરમિયાન થરાદમાં કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલ વિકાસ કાર્યોની ભેટ આપશે અને જંગી જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ અમદાવાદ પરત ફરી રાત્રીરોકાણ રાજભવન ખાતે કરી શકે છે.  આ ઉપરાંત 1 નવેમ્બરના માનગઢમાં શહિદ આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપશે અને બપોરે જાંબુઘોડામાં જનસભાનું સંબોધન કરશે.  વધુમાં ગાંધીનગર મહાત્માં મંદિરથી 182 બેઠકો પર ભાજપના સ્નેહમિલન કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધન કરશે. આમ સમગ્ર કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે દિલ્લી જવા રવાના થાય તેવી વિગત સામે આવી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.