આ દિવસે ફરીથી ગુજરાતમાં આવશે PMશ્રી નરેન્દ્ર મોદી, આ રહેશે કાર્યક્રમ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) આજે બે દિવસીય ગુજરાત (Gujarat) પ્રવાસપૂર્ણ થયો છે. આ પ્રવાસ દરમિયાન તેઓએ રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, તાપી, નર્મદા જિલ્લામાં કાર્યક્રમો અને રોડ શો કર્યાં તેમજ કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપી છે. વડાપ્રધાનશ્રીનો આ પ્રવાસ આજે પૂર્ણ થયો છે. હવે ફરીથી વડાપ્રધાનશ્રીનો ગુજરાત પ્રવાસ નક્કી થયો છે.31મી ઓક્ટોબરે PMશ્રી આવશે ગુજરાતગુજરાતમાં વિધાનસભાની (Gujarat Elections
12:49 PM Oct 20, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) આજે બે દિવસીય ગુજરાત (Gujarat) પ્રવાસપૂર્ણ થયો છે. આ પ્રવાસ દરમિયાન તેઓએ રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, તાપી, નર્મદા જિલ્લામાં કાર્યક્રમો અને રોડ શો કર્યાં તેમજ કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપી છે. વડાપ્રધાનશ્રીનો આ પ્રવાસ આજે પૂર્ણ થયો છે. હવે ફરીથી વડાપ્રધાનશ્રીનો ગુજરાત પ્રવાસ નક્કી થયો છે.
31મી ઓક્ટોબરે PMશ્રી આવશે ગુજરાત
ગુજરાતમાં વિધાનસભાની (Gujarat Elections 2022) ચૂંટણીની તારીખો કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે ત્યારે રાજકીય પક્ષો પણ સક્રિય છે એવામાં ફરી એકવાર વડાપ્રધાનશ્રી ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાનની આ મુલાકાત એક દિવસની હશે જેમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાનશ્રી આગામી 31મી ઓક્ટોબરે ગુજરાત આવવાના છે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આ મુલાકાત દરમિયાન અનેક પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરશે. જોકે સત્તાવાર રીતે હજુ કાર્યક્રમની જાહેરાત થઈ નથી.
આ કાર્યક્રમમાં આપશે હાજરી
- 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે એકતા પરેડમાં હાજર રહેશે.
- પંચમહાલમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે.
- થરાદમાં સિંચાઈ વિભાગના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Next Article