Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીના ભાઈ થયા ભાવુક, કહ્યું- દેશ માટે બહુ મહેનત કરો છે, થોડો આરામ પણ કરવાનું રાખો

ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે PM મોદીથી લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઘણા દિગ્ગજો પણ મતદાન કરવાને પોતાની જવાબદારી સમજી મતદાન મથકે પહોંચ્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ત્યારે તેઓ મીડિયા સમક્ષ વડાપ્રધાન અંગે ચિંતા à
pm મોદીના ભાઈ થયા ભાવુક  કહ્યું  દેશ માટે બહુ મહેનત કરો છે  થોડો આરામ પણ કરવાનું રાખો
ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે PM મોદીથી લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઘણા દિગ્ગજો પણ મતદાન કરવાને પોતાની જવાબદારી સમજી મતદાન મથકે પહોંચ્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ત્યારે તેઓ મીડિયા સમક્ષ વડાપ્રધાન અંગે ચિંતા વ્યક્ત કરતા રડી પડ્યા હતા. 
Advertisement

PM મોદીએ કર્યું મતદાન
ગુજરાતમાં બીજા તબક્કાના મતદાનની વચ્ચે PM નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈએ ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીતની આશા વ્યક્ત કરી છે. PM મોદીને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા સોમાભાઈ ભાવુક થઈ ગયા હતા અને નાના ભાઈને થોડો આરામ કરવાની સલાહ પણ તેમણે આપી હતી. તેમણે કહ્યું કે, 2014 પછી કેન્દ્ર સરકારે જે પ્રકારનું કામ કર્યું છે, જનતા તેને અવગણી શકે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કામાં મતદાન કર્યું. PM મોદીએ અમદાવાદની રાણીપ સ્થિત નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કર્યું. રિપોર્ટ અનુસાર વડાપ્રધાન મોદીએ સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઉભા રહીને પોતાનો વોટ આપ્યો છે. વોટ આપતા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ગુજરાત અને દેશની જનતાને અલગ-અલગ જગ્યાઓ પર યોજાનારી પેટાચૂંટણીમાં વોટ કરવાની અપીલ કરી છે. 

Advertisement


ભાવુક થયા PM મોદીના મોટાભાઈ 

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, PM મોદી વિશે ચર્ચા કરતી વખતે સોમાભાઈ મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, "લોકો જે કામ થયા છે તેને અવગણી શકશે નહીં, ખાસ કરીને 2014 પછી કેન્દ્રએ જે કર્યું હતું."  મેં તેમને (વડાપ્રધાન મોદી) કહ્યું કે તેઓ દેશ માટે ઘણું કામ કરે છે. તેમણે થોડો આરામ પણ લેવો જોઈએ. આ વાતો કહેતી વખતે સોમાભાઈ મોદી ભાવુક થઇ ગયા હતા અને આંખોમાં આંસુ આવી ગયા હતા. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી પણ આજે સવારે મોટા ભાઈ સોમાભાઈ મોદીને મળવા પહોંચ્યા હતા. સોમાભાઈએ પણ આજે અમદાવાદના રાણીપમાં નિશાન પબ્લિક સ્કૂલમાં એ જ બૂથ પર મતદાન કર્યું હતું જ્યાં PM મોદીએ મતદાન કર્યું હતું. વડાપ્રધાન ગઈકાલે સાંજે તેમની માતાને મળ્યા હતા. જ્યા તેમણે તેમના આશિર્વાદ લીધા હતા. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.