ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોદી.... મોદી... ના નારા સાથે દક્ષિણ ગુજરાતમાં મોદીજીનું સ્વાગત, ભવ્ય રોડ-શોમાં જોવા મળી PMશ્રીની લોકપ્રિયતા

વડાપ્રધાનશ્રીનો ભાજપ ઉમેદવારોને જીતાડવા પ્રચારવાપીના ચલા વિસ્તારમાં વડાપ્રધાનશ્રીનો ઝંઝાવાતી પ્રચારવલસાડના જુજવામાં પણ જંગી જાહેરસભા ગજવશેગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે 11 દિવસ બાકી છે ત્યારે ગુજરાતની ગાદી મેળવવા માટે રાજકિય પક્ષો મતદારોને રિઝવવામાં લાગ્યા છે ત્યારે ગુજરાતના મતદાનોની નાડ પારખી ચુકેલા અને લોકપ્રિય નેતા અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વાપી àª
02:58 PM Nov 19, 2022 IST | Vipul Pandya
  • વડાપ્રધાનશ્રીનો ભાજપ ઉમેદવારોને જીતાડવા પ્રચાર
  • વાપીના ચલા વિસ્તારમાં વડાપ્રધાનશ્રીનો ઝંઝાવાતી પ્રચાર
  • વલસાડના જુજવામાં પણ જંગી જાહેરસભા ગજવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે 11 દિવસ બાકી છે ત્યારે ગુજરાતની ગાદી મેળવવા માટે રાજકિય પક્ષો મતદારોને રિઝવવામાં લાગ્યા છે ત્યારે ગુજરાતના મતદાનોની નાડ પારખી ચુકેલા અને લોકપ્રિય નેતા અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વાપી અને વલસાડમાં કરશે ઝંઝાવાતી પ્રચાર કરવાના છે. જે તબક્કામાં તેઓ વાપીમાં આજે રોડ-શો કર્યો. જેમાં માનવ મહેરામણ ઉમટ્યું.
ભવ્ય રોડ-શો
વાપીના ચલા વિસ્તારમાં વડાપ્રધાનશ્રીના આશરે 500 મીટર લાંબા રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વાપીના ચલા વિસ્તારમાં વડાપ્રધાનશ્રી ઝંઝાવાતી પ્રચાર બાદ વલસાડના જુજવામાં પણ જંગી જાહેરસભા ગજવશે.
મોદી... મોદી... ના નારા લાગ્યા
વડાપ્રધાનનો ગુજરાતમાં પ્રચંડ પ્રચારની શરૂઆત વાપીમાં રોડ-શોથી શરૂ થઈ છે. આદિવાસી મતદારોના મત કબ્જે કરવા માટે મોદીજી અહીં ઝંઝાવાતી પ્રચાર કર્યો. મોટી સંખ્યામાં વડાપ્રધાનશ્રીનો રોડ શો નિહાળવા લોકો ઉમટ્યા હતા અને મોદી.... મોદી.... ના નારા સાથે લોકોએ વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. તેમજ વડાપ્રધાનશ્રીએ પણ લોકોનું અભિવાદન કર્યું હતું. મોડે સુધી રોડ-શોમાં લોકોની ઉપસ્થિતિ વડાપ્રધાનશ્રી મોદીની લોકપ્રિયતા પુરવાર કરે છે.
 
વડાપ્રધાનશ્રીની એક ઝલક મેળવવા લોકો ઉમટ્યા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ચૂંટણી પ્રચારની કમાન હવે પોતાના હાથમાં લઈ લીધી છે. છેલ્લા દિવસોમાં પોતાની આગવી પ્રચારશૈલી માટે જાણીતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના આદિવાસી મતદારોને રિઝવશે અને આમ પણ ધીરે ધીરે આદિવાસી મતદારો ભાજપ તરફ વળી રહ્યાં છે ત્યારે આ રોડ-શોથી ભાજપને ચોક્કસથી ફાયદો થશે. વલસામાં લોકો વડાપ્રધાનશ્રીની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
રોડ-શોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ
વાપીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. દમણ -વાપી રોડ પર હજારોની જનમેદની ઉમટી હતી. પોતાના વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે આદિવાસી લોક નૃત્યો સાથે વૃંદગાનનું અનોખું પ્રદર્શન પણ કરવામાં આવ્યું. નાના બાળકો સહિત તમામ ઉંમરના લોકો મોદીમય બન્યા.
ચુસ્ત બંદોબસ્ત
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના રોડ-શો, સભાને લઇ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમા 9 SP, 17 DySP, 40 PI, 90 PSIનો કાફલો બંદોબસ્તમાં જોડાયો છે. તે સિવાય 1500 પોલીસ કર્મીઓ વડાપ્રધાનશ્રીની સુરક્ષામાં તૈનાત  રહ્યાં.
આ પણ વાંચો - ગુજરાત સરકારે મતદાન માટે 1 અને 5 ડિસેમ્બરે રજા જાહેર કરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Elections2022GujaratGujaratAssemblyElections2022GujaratElections2022GujaratFirstNarendraModiroadshowValsadvapi
Next Article