Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GMDC ગ્રાઉન્ડના નવરાત્રિ મહોત્સવમાં પહોંચી માતાજીની મહાઆરતીમાં સહભાગી થયા વડાપ્રધાનશ્રી, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. પોતાના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન સુરતમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત, ભાવનગરમાં વડાપ્રધાનશ્રી વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ અને ભવ્ય રોડ શો, અમદાવાદમાં નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કર્યું હતું.જે બાદ રાત્રે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજીત થનારી નવરાત્રિ
gmdc ગ્રાઉન્ડના નવરાત્રિ મહોત્સવમાં પહોંચી માતાજીની મહાઆરતીમાં સહભાગી થયા વડાપ્રધાનશ્રી  જુઓ video
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. પોતાના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન સુરતમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત, ભાવનગરમાં વડાપ્રધાનશ્રી વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ અને ભવ્ય રોડ શો, અમદાવાદમાં નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કર્યું હતું.
જે બાદ રાત્રે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજીત થનારી નવરાત્રિ મહોત્સવમાં પહોંચ્યા છે. વડાપ્રધાનશ્રી સાથે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
મહાઆરતી બાદ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને શ્રીયંત્ર અર્પણ કરી સ્વાગત કર્યું હતું અને બાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબાની શરૂઆત થઈ હતી. વડાપ્રધાનશ્રીની હાજરીથી ખેલૈયઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. તેમજ ગુજરાતના જાણીતા સંગીતકાર શ્યામલ-શૌમિલની પ્રસ્તુતિને વડાપ્રધાનશ્રીએ માણી હતી.
આશરે 30 મિનિટ સુધી GMDC ગ્રાઉન્ડમાં રોકાયા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી રોકાયા હતા. બાદમાં ગ્રાઉન્ડમાં ઉપસ્થિત ખેલૈયાઓ અને લોકોનું અભિવાદન ઝિલ્યું હતું અને સાથે કાલાકારોને પણ મળ્યા હતા. અહીં ખેલૈયાઓએ તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. બાદમાં તેઓ રાજભવન જવા રવાના થયા હતા.
વડાપ્રધાનશ્રીના આગમનના પગલે GMDC ગ્રાઉન્ડ આજુબાજુના વિસ્તારમાં તેમજ ગ્રાઉન્ડમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ગુજરાતી ગીતોના સંગાથે વડાપ્રધાનશ્રીની હાજરીમાં ખેલૈયાઓ GMDC ગ્રાઉન્ડમાં ઉત્સાહભેર ઝુમી રહ્યાં છે.
વડાપ્રધાનશ્રી મોદીએ માતાજીની મહાઆરતીમાં સહભાગી થઈ આરતી ઉતારી હતી. જુઓ Live...
વડાપ્રધાન બન્યા બાદ બીજી વખત આવશે GMDC ગ્રાઉન્ડમાં
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિનો (Vibrant Navratri 2022) પ્રારંભ વર્ષ 2011માં કરાવ્યો હતો અને છેલ્લે તેઓ વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર તા. 02-10-2019 2019 વાયબ્રન્ટ નવરાત્રિમાં હાજર રહ્યા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તે દિવસે ગુજરાતનો પ્રવાસપૂર્ણ કરી દિલ્હી જતા પહેલા તેમણે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં આયોજીત વાયબ્રન્ટ નવરાત્રિમાં પહોંચી દર્શન કર્યા હતા.
વાઈબ્રન્ટ નવરાત્રિની શરૂઆત વડાપ્રધાને કરાવી હતી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આ ગરબાને વૈશ્વિક પ્રસંગ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વાઈબ્રન્ટ નવરાત્રિ ઉત્સવની (Vibrant Navratri) શરૂઆત કરી હતી. આવા લોક ઉત્સવો ઉજવવાનો બીજો હેતુ સ્થાનિક સ્તરે રોજગારી આપવાનો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન લોકભાગીદારીને ઉત્સવો સાથે જોડીને ખરા અર્થમાં લોક ઉત્સવની ઉજવણી શરૂ કરી હતી. જેના ભાગરૂપે પતંગ ઉત્સવ, રણ ઉત્સવ, કાંકરિયા કાર્નિવલ, વાઇબ્રન્ટ નવરાત્રી, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ વિશ્વ સમક્ષ ગુજરાતની ઓળખના પ્રતિક તરીકે ઉભરી આવી છે.
વડાપ્રધાનશ્રીનો આવતીકાલનો કાર્યક્રમ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે સવારે 10.30 વાગ્યે ગાંધીનગરના નવનિર્મિત સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને તેમાં સવાર થઈને કાલુપુર રેલવે સ્ટેશન આવી પહોંચશે જ્યાંથી તેઓ 11.30 વાગ્યે અમદાવાદ મેટ્રોના નવા રૂટને લીલી ઝંડી બતાવી મેટ્રોમાં કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન સુધીની મુસાફરી કરવાના છે. બપોરે 12 વાગ્યે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડમાં અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટ વિશે વાત કરશે.
અમદાવાદના તમામ કાર્યક્રમો પૂર્ણ કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે અંબાજી રવાના થવાના છે. અહી અંબાજીમાં 5.45 વાગ્યે 7,200 કરોડના ખર્ચે થનારા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી સાંજે 7 વાગ્યે વડાપ્રધાનશ્રી અંબાજી માતાની પૂજા અર્ચના કર્યા બાજ ગબ્બર પર યોજાનારી મ હાઆરતીમાં ભાગ લેશે.
Advertisement
Tags :
Advertisement

.