Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi આવતીકાલે ગુજરાતની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 10 જૂને શુક્રવારે ફરી એક વાર ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન દક્ષિણ ગુજરાતમાં નવસારી અને ચીખલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે તથા અમદાવાદમાં ઇસરોના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. વડાપ્રધાન શુક્રવારે સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ  ચીખલી પહોંચશે જયાં જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ તે  નવસારી પહોંચશે અને ત્યાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તàª
pm modi આવતીકાલે ગુજરાતની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 10 જૂને શુક્રવારે ફરી એક વાર ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન દક્ષિણ ગુજરાતમાં નવસારી અને ચીખલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેશે તથા અમદાવાદમાં ઇસરોના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. 
વડાપ્રધાન શુક્રવારે સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ  ચીખલી પહોંચશે જયાં જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ તે  નવસારી પહોંચશે અને ત્યાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ભૂમિ પૂજન કરશે. ત્યારબાદ તે ચીખલી જશે, જયાં આદિવાસી ગૌરવ સંમેલનમાં હાજરી આપશે. 
વડાપ્રધાન મોદી નવસારીમાં 542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ભૂમિ પૂજન કરશે. તેઓ ચીખલીમાં યોજાયેલા આદિવાસી ગૌરવ સંમેલનને પણ સંબોધન કરશે.
ત્યારબાદ તેઓ બપોરે વડાપ્રધાન અમદાવાદ આવશે. અમદાવાદમાં ઇસરોમાં તેઓ હેડ ક્વાર્ટર બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. 
ઉલ્લેખનિય છે કે આગામી 18મી જૂને ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા બાદ પાવાગઢ જશે અને પાવાગઢમાં દર્શન કરીને તેઓ વડોદરા પરત ફરશે અને ત્યારબાદ વડોદરામાં યોજાયેલા મહિલા સંમેલનને સંબોધીત કરશે. 
Advertisement
Tags :
Advertisement

.