વલસાડની સભામાં PM મોદીની સિંહગર્જના, ફરી એકવાર ભાજપ સરકાર આવશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Elections) પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. આજથી વડાપ્રધાનશ્રી મોદી (Narendra Modi)પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે.. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વાપીમાં ચૂંટણીસભા સંબોધી રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ કહ્યુ કે ગુજરાતની પ્રગતિ ગુજરાતના નાગરિકોની જાગૃતતાને કારણે છે. પીએમએ કહ્યુ ગુજરાતનો વિકાસ મોદીએ નથી કર્યો, આ તમારા મતની તાકાત છે.
ગુજરાતના યુવાનોને પીએમએ કરી અપીલ, વડીલોને પ્રણામ પહોંચાડજો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને ઉદ્દેશીને જણાવ્યુ કે તમારે મારુ એક કામ કરવાનુ છે. તમારા ઘરે રહેલા વડીલોને કહેજો કે નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને પ્રણામ કહ્યા છે. વડાપ્રધાને કહ્યુ વડીલોના આશિર્વાદ જ મારા માટે સૌથી મોટી મૂડી છે.
આદિવાસી માતાની કૂખે જન્મેલા મંગુભાઈ એમપીના રાજ્યપાલ બન્યા છે-પીએમ
વડાપ્રધાને જણાવ્યુ કે આદિવાસી સમાજની દીકરી ભારતના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદે બિરાજે છે. વડાપ્રધાને જણાવ્યુ કે આ ચૂંટણી સમયે સતર્ક રહેજો. ગુજરાતને બદનામ કરનારી ટોળકી અહીં ફરી રહી છે. દેશ અને દુનિયાના દેશોમાં ગુજરાતને બદનામ કરવાનુ ષડયંત્ર ચાલી રહ્યુ છે આવા લોકોથી ચેતજો. ગુજરાતને બદનામ કરનારા તત્વોને ગુજરાતમાં ક્યારેય જગ્યા ન હોય.
ગુજરાતી યુવાનો નોકરી માગનારા અને નોકરી આપનારા બન્યા છે:વડાપ્રધાનશ્રી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ 2021ની સદી કૌશલ્યની સદી છે. વડાપ્રધાને મોબાઈલ ડેટા અંગે કહ્યુ કોંગ્રેસની સરકારમાં 300 રૂપિયામાં 1 જીબી ડેટા મળતો હતો. આજે 10 રૂપિયામાં એક જીબી ડેટા વાપરવા મળે છે. વલસાડમાં આદિવાસીઓ અને માછીમારોનુુ જીવનધોરણ ઉંચુ લાવવા માટે કામ કર્યુ. ભારતના 80 હજાર સ્ટાર્ટ અપમાંથી 14 હજાર ગુજરાતના છે. આજે ગુજરાતના યુવાનો નોકરી માગનારા નહીં નોકરી આપનારા બન્યા છે.
ગુજરાતમાં સાગરખેડુ યોજના માટે સરકારે 1000 કરોડ આપ્યા: વડાપ્રધાનશ્રી
વડાપ્રધાનશ્રીએ માછીમારોને ઉદ્દેશીને જણાવ્યુ કે માછીમારોનું જીવન ધોરણ ઉંચુ લાવવા સરકાર કામ કરી રહી છે. સાગરખેડુૂ યોજના માટે સરકારે 1000 કરોડ આપ્યા. પીએમ કિસાન સહાય યોજના માટે સરકારે 300 કરોડ રૂપિયા એકલા વલસાડ જિલ્લા માટે મોકલી આપ્યા છે. માછીમારો, ખેડૂતો, આદિવાસીને મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
ગુજરાતી યુવાનો નોકરી માગનારા અને નોકરી આપનારા બન્યા છે :વડાપ્રધાનશ્રી