Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PMશ્રીએ મિયાવાકી ફોરેસ્ટ અને ભુલભુલૈયાનું કર્યું ઉદ્ધાટન, થોડીવારમાં નર્મદા મૈયાની મહાઆરતીમાં જોડાશે

વડાપ્રધાનશ્રી નરેદ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે. વડોદરા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચ્યા છે. અહીં એકતાનગરમાં તેઓ વિવિધ કાર્યક્રમનું આયોજન થવાનું છે. તેમણે અહીં મિયાવાકી ફોરેસ્ટ અને મેઝ ગાર્ડનનું (ભુલ ભુલામણી) ઉદ્ધાટન કર્યું છે. હવે થોડીવાર બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગોરાઘાટ પહોંચશે અને અહીં તેઓ મા નર્મદાની મહાઆરતી કરશે.શું છે મિયાવાકી ફો
pmશ્રીએ મિયાવાકી ફોરેસ્ટ અને ભુલભુલૈયાનું કર્યું ઉદ્ધાટન  થોડીવારમાં નર્મદા મૈયાની મહાઆરતીમાં જોડાશે
Advertisement
વડાપ્રધાનશ્રી નરેદ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે. વડોદરા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચ્યા છે. અહીં એકતાનગરમાં તેઓ વિવિધ કાર્યક્રમનું આયોજન થવાનું છે. તેમણે અહીં મિયાવાકી ફોરેસ્ટ અને મેઝ ગાર્ડનનું (ભુલ ભુલામણી) ઉદ્ધાટન કર્યું છે. હવે થોડીવાર બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગોરાઘાટ પહોંચશે અને અહીં તેઓ મા નર્મદાની મહાઆરતી કરશે.
શું છે મિયાવાકી ફોરેસ્ટ?
મિયાવાકી એ જાપાનીઝ બોટાનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા પ્રેરિત ટેક્નીક છે, જે ટુંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે, જે જગ્યા તો બચાવે જ છે, સાથે જ બાજુ-બાજુમાં વાવેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે, અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે, જેનાથી નીંદણ ઉગતું અટકે છે. પ્રથમ ત્રણ વર્ષ પછી આ રોપેલા છોડવાઓની જાળવણી કરવાની જરૂર રહેતી નથી. આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે 30 ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા એક જંગલ ઊભું કરવામાં 20થી 30 વર્ષનો સમય લાગે છે.

મેઝ ગાર્ડનની વિશેષતા

  • મેઝ ગાર્ડન સમગ્ર દેશમાં સૌથી મોટો મેઝ ગાર્ડન છે, 2100 મીટરનો પાથવે ધરાવે છે
  • મેઝ ગાર્ડન ‘શ્રીયંત્ર’ ના આકારના યુનિક કોન્સેપ્ટ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે
  • શ્રીયંત્ર વાતાવરણમાં પોઝિટિવ એનર્જી એટલે કે હકારાત્મક ઊર્જા લઇને આવે છે
  • ભુલભુલૈયા બનાવવા માટે  અંદાજે કુલ 1,80,000 છોડ લગાવવામાં આવ્યા છે
  • આ સ્થળ મૂળરૂપે ડમ્પિંગ સાઇટ હતી, જે હવે લીલોછમ ભૂપ્રદેશ બની ગઈ છે
  • વાયબ્રન્ટ ઇકોસિસ્ટમનું પણ નિર્માણ થયું છે, જે પક્ષીઓ, પતંગિયા અને મધમાખીઓને પણ આકર્ષે છે
વડાપ્રધાનશ્રીના હસ્તે મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ


જુઓ Live....
Advertisement
Tags :
Advertisement

.

×