Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ ચૂંટણીમાં મોદી અને મતદાન પછી EVMને ગાળો આપે છે, EVMને ગાળો પડે એટલે સમજવું કે ભાજપ જીતશે : વડાપ્રધાનશ્રી

વડાપ્રધાનશ્રીનો રોડ-શૉ નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યુંપોતાના PMને જોવા લોકોમાં અનેરો ઉત્સાહખાનપુર થી સારંગપુર સુધીનો PMશ્રીનો રોડ-શૉગઈકાલના રોડ-શૉ બાદ અમદાવાદમાં વડાપ્રધાનશ્રી ફરી એકવાર જનતાની વચ્ચે, લોકોમાં ઉત્સાહગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) બીજા તબક્કાનો પ્રચાર પ્રસાર પુર જોશમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) ગઈકાલે અમદાવાદમાં ભવ્ય રોડ- શૉ કà
કોંગ્રેસ ચૂંટણીમાં મોદી અને મતદાન પછી evmને ગાળો આપે છે  evmને ગાળો પડે એટલે સમજવું કે ભાજપ જીતશે   વડાપ્રધાનશ્રી
  • વડાપ્રધાનશ્રીનો રોડ-શૉ નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યું
  • પોતાના PMને જોવા લોકોમાં અનેરો ઉત્સાહ
  • ખાનપુર થી સારંગપુર સુધીનો PMશ્રીનો રોડ-શૉ
  • ગઈકાલના રોડ-શૉ બાદ અમદાવાદમાં વડાપ્રધાનશ્રી ફરી એકવાર જનતાની વચ્ચે, લોકોમાં ઉત્સાહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) બીજા તબક્કાનો પ્રચાર પ્રસાર પુર જોશમાં ચાલી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) ગઈકાલે અમદાવાદમાં ભવ્ય રોડ- શૉ કર્યાં બાદ આજે ફરીથી તેઓ અમદાવાદની જનતા વચ્ચે નિકળવાના છે. સાથે સાથે જ તેઓ નગરદેવા મા ભદ્રકાળીના દર્શન કરી આશિર્વાદ લીધાં. વડાપ્રધાનશ્રીએ આજે કાંકરેજ, પાટણ અને સોજીત્રામાં જનસભા સંબોધ્યા બાદ અમદાવાદમાં રોડ-શૉ કરવા જઈ રહ્યાં છે. વડાપ્રધાનશ્રીએ નગરદેવી મા ભદ્રકાળીની પુજા-અર્ચના કર્યાં હતા. હવે તેમનો કાફલો આગળ વધ્યો છે. નગરદેવીના દર્શન કર્યાં પછી જનતા જનાર્દનના દર્શન, ભવ્ય રોડ-શૉ બાદ વડાપ્રધાનશ્રી થોડીવારમાં સરસપુરમાં સભાને સંબોધિત કરવાના છે.
વડાપ્રધાનશ્રીના સંબોધનના અંશો
  • સરસપુરની જનસભામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં છે.
  • વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જય બોલાવીને કર્યું.
  • ચૂંટણી અભિયાનની મારી આ છેલ્લી સભા છે
  • અમદાવાદનો આભાર માનું છું ગઈકાલે જે રીતે કેસરિયા મહાસાગર આખા અમદાવાદ ખુણે-ખુણે જનતા જનાર્દનના દર્શન કરવાનો મોકો મળ્યો, આશિર્વાદ મળ્યા
  • આજે મા ભદ્રકાળી અને પુજ્ય બાબાસાહેબ આંબેડકર બંને પવિત્ર સ્થળ પર માથું નમાવવા ગયો.
  • સીધું સભામાં આવવું હતું પણ તેમ છતાં હજારો લોકો આશિર્વાદ આપવા ઉભા હતા.
  • પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું, જે લોકો ઉછળીને બોલતા હતા તે ગઈકાલ સાંજથી ચૂપ છે. તેઓ સમજી ગયા છે ગુજરાતમાં મેળ નહી પડે.
