Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડબલ એન્જિન સરકારથી સુરતનો દરેક ક્ષેત્રે વિકાસ: PM MODI

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો ગુજરાત (Gujarat)  પ્રવાસ શરુ થયો છે. ગુરુવારે સવારે સવા દસ વાગે વડાપ્રધાનશ્રી મોદી સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું પદાધિકારીઓ અને વહિવટીતંત્ર દ્વારા સ્વાગત કરાયું હતું. ડબલ એન્જિન સરકારથી સુરતનો વધુ વિકાસ થયો  સુરતના નિલગીરી મેદાનમાં સભાને સંબોધન કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બહારથી આવનાર લોકો પણ સુરતીલાલાના રંગ
ડબલ એન્જિન સરકારથી સુરતનો દરેક ક્ષેત્રે વિકાસ  pm modi
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)નો ગુજરાત (Gujarat)  પ્રવાસ શરુ થયો છે. ગુરુવારે સવારે સવા દસ વાગે વડાપ્રધાનશ્રી મોદી સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું પદાધિકારીઓ અને વહિવટીતંત્ર દ્વારા સ્વાગત કરાયું હતું. 

ડબલ એન્જિન સરકારથી સુરતનો વધુ વિકાસ થયો  
સુરતના નિલગીરી મેદાનમાં સભાને સંબોધન કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બહારથી આવનાર લોકો પણ સુરતીલાલાના રંગમાં રંગાઇ જાય છે.  હું કાશીનો એમપી છું અને લોકો કહે છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. તાપીના કિનારા સહિત સુરતને વધુ આધુનિક બનાવવા ભૂપેન્દ્રભાઇ અને સીઆરપાટીલ, કોર્પોરેશન અને ધારાસભ્યોને અભિનંદન આપું છું. બાયોડાર્વસિટી પાર્ક મળતાં લોકોને નવી સુવિધા મળશે. અહીં અનેક લોકો એવા છે કે જેમણે એરપોર્ટ માટેના સંઘર્ષ જોયો છે. તે વખતે દિલ્હીમાં સરકાર હતી તેને જણાવતા જણાવતા થાકી ગયા હતા. આજે જુઓ અહીંથી કેટલી ફ્લાઇટ જાય છે. કેટલા લોકો આવે છે. એવી જ સ્થિતિ મેટ્રોની હતી પણ આજે ડબલ એન્જીનની સરકાર છે તેથી સ્વીકૃતી પણ તેજીથી થાય છે અને કામ પણ ઝડપથી થાય છે. 
સુરતનો દરેક ક્ષેત્રે વિકાસ 
વડાપ્રધાને કહ્યું કે અમારી સરકાર વેપારીઓની જરુરીયાત મુજબ કામ કરી રહી છે. સુરત ઘોઘા ફેરીથી સુરતને લાભ થયો છે. માલસામાન માટે કાશી સુધીની ટ્રેન શરુ કરાશે જેનો લાભ વેપારીઓ અને શ્રમીકોને થશે. ઇલેકટ્રીકથી ચાલનારી ગાડીઓ માટે પણ સુરત ઓળખાશે. સિલ્ક સિટી, ડાયમંડ સિટી અને સેતુ સિટી તથા હવે ઇલેકટ્રીક ગાડીઓનું શહેર તરીકે સુરત ઓળખાશે. સુરતમાં આજે 35 ચાર્જીંગ સ્ટેશન નું લોકાર્પણ કરાયું છે. અને આગામી સમયમાં 500 ચાર્જીંગ સ્ટેશન બનશે. જે રીતે વિકાસના રસ્તે સુરત ચાલે છે તે આગામી સમયમાં વધશે. જે ડબલ એન્જિન સરકાર પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. 
સુરતે ઉદાહરણરુપ પ્રગતિ કરી
વડાપ્રધાને કહ્યું કે દરેકના પ્રયાસથી રાષ્ટ્રના વિકાસની ઝડપ વધે છે અને આ ઝડપને વધારાશે. સુરતને ઉદાહરણરુપ પ્રગતી કરી છે. સુરતે બધાને પાછળ પાડી દીધા છે. આ શક્તિ ગુજરાતમાં જ છે. આ શક્તિને ઉની આંચ ના આવે અને ગુજરાતની વિકાસયાત્રાને ઉણપ ના રહે તે માટે ગુજરાતીઓ કટિબદ્ધ છે.

2 દાયકામાં સુરતનો અભૂતપૂર્વ વિકાસ 
વડાપ્રધાનશ્રીએ નવરાત્રીની દરેકને શુભકામના પાઠવી હતી. તેમણે સભાને સંબોધન કરતાં કહ્યું કે  સુરતમાં ઝુંપડપટ્ટી દુર કરીને 80 હજાર ઘર બનાવ્યા છે. પીએમ સ્વ નિધી યોજનામાં 35 લાખ લોકોને લાભ મળ્યો છે. છેલ્લા 2 દાયકામાં સુરતનો વિકાસ થયો છે. સુરત શહેર જનભાગીદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતની ગણના થાય છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષમાં સુરતે સૌથી વધુ પ્રગતી કરી છે. સુરતની ઇન્ટરસિટી કનેક્ટિવીટી શ્રેષ્ઠ છે.તેમણે એમ પણ કહ્યું કે ડ્રેનેજ નેટવર્કે સુરતને નવી ઓળખ આપી છે. 
સુરત ચાર Pનું ઉદાહરણ
તેમણે કહ્યું કે આજે શરૂ કરાયેલા ઘણા પ્રોજેકટ મધ્યમ અને સામાન્ય પરિવારને ઉપયોગી થશે.સુરતમાં 75 અમૃત સરોવરનું કામ ખુબ તેજી થી ચાલી રહ્યું છે તે સારી બાબત છે. સુરત શહેર શ્રમ નું સન્માન કરવા વાળું શહેર છે. તેમણે કહ્યું કે સુરત ચાર P નું ઉદાહરણ છે જે તેને વિશેષ બનાવે છે. ચાર P એટલે પીપલ્સ, પબ્લિક, પ્રાઇવેટ, પાર્ટનરશીપ.

રોડ શોનો પ્રારંભ 
આસ્તિક સ્કૂલથી નીલગીરી સર્કલ સુધી વડાપ્રધાનશ્રીના ભવ્ય રોડ શોની શરુઆત થઇ હતી. હજારો સુરતવાસીઓ રોડની બંને તરફ હાથમાં બેનર અને પોસ્ટર લઇને વડાપ્રધાનશ્રીને નિહાળવા જોડાયા હતા. લોકોની ભારે ભીડ રોડ શોમાં જોવા મળી.  

વડાપ્રધાનને નજીકથી નિહાળવા લોકોમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો. વિવિધ વેશભૂષામાં કેટલાક લોકો રોડ શોમાં જોડાયા હતા
સુરત એરપોર્ટ પર વડાપ્રધાનશ્રીનું સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સ્વાગત કર્યું હતું. 
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં 3400 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. તેઓએ ડ્રીમ સીટી ફેઝ-1નું લોકર્પણ તથા ફેઝ-2નું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. ઉપરાંત 9.53 કરોડના ખર્ચે બનેલ ડ્રીમ સિટીના ભવ્ય ગેટનું લોકાર્પણ કર્યું હતું અને જૈવવિવિધતા પાર્કનો શિલાન્યાસ પણ કર્યો હતો. 
Advertisement

Advertisement

Tags :
Advertisement

.

×