Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્મૃતિ ઈરાનીની સભામાં પોલીસ અને આયોજકોનો પરસેવો પડી ગયો

ગાંધીધામે (Gandhidham)ખાતે આજે મંગળવારના દિવસે ચુંટણીના અંતિમ પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના(Smriti Irani)બાઈક રેલીના (Bike rally)આયોજનમાં આયોજક અને બંદોબસ્તમાં રહેલી પોલીસને (Police)પરસેવો વળી ગયો હતો. એક પછી એક બદલાતા આયોજન અને ખાસ કરીને બંદબોસ્ત માટે દોડી રહેલી પોલીસ એક તબકકે આયોજનને ખખડાવી દીધાનું નજરે પડયું હતું. ગાંધીધામના ઝંડા ચોકથી પ્રારંભ  કરાયો ગાંધીધામના ઝંડા ચોકથી
સ્મૃતિ ઈરાનીની સભામાં પોલીસ અને આયોજકોનો પરસેવો પડી ગયો
ગાંધીધામે (Gandhidham)ખાતે આજે મંગળવારના દિવસે ચુંટણીના અંતિમ પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના(Smriti Irani)બાઈક રેલીના (Bike rally)આયોજનમાં આયોજક અને બંદોબસ્તમાં રહેલી પોલીસને (Police)પરસેવો વળી ગયો હતો. એક પછી એક બદલાતા આયોજન અને ખાસ કરીને બંદબોસ્ત માટે દોડી રહેલી પોલીસ એક તબકકે આયોજનને ખખડાવી દીધાનું નજરે પડયું હતું. 
ગાંધીધામના ઝંડા ચોકથી પ્રારંભ  કરાયો 
ગાંધીધામના ઝંડા ચોકથી શરૂ થયેલી બાઈક રેલીમાં પ્રસ્થાન પામતાની સાથે જ આયોજક બાઈક સવાર કાર્યકર્તાઓને આગળ લઈ જવા રીતસર હાંફી ગયા હતા. તો બીજીતરફ બાઈક પર કાર્યકર્તા આગળ નિકળી જતા ડીજે સાઉન્ડની ગાડી પણ આગળ દોડી ગઈ હતી. જેને પગલે ખુલ્લી જીપ પર કેન્દ્રિય પ્રધાન પાછળ રહી ગયા હતા. ભાજપના તમામ ચુંટણી ઈન્ચાર્જ આયોજકો દોડી દોડીને બાઈક રેલીના ઝડપથી પુર્ણ થાય તેવા પ્રયાસો કરતા જોવા મળ્ય હતા. જેમાં આયોજકોનો આયોજનનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો. ખાસ કરીને ખુલ્લી જીપ ઝડપથી વધારે સ્પીડમાં  દોડાવાઈ રહી હતી  ત્યારે ગાંધીધામ પોલીસની મહ્ત્વની શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ અધિકારીઓ રીતસર જાણે પરેડ ગ્રાઉન્ડ પર પીટી કરતા હોય તેમ દોડતા જોવા મળ્યા હતા. અંતે કેન્દ્રીય પ્રધાનને તેમને ગાડીમાં લટકી જવાની પરમીશન આપતા હાંફેલા પોલીસ  જવાનોને થોડી રાહત મળી હતી. 
સ્મૃતિ ઈરાની એકટીવા સાથે  બાઈક સાથે ટાગોર પર પહોંચી
આદિપુર ખાતે  કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની એકટીવા સાથે  બાઈક સાથે ટાગોર પર પહોંચી ત્યારે સીધા રોડ પર રેલીને ગુરૂકુલ વિસ્તારમાં પહોચવાનું હતું જેની જગ્યાએ ચુટણી ઈન્ચાર્જ નેતાઓ ખુલી જીપમાં  પાછલ રહી જતા પ્રધાન આગળ નિકળી ગયા હતા. સિંધુબાગ સામે રોંગસાઈડમાંથી સ્પીડમાં ગાડી દોડાવીને પહોંચેલા પોલીસ અધિકારીઓ બાઈક રેલી અટાકવી હતી. અને રૂટ મુજબ ચાલવા પ્રધાનને રજુઆત કરતા જોવા મળ્યા હતા. 
ચુંટણી ઈન્ચાર્જ નેતાઓએ પણ દોડીને અંતે બાઈક રેલીને જે માર્ગો પરથી નિકળી ચુકયા હતા ત્યાંથી જ ફેરવીને ફરી મુખ્ય રૂટ પર લઈ જવાની ફરજ પડી હતી. જોકે ચુંટણી ઈન્ચાર્જ નેતાઓને આયોજનના અરાજકતા સૌ કોઈએ નિહાળી હતી. તેમ છતાં કાર્યકર્યાઓનો જોસ આસમાને રહયો હતો. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.