વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી માતા હિરા બાને મળ્યા, મતદાન પહેલા લીધાં માતાના આશિર્વાદ
આવતીકાલે વડાપ્રધાનશ્રી કરશે મતદાનરાયસણમાં રહેતા માતા હીરા બાને મળવા પહોંચ્યામતદાન પહેલા માતાના આશિર્વાદ લીધાંગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) બીજા તબક્કાનું મતદાન આવતીકાલે થવાનું છે જેને લઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આજે અમદાવાદ (Ahmedabad) આવ્યા છે. આવતીકાલે તેઓ મતદાન કરે તે પહેલા માતા હિરાબાને મળવા પહોંચ્યા હતા. અહીં તેમણે મતદાન
12:21 PM Dec 04, 2022 IST
|
Vipul Pandya
- આવતીકાલે વડાપ્રધાનશ્રી કરશે મતદાન
- રાયસણમાં રહેતા માતા હીરા બાને મળવા પહોંચ્યા
- મતદાન પહેલા માતાના આશિર્વાદ લીધાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) બીજા તબક્કાનું મતદાન આવતીકાલે થવાનું છે જેને લઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આજે અમદાવાદ (Ahmedabad) આવ્યા છે. આવતીકાલે તેઓ મતદાન કરે તે પહેલા માતા હિરાબાને મળવા પહોંચ્યા હતા. અહીં તેમણે મતદાન પહેલા માતાના આશિર્વાદ લીધાં હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આવતીકાલે રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કરવાના છે અને તે માટે તેઓ અમદાવાદ આવ્યા છે. અમદાવાદ આવીને તેઓ રાયસણ વૃંદાવન બંગ્લોઝમાં રહેતા તેમના માતા હિરાબાને (Hira Ba) મળવા પહોંચ્યા છે. આશરે 30 મિનિટ સુધી તેઓ અહીં રોકાયા હતા.
વડાપ્રધાનશ્રી હીરાબાને મળ્યા બાદ કમલમ્ ખાતે જાય તેવી પણ શક્યતા છે. ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે તેઓ અનેક વખત ગુજરાતમાં આવ્યા હતા પરંતુ માતા હીરાબાને મળી શક્યા નહોતા પણ હવે તેઓ આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અમદાવાદ (Ahmedabad) આવ્યા છે ત્યારે મતદાન પહેલા તેઓ માતાને મળવા પહોંચ્યા છે. હીરાબા પણ આવતીકાલે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article