Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીનગરમાં PM MODIએ કર્યું ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજથી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે  છે.  જેમાં તેઓ અંદાજે રૂ. 15 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. બે દિવસીય પ્રવાસમાં તેઓ ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, નર્મદા અને વ્યારા ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાનશ્રીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. એક્સપોમાં યુવા સાàª
ગાંધીનગરમાં pm modiએ કર્યું ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજથી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે  છે.  જેમાં તેઓ અંદાજે રૂ. 15 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. બે દિવસીય પ્રવાસમાં તેઓ ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, નર્મદા અને વ્યારા ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાનશ્રીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. 
એક્સપોમાં યુવા સાહસ, યુવા સમર્થ અને વિશ્વ માટે ઉમ્મીદ 
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું કે આ એક્સપોમાં યુવા સાહસ, યુવા સમર્થ અને વિશ્વ માટે ઉમ્મીદ પણ છે. તેમણે કહ્યું કે આ એક્સપોમાં માત્ર ભારતીય કંપનીઓ ભાગ લઈ રહી છે અને  દુનિયા સામે આપણે આપણા સામર્થ્યનો પરિચય આપીએ છીએ. એક્સપોમાં 100 થી વધુ સ્ટાર્ટ અપ છે અને 450 થી વધુ mou સાઇન થવાના છે

શું કહ્યું રક્ષામંત્રીએ 
કાર્યક્રમની શરુઆતમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે ગુજરાતીમાં કહ્યું કે હું આપણું હાર્દિક સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે આ એક્સપોની થીમ પાથ ટુ પ્રાઇડ રાખી છે જે સંકલ્પને મજબૂત કરે છે. આ એક્સપો આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહેલા ભારતનું પ્રતીક છે. એમએસએમઇને ખાસ ઇન્સેટીવ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે ડિફેન્સ પ્રોડક્શનમાં જો દુનિયામાં પ્રથમ આવવું હોય તો નવી નવી ટેકનોલોજી પર રીસર્ચ કરવું પડશે. 2 દિવસમાં 10 દેશના રક્ષા મંત્રીઓ સાથે બેઠક પણ કરવામાં આવી છે. 
વડાપ્રધાન પહોંચ્યા મહાત્મા મંદિરમાં 
બુધવારે સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યાંથી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાનશ્રી મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. 
Advertisement




Advertisement
Tags :
Advertisement

.