નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બે ભેગા થયા એટલે ગતિ જબરદસ્ત થવાની છે : PM MODI
લોકલાડીલા નેતા અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદી (Narendra Modi) આજથી 3 દિવસીય ગુજરાત (Gujarat) મુલાકાતે છે. રવિવારે બપોરે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે, જ્યાં તેમનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં વિમાન પણ બનશેવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતના તમારા આ à
લોકલાડીલા નેતા અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદી (Narendra Modi) આજથી 3 દિવસીય ગુજરાત (Gujarat) મુલાકાતે છે. રવિવારે બપોરે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે, જ્યાં તેમનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સ્વાગત કર્યું હતું.
ગુજરાતમાં વિમાન પણ બનશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતના તમારા આ દિકરાએ 18 હજાર ગામોને વીજળી વાળા કરી દીધા. સુઝલામ સુફલામ કેનાલ માટે લોકોએ જે જમીન જોઇતી હતી તે મને આપી હતી. જે પાણી દરીયામાં ઠલવાતું હતું તે પાણી ઉત્તર ગુજરાતને અપાતા ખેડૂતો 3 પાક લઇ શકે છે. મારા શબ્દો લખી રાખજો કે જે ગુજરાતમાં સાયકલ બનતી ન હતી ત્યાં ગાડી બની, મેટ્રો કોચ બન્યા અને તે દિવસો દુર નથી કે ગુજરાતમાં વિમાન પણ બનશે. ભારતનું મોટું કામ મા બેચરાજીના ચરણમાં થનારું છે.
નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બે ભેગા થયા એટલે ગતિ જબરદસ્ત થવાની છે
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે વેસ્ટર્ન ફ્રેટ કોરીડોરમાં તેજીથી કામ ચાલી રહ્યું છે. નવા રોજગારની તકો ઉભી થવાની છે. ડબલ એન્જિન સરકાર નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બે ભેગા થયા એટલે ગતિ જબરદસ્ત થવાની છે. રેલવે લાઇન ચાલું થશે એટલે નજારો બદલાઇ જશે. વિકાસ કરવો હશે તો શિક્ષણ કૌશલ આરોગ્ય વગર બધું અધુરું છે તેથી ગુજરાતમાં આની પર વિશેષ ધ્યાન આપ્યું છે. આધુનિક સુવિધા ડબલ એન્જિનની સરકાર કરશે. સસ્તી દવાઓ જન ઔષધી કેન્દ્રમાંથી લો.
વિકાસનો પ્રકાશ પણ ઘેર ઘેર પહોંચે તેના માટે મને તમારા આશિર્વાદ જોઇએ
તેમણે કહ્મું કે જેમ કાશી અવિનાશી છે તેમ વડનગર છે જેનો ક્યારેય અંત થયો નથી. સુર્યમંદિરની સાથે બહુચરાજી, રાણકીવાવ, તારંગા હિલ, વડનગરના તોરણ, જોતા જોતા ટુરિસ્ટ થાકી જશે અને તેને આપણે આગળ વધારવું છે. પાવાગઢમાં 500 વર્ષ પછી ધજા ચઢાવી. તીર્થક્ષેત્રો પર ભવ્ય કામ થયું છે તેથી ટુરિસ્ટ આવી રહ્યા છે. ટુરિસ્ટ આવે તો બધાનું ભલું થાય. સુર્ય કોઇ ભેદભાવ કરતો નથી તેમ વિકાસનો પ્રકાશ પણ ઘેર ઘેર પહોંચે તેના માટે મને તમારા આશિર્વાદ જોઇએ. ખોબલે ખોબલે આશિર્વાદ આપજો.
