Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કમળને મત આપો, વિકસિત ગુજરાતની જવાબદારી હું લઈશ: વડાપ્રધાનશ્રી

ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજી ને યાદ કર્યાકોંગ્રેસ પર વડાપ્રધાનશ્રીએ આકરા પ્રહારો કર્યાગુજરાત નવા વિદેશના રોકાણો આવશે: PMશ્રીGujarat Assembly Elections : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) ગણતરીના દિવસો બાકી છે  ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) ચૂંટણી પ્રચારની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. આજે મહેસાણા, દાહોદ અને વડોદરામાં જનસભા સંબોધ્યા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી àª
કમળને મત આપો  વિકસિત ગુજરાતની જવાબદારી હું લઈશ  વડાપ્રધાનશ્રી
  • ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજી ને યાદ કર્યા
  • કોંગ્રેસ પર વડાપ્રધાનશ્રીએ આકરા પ્રહારો કર્યા
  • ગુજરાત નવા વિદેશના રોકાણો આવશે: PMશ્રી
Gujarat Assembly Elections : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) ગણતરીના દિવસો બાકી છે  ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) ચૂંટણી પ્રચારની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. આજે મહેસાણા, દાહોદ અને વડોદરામાં જનસભા સંબોધ્યા બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ચિત્રા વિસ્તારમાં તેમણે જનસભા સંબોધી હતી.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીને કર્યાં યાદ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરના (Bhavnagar)  મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને યાદ કરતા તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની જનતાના દર્શન કરી રહ્યો છું. આજે ભાવનગર આવ્યો છું. આ ભૂમિ કૃષ્ણકુમારસિંહજીની તપોભૂમિ છે. શાળામાં ભણતો હતો ત્યારે કોઈ ગતા ગમ નહોતી ત્યારે મારા શિક્ષકે મને ભાવનગરના મહારાજાનો નાટકમાં રોલ ભજવાનો મોકો મળ્યો હતો. ભાજપની જનતાને ચારેય તરફથી જનસમર્થન મળી રહ્યું છે. બે દાયકાનો અતૂટ વિશ્વાસ એજ ગુજરાતનું હૈયું કહે છે કે, ફરી એકવાર મોદી સરકાર.
કોંગ્રેસ પર સાધ્યું નિશાન
તેમણે કહ્યું કે, તમે વર્ષો પહેલા કોંગ્રેસનું (Congress) શાસન જોયું છે. તમારો એક મત ગુજરાતને મજબૂત કરે છે. કોંગ્રેસના શાસનમાં કેવી દુર્દશા હશે તે તમે જોઈ છે. સૌરાષ્ટ્રમાં પહેલા પાણીની વિકરાળ સમસ્યા હતી. ખરાબ પાણીને કારણે ચામડીના રોગો અને અન્ય બીમારીઓ પણ થતી હતી. કોંગ્રેસ પાસે તે માટે કોઈ સમાધાન નહોતું. પરંતુ ભાજપની સરકારે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા દૂર કરી છે. ભાજપ સમસ્યાનું સમાધાન કરવા દિવસ-રાત જહેમત કરનારી પાર્ટી છે.
આગામી 25 વર્ષમાં ગુજરાત કેવું હશે તેની આ ચૂંટણી
તેમણે કહ્યું કે, ગુજરાતની આ ચૂંટણી માત્ર ગાંધીનગરમાં (Gandhinagar) પાંચ વર્ષ માટે ધારાસભ્યો મોકલવા માટેની નથી પણ આ ચૂંટણી 25 વર્ષ પછી ગુજરાત કેવું હશે તે માટેની છે. આવનારા દિવસોમાં ગુજરાત મજબૂત બને તે માટેની આ ચૂંટણી છે. હવે સમય બદલાયો છે. વિકસિત ગુજરાત માટે માત્ર કમળના નિશાન પર મત આપવાનો છે. તમે ભાજપને મત આપો, વિકસિત ગુજરાતની ગેરંટી હું આપુ છું. વિકસિત ગુજરાતના પાયા મજબૂત કરવા માટેની આ ચૂંટણી છે. દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડવાનો છે.