  • ભાજપ વિજય મેળવશે તે પહેલા તબક્કાના મતદાનમાં નક્કી થઈ ગયું છે અને આવું કોંગ્રેસ પણ કહે છે કારણ કે, બે દિવસથી કોંગ્રેસના નેતા ઈવીએમને ગાળો બોલે છે. 
  • કોંગ્રેસ જ્યારે ઈવીએમને ગાળો બોલવાનું શરૂ કરે એટલે સમજી લેવાનું કે તેણે ઉછાળા ભરી લીધાં છે.
  • ચૂંટણીમાં મોદીને અને મતદાના થાય એટલે ઈવીએમને ગાળો બોલવાની
  • આ ચૂંટણી સિમિત હેતુ માટે નથી. 5 વર્ષ માટેની નથી. આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યાં. 100 વર્ષ પૂર્ણ થાય 25 વર્ષનો અમૃતકાળા છે.
  • 25 વર્ષ પછી ગુજરાત કેવું હોય તેનો મજબુત પાયો નાખવા માટે આ વખતનું મતદાન છે. જે પહેલીવાર મત આપે છે તેમને મારો ખાસ આગ્રહ છે કે તમારા આવનારા 25 વર્ષ  ઉત્તમ જાય તે માટે ભાજપને મત આપજો. હું તમારા ઉજવળ ભાવિની ગેરંટી આપું છું.
  • ગુજરાતનો એક મંત્ર રહ્યો છે, દેશના વિકાસ માટે ગુજરાતનો વિકાસ.
  • આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધી,  આઝાદી બાદ સરદાર સાહેબે રજવાડાંને જોડ્યા
  • આજે ગુજરાત મોડલની ચર્ચા ચાલે છે.
  • ગુજરાતના લોકો દેશની સામે એક સારું મોડલ પ્રસ્તુત કરે છે.
  • આજે ગુજરાત પોર્ટ કાર્ગો હેન્ડલ કરવામાં, એક્સપોર્ટ મામલે, લોજીસ્ટીક પરફોર્મન્સમાં, મીઠાંનાં ઉત્પાદનમાં, સોલાર પાવર જનરેશનમાં દેશમાં નંબર 1 છે.
  • ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ અને  દિલ્હીમાં તમારો આ સેવક, ગુજરાતમાં ડબલ એન્જીનનો પાવર દેખાય છે. ગુજરાતે દરેક અવસરનો લાભ ઉઠાવવાનો છે.
  • વિકાસ થાય એટલે કોંગ્રેસની તબિયત બગડે, ગુજરાતના લોકોને દશકો જુનો કોંગ્રેસનો અનુભવ છે. દેશના અર્થતંત્રમાં કેટલી હાનિ પહોંચાડી તે લોકો જાણે છે.
  • દેશ આઝાદ થયો ત્યારે દેશ દુનિયાના સૌથી મોટા અર્થતંત્રમાં 6ઠ્ઠા સ્થાને હતું 2014માં 10માં સ્થાને પહોંચી ગઈ. 70 વર્ષમાં કોંગ્રેસનો સમય પરિવારવાદ, તુષ્ટિકરણ, ગોટાળામાં જ ગયો. 2014માં હું દિલ્હી ગયો, 8 વર્ષમાં 10 નંબરની અર્થવ્યવસ્થાને 5 નંબરે લાવી દીધી.
  • કોંગ્રેસ માટે પરિવાર પહેલા, ભાજપ માટે દેશ પહેલા.
  • કોંગ્રેસ સરકારમાં ગરીબોના પૈસા તેમના સુધી પહોંચતા જ નહોતો વચ્ચેથી જ ઉપડી જતાં.
  • આ ભાજપની સરકાર આવી સીધા જ લાભાર્થીના ખાતામાં પૈસા આપ્યા. દિલ્હીથી રૂપિયો નિકળે તે 100 પૈસા સીધા નાગરિકને મળે.
  • કોંગ્રેસ સરકારમાં આતંકી ઘટના બને તો દુનિયાની મદદ મંંગાતી, આજે આપણી સેના આતંકીને ઘરમાં જઈને મારે છે.