મોઢેરા વિશ્વના નકશામાં સ્થાન મેળવશે
વડાપ્રધાનશ્રીએ સભાને સંબોધન કરતાં કહ્યું કે મોઢેરા પર્યાવરણવાદીઓ માટે દુનિયાના નકશામાં પોતાની જગ્યા બનાવશે. ગુજરાતનું આ તો સામર્થ્ય છે જે આજે મોઢેરામાં જોવા મળે છે. મોઢેરાના સુર્ય મંદિરને ધ્વસ્ત કરવા આક્રાતાંઓએ શું કર્યું હતું. મોઢેરા પર અગણિત અત્યાચાર થયા હતા. આજે પૌરાણિકતા સાથે આધુનિક્તાનું વિશ્વ માટે ઉદાહરણ બન્યું છે. ભવિષ્યમાં જ્યારે સૌર ઉર્જાની વાત થશે એટલે મોઢેરા પહેલું નામ દેખાશે. કારણ અહી બધું જ સૌર ઉર્જાથી ચાલી રહ્યું છે.
વીજળી વપરાશના અહીં પૈસા મળે છે
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે વીજળી મફત નહીં પણ વપરાશના અહીં પૈસા મળે છે. જરુરી વીજળી ઉપયોગ કરો અને વધારાની વિજળી સરકારને વેચી દો. વીજ બિલથી છુટકારો મળશે અને વીજળી વેચીને કમાણી પણ કરીશું. બે હાથમાં લાડુ છે અને સમાજ પર કોઇ બોજ હોતો નથી. આપણે મહેનત કરવા સર્જાયા છીએ. તમે જે મારું ઘડતર કર્યું છે. મહેનત કરવામાં કોઇ દિવસ પાછીપાની કરતા નથી
લોકો સોલર પેનલ લગાવે તેવા પ્રયાસ
પહેલા સરકાર વીજળી પેદા કરતી હતી અને જનતા ખરીદતી હતી પણ હું એ રસ્તે જવા પ્રતિબદ્ધ છું કે કેન્દ્ર સરકાર લગાતાર પ્રયાસ કરે છે કે લોકો સોલર પેનલ લગાવે, ખેડૂતો ખેતરમાં વીજળી પેદા કરે. પહેલા હોર્સ પાવર માટે આંદોલન કરવા પડતા હતા. હવે ખેતરના છેડે સોલાર પેનલ લગાવીએ તો ખેતરને પાણી મળે અને વધારાની વીજળી સરકાર ખરીદી જાય. સરકાર સોલર પેનલ લગાવવા આર્થિક મદદ કરે છે. દેશભરમાં ખેડૂતોની જરુર મુજબ સૌર ઉર્જાથી ચાલતા પંપ બનાવીએ તે માટે કામ કરીએ છીએ.
આપણા મેહાણા જીલ્લાના પહેલા કેવા હાલ હતા. વીજળી ક્યારે જાય છે તે નહીં પણ વીજળી આવી કે નહીં તેના સમાચાર આવતા હતા. પાણી માટે 3 કિમી માથે માટલા લઇને જવું પડતું હતું. આજે 20 વર્ષના દિકરી દિકરાને આ મુસીબતોની ખબર નહીં હોય. અનેક સમસ્યા હતી. વીજળીના અભાવમાં ભણવાનું મુશ્કેલ હતું.
પીએમ દેલવાડા પહોંચ્યા
પીએમ મોદી દેલવાડા ખાતે યોજાયેલી જાહેરસભાના સ્થળે પહોંચી ચુક્યા છે.
પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ તેઓ મહેસાણા જવા રવાના થઇ ગયા છે
મહેસાણામાં વિકાસકાર્યોની ભેટ આપશે
અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા જ મોઢેરા ના કાર્યક્રમમાં ભાગ લેવા જશે. ત્યાં પીએમ મોદી પોતાના કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શન કરશે, સાથે જ અહીં મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરશે.આ સાથે જ વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદીરની પણ પીએમ મોદી મુલાકાત લેશે. સાથે જ અહીં વડાપ્રધાન વિવિધ વિકાસ કાર્યક્રમોની ભેટ આપશે અને જાહેર સભાને પણ વડાપ્રધાન સંબોધન કરશે. રવિવારે રાત્રી રોકાણ ગાંધીનગર રાજ ભવન ખાતે કરશે.
Advertisement