Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાટીદારોના ગઢમાં PMશ્રીનો દમદાર રોડ-શૉ, આજે રાજનીતિનું એપી સેન્ટર બન્યું છે સુરત

એરપોર્ટથી ગોપીન સુધીનો રોડ-શૉવરાછામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સભા'મિશન ગુજરાત'માં નરેન્દ્રભાઈ મોદીગુજરાત વિધાનસભાની ચૂંટણીના રણમેદાનમાં પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાનશ્રી આજે સુરતમાં પહોંચ્યા છે ત્યારે ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર સુરત બની ગયું છે.રોડ-શૉપાટીદારોના ગઢ એવા સુરતની 6 વિધાનસભા બેઠક માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો એરપોર્ટથà
02:26 PM Nov 27, 2022 IST | Vipul Pandya
  • એરપોર્ટથી ગોપીન સુધીનો રોડ-શૉ
  • વરાછામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સભા
  • 'મિશન ગુજરાત'માં નરેન્દ્રભાઈ મોદી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના રણમેદાનમાં પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાનશ્રી આજે સુરતમાં પહોંચ્યા છે ત્યારે ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર સુરત બની ગયું છે.
રોડ-શૉ
પાટીદારોના ગઢ એવા સુરતની 6 વિધાનસભા બેઠક માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો એરપોર્ટથી ગોપીન સુધીનો રોડ-શૉ યોજાયો છે અને તે બાદ તેઓ સભા સંબોધશે. વર્ષ 2015માં પાટીદારોના આંદોલન બાદ આ ક્ષેત્રમાં તેમની પહેલી સભા થઈ રહી છે. વર્ષ 2015માં પાટીદારોના આંદોલન બાદ આ વિસ્તારમાં તેમની પહેલી સભા થઈ રહી છે.
રોડ-શૉમાં જનસમર્થન
ચૂંટણી પ્રચારના છેલ્લા કલાકોમાં વડાપ્રધાનશ્રી સુરત પહોંચી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એક સાથે પાટીદાર બેઠકોને ફરી મજબૂત કરવા માટેનો રાજકીય દાવ ખેલ્યો છે અને અહીં મોટી સંખ્યામાં તેમને જનસમર્થન મળી રહ્યું છે.
રાજનીતિનું એપી સેન્ટર બન્યું સુરત
વડાપ્રધાનશ્રી રોડ-શૉ પૂર્ણ કરી જનસભાને સંબોધિત કરશે અને રાત્રિ રોકાણ સુરત સર્કિટ હાઉસમાં કરવાના છે. રાત્રે તેઓ સુરતમાં સ્થાનિક નેતાઓને મળી આગળની રણનીતિ પર ચર્ચા કરી શકે છે. સુરતની 6 વિધાનસભા બેઠકો માટે નિર્ણાયક એવા પાટીદાર મતદારોના મતો અંકે કરવા વડાપ્રધાનશ્રી હવે પોતે ચૂંટણી પ્રચારમાં ઉતર્યાં છે.
લોકોનું અભિવાદન ઝિલ્યું
વડાપ્રધાનશ્રી એક ઝલક મેળવવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. કોઈ લોકો અગાશી, બાલ્કનીમાંથી રોડ-શૉ નિહાળી રહ્યાં છે. બીજી તરફ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પણ લોકોનું અભિવાદન કરી રહ્યાં છે. થોડીવારમાં વડાપ્રધાનશ્રી સભા સ્થળે પહોંચશે અને અહીં લોકોને સંબોધિત કર્યાં હતા.
રૂટમાં અહીં થયું PMશ્રીનું સ્વાગત
  • ONGC બ્રિજ ચોકડી
  • APMC માર્કેટ
  • સવજી કોરાટ બ્રિજ
  • સરગમ કોમ્પ્લેક્સ
  • અઠવાગેટ સર્કલ
  • મજુરા ગેટ સર્કલ
  • ડો.આંબેડકર પ્રતિમા
આ પણ વાંચો - આતંકવાદ અને સરદાર સરોવર ડેમ મુદ્દે નામ લીધા વિના વિરોધીઓના પર વરસ્યા વડાપ્રધાનશ્રી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionsBJPGujaratElections2022GujaratFirstNarendraModiSurat
Next Article