વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ આજથી બે દિવસીય ગુજરાત (Gujarat) પ્રવાસે છે. જેમાં અંદાજે રૂ. 15 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. બે દિવસીય પ્રવાસમાં તેઓ ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, નર્મદા અને વ્યારા ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.વડાપ્રધાનશ્રીનો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમ19 ઓક્ટોમ્બર સવારે 9.15 કલાકે અમદાવ
05:00 PM Oct 18, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ આજથી બે દિવસીય ગુજરાત (Gujarat) પ્રવાસે છે. જેમાં અંદાજે રૂ. 15 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. બે દિવસીય પ્રવાસમાં તેઓ ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, નર્મદા અને વ્યારા ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.
વડાપ્રધાનશ્રીનો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમ
- 19 ઓક્ટોમ્બર સવારે 9.15 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોચશે
- 19 ઓક્ટોબરે સવારે 9.45 કલાકે ડિફેન્સ એક્સપો 2022નું કરશે ઉદ્ધાટન
- બપોરે 12 કલાકે અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે
- બપોરે 3.15 કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે
- રાજકોટમાં સાંજે 6 કલાકે ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ-2022નું કરશે ઉદ્દઘાટન
- રાજકોટમાં બહુવિધ ચાવીરૂપ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
- સાંજે 7.20 કલાકે રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશ
- પીએમ રાત્રે 8 વાગ્યા આસપાસ અમદાવાદ પરત ફરશે અને રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે
- વડાપ્રધાન 20મી ઓક્ટોબરે નર્મદા, તાપી જિલ્લાના પ્રવાસે
- સવારે 9.45 કલાકે નર્મદા ખાતે મિશન લાઇફનું લોકાર્પણ કરશે
- બપોરે 12.00 કલાકે કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે
- બપોરે 3.45 કલાકે વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલનો શિલાન્યાસ કરશે
- વડાપ્રધાન કોસ્ટલ હાઈવેના નિર્માણ અને સુધારણા માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
- આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં. 13 જિલ્લાઓમાં કુલ 270 કિમીથી વધુના હાઇવેને આવરી લેશે
Next Article