  • આજે ભારત દુનિયાની મદદ કરવા હાથ લંબાવે છે. આપણે કોરોના કાળમાં અનેક દેશોને મદદ કરી. વંદે ભારત અભિયાનથી દુનિયામાં ફસાયેલા ભારતના લોકોને પરત લાવ્યા.
  • ભારતનો તિરંગો સુરક્ષાની ગેરંટી બની ગયો.
  • સાઉદીના સત્તાવાર સિલેબસમાં આપણા યોગા ભણાવાશે
  • બહેરીનમાં હિંદુ મંદિર બને છે. સમગ્ર દુનિયાની નજર ભારતના સામર્થ્ય પર છે.
  • આનું કારણ મોદી નહી તમારા મતના કારણે થયું છે, તમારા મતની તાકાતથી થયું છે.
  • કોંગ્રેસના કાળમાં ભ્રષ્ટાચારા ભોરિંગથી કરદાતા પણ ખચકાતો હતો.
  • ભારતના ઈમાનદાર કરદાતા દેશ માટે યોગદાન આપવા માટે ક્યારેય પાછીપાની નથી કરી. જ્યારે દેશ પર મોટા સંકટ આવ્યા ત્યારે આપણી માતા બહેનો મંગળસુત્ર દેશ માટે આપી દેતા હતા. પણ કોંગ્રેસ સરકારે કરદાતાના હજારો કરોડો રૂપિયાના ગોટાળા કરી બર્બાદ કર્યાં. 2014માં ભાજપ પર ભરોસો મુક્યો આજે જુઓ આ જ કરદાતાના પૈસા યોગ્ય જગ્યાએ વપરાય છે. ગરીબોના ઘર બને, વિજળી મળે, નળથી જળ મળે, પાકા રસ્તા મળે છે.
  • કોરોનાના સ્થિતિમાં ભલભલા હચમચી ગયા. ભારતના કરદાતાએ આપેલા પૈસાથી આપણી વેક્સિન બનાવી દરેકને ફ્રીમાં વેક્સિન આપી. 3 લાખ કરોડ રૂપિયા ખર્ચી કોરોનાની આફતમાં દિલ્હીમાં તમારો આ દિકરો સુતો નહોતા કારણ કે ગરીબનું છોકરું ભુખ્યું ના સુવે તે માટે આ તમારો દિકરો ઉજાગરા કરતો અને ફ્રીમાં અનાજ આપ્યુું.
  • આત્મનિર્ભર ગુજરાત અને ભારત બનાવવાના સંકલ્પ લઈને આપણે ચાલી રહ્યાં છીએ.
  • હવાઈ જહાજ, સેમિકન્ડક્ટર ગુજરાતમાં બનશે, સાઈકલથી જહાજ પણ ગુજરાતમાં બનશે. આપણે આલુ ચિપ્સીની વાતો કરતા હતા, આજે માઈક્રોચીપ પણ અહીં બનતી થઈ છે. આ સામર્થ્ય ગુજરાતમાં છે.
  • 2014માં આ દેશમાં મોબાઈલની 2 જ ફેક્ટરી હતી આજે 200 ફેક્ટરીઓ છે, આજે મોબાઈલ ફોન આપણે એક્સપોર્ટ કરીએ છીએ.
  • 2જી ટેક્નોલોજી વિદેશથી લાવ્યા અને ગોટાળા કર્યાં આજે આપણે 5જી ટેક્નોલોજી દેશની જ લાવ્યા. આત્મનિર્ભર ભારત બન્યું છે.
  • અમદાવાદમાં કેટલાંક વર્ષ પહેલા બોંબ ધડાકા ભુલાયા નથી, આ દિવસો ફરી પાછા નથી આવવા દેવાના. શાંતિપૂર્ણ જીવન બની સામાજીક સદ્ભાવ સાથે જીવવાનું છે.
  • કોંગ્રેસના રાજમાં લટકવું, અટકવું, ભટકવું આ કારોબાર પુરો કરી દીધો છે.