ગુજરાતમાં અનેક વિકાસકાર્યો થાય છે
તેમણે કહ્યું કે, ગુજરાતમાં મારૂતિ કાર નિકળી જાય તેટલી મોટી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. આપણે રો-રો ફેરીથી કાઠિયાવાડ અને સુરતને જોડી દીધુ છે. તેનાથી વેપાર-કારોબાર સારો થઈ ગયો છે. 24 કલાક વિજળી મળવાને કારણે અનેક ઉદ્યોગ ધંધાને ફાયદો થયો છે. આજે હીરાના પડીકા લઈને રો-રો ફેરીમાં લઈને જાય છે. તેમાં સુરક્ષા પણ રહે છે. આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતને આગળ વધારવા માટે કામ કરી રહી છે. સમુદ્ર શક્તિ કેવી રીતે કામ આવે તેના પર કામ થઈ રહ્યું છે. આપણી પાસે સૌથી મોટો દરિયા કિનારો છે. તેમણે કહ્યું કે, ભાવનગરમાં અનેક ઉદ્યોગોની શરૂઆત થઈ છે. દેશનું પ્રથમ કેમિકલ ટર્મિનલ પણ ભાવનગરને મળ્યું છે. આજે વિશ્વમાં ધોલેરાની ચર્ચા છે. આજે દુનિયા સેમીકંડક્ટર ચિપ વગર ચાલતી નથી. આ સેમી કંડક્ટર બનાવવાનું કામ હવે ગુજરાતમાં થવાનું છે. આ કામ તમારા ધોલેરામાં થવાનું છે.
માતા-બહેનોના મારા પર આશિર્વાદ છે
તેમણે કહ્યું કે, માતા-બહેનોએ મને આશીર્વાદ આપ્યા છે. માતા-બહેનોના આશીર્વાદ મારા માટે પ્રેરણારૂપ છે. આપણી માતાઓ બહેનોએ અનેક પિડા સહન કરી છે. પરંતુ દિલ્હીમાં (Delhi) બેઠેલો દિકરો માતાની પીડા ન જોઈ શકે તો આ જીવતર નકામું અને તેથી જ અમે 5 લાખ રૂપિયા સુધીની આયુષ્માન ભારત યોજના લોન્ચ કરી છે. કોઈ માતા કે તેના પરિવારજનો બીમાર ન રહે તે માટે આ યોજના બનાવી છે. આજે સેનામાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. આજે મહિલા પાયલટ વિમાન ઉડાવી રહ્યાં છે.
રાજકારણનો કક્કો ભાવનગરની ધરતીએ શિખવ્યો
તેમણે કહ્યું કે, ભાઈઓ-બહેનો મારૂ તો સૌભાગ્ય છે કે મને રાજકારણનો ક્કકો આ ભાવનગરની ધરતીના અમારા પુજ્ય પુરૂષ હરિસિંહ દાદાની આંગળી પકડીને અમે મોટા થયાં છીએ. રાજકારણની બારાખડી કેમ લખાય તે મને હરિસિંહ દાદાએ શિખવાડ્યું.
વડીલોને મારા પ્રણામ પાઠવજો
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, તમારી પાસે મારે થોડીક અપક્ષા છે. શું તમે પૂરી કરશો. આ વખતે આપણે મતદાનના (Votting) તમામ રેકોર્ડ તોડવા છે. દરેક રેકોર્ડ તોડીને વધુમાં વધુ મતદાન કરાવવાનું છે. બીજુ તમારે મારૂ એક અંગત કામ કરવાનું છે. મેં તમને જે વાત કરી છે તે વાત તમે ઘરે-ઘરે જઈને સંભળાવજો અને વડીલોને મારા પ્રણામ પાઠવજો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.