  • અમદાવાદની ગાડી ચલાવવી હોય તો બધા જ કમળ ખીલવા જોઈએ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રોડ-શૉમાં મોદીજીની એક ઝલક મેળવવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. રોડ-શૉના રૂટમાં એક તહેવાર જેવો માહૌલ સર્જાયો છે. લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહી મોદીજી પર પુષ્પવર્ષા કરવા આતુર બન્યા છે. ગઈકાલના રોડ-શૉ બાદ આજે ફરી પીએમનો પ્રચંડ પ્રચાર કરી અમદાવાદમાં ભાજપ તરફી માહૌલ ઉભો થયો છે. અમદાવાદની તમામ વિધાનસભા સીટો અંકે કરવા વડાપ્રધાનશ્રીએ આ મોટો દાવ ખેલ્યો છે. રોડ-શૉ કરીને તેમણે એક તરફી વાતાવરણ ઊભું કરી દીધું છે. વડાપ્રધાનશ્રીએ શાહીબાગથી સરસપુર સુધી રોડ-શૉ કર્યો હતો.
વડાપ્રધાનશ્રીએ નગરદેવી મા ભદ્રકાળીની પુજા-અર્ચના કરી

રોડ-શૉ દરમિયાન વડાપ્રધાનશ્રીએ લોકોનું અભિવાદન ઝિલ્યું હતું


રોડ-શૉનો રૂટ
વડાપ્રધાનશ્રીનો રોડ-શૉ ખાનપુરથી શરૂ કરીને વાયા વીજળીઘર ચાર રસ્તા, ભદ્રકાળી મંદિર જશે અહીં તેઓ નગરદેવી મા ભદ્રકાળાના દર્શન કરશે, બાદમાં IP મિશન ચાર રસ્તા ખમાસા, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, આસ્ટોડિયા ઢાળની પોળ, રાયપુર દરવાજા, કાપડીવાડ થઈને સારંગપુર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પૂર્ણ થશે.
પાટણમાં જનસભા સંબોધી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે પાટણમાં (Patan) જનસભા સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું તો સરકારની સિદ્ધીઓ વર્ણવી ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે પાટણના જુના સંસ્મરણો યાદ કરતા કહ્યું કે, મને આજે પાટણના સોનીવાડો પણ યાદ આવે છે. હું ત્યાં રહેતો હતો અને તેની બાજુમાં સંતોષી માતાનું મંદિર છે. તેમણે લખોટીવાળી સોડા યાદ કરતા લોકોને પૂછ્યું કે, હવે મળે છે કે નહી? તેમણે પાટણની ધરતીને મેળાની ધરતી કહી તથા સાથે જ કહ્યું કે, જે વ્યક્તિ એક વખત પાટણમાં રહી જાય તે પાટણને ક્યારે ન ભૂલી શકે.
સોજીત્રામાં જનસભા સંબોધી
વડાપ્રધાનશ્રીએ આજે સોજીત્રામાં (Sojitra) પણ જનસભા સંબોધી હતી. તેમણે અહીં જણાવ્યુ હતું કે, આણંદની ધરતી પર આવીએ ત્યારે માત્ર આનંદ આવે. આ એ પવિત્ર ધરતી છે સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાકાર કર્યો હતો. રાજા-રજવાડાઓને એક કર્યા હતા. મારું સૌભાગ્ય છે કે વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ બનાવવાનું સૌભાગ્ય મને મળ્યું. દુનિયામાં સરદાર સાહેબનું નામ લોકમુખે ચર્ચામાં ચઢ્યું. આ સિવાય તેમણે પોતાના આગવા અંદાજમાં કોંગ્રેસ પર વિવિધ મુદ્દે નિશાન સાધ્યું હતું અને લોકોને ભાજપને જીતાડવાની અપીલ કરી હતી. આ સિવાય કાંકરેજની જનસભામાં પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું.
આ પણ વાંચો - અમદાવાદમાં PMશ્રીનો સૌથી મોટો રોડ-શૉ, મોદીજીની એક ઝલક નિહાળવા ઉમટ્યુ માનવ મહેરામણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.