Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શારિરીક રીતે અસક્ષમ 96 વર્ષના માધાપરના દેવબાઇ મતદાન કરીને અન્યો માટે પ્રેરક ઉદાહરણ બન્યા

ચૂંટણીના પ્રથમ (Gujarat Election)તબક્કામાં  આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાનની શરૂઆત થઈ છે.  1 ડિસેમ્બરને ગુરૂવારે  સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે.  ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે . જેના માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે   6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ àª
શારિરીક રીતે અસક્ષમ 96 વર્ષના માધાપરના દેવબાઇ મતદાન કરીને અન્યો માટે પ્રેરક ઉદાહરણ બન્યા
ચૂંટણીના પ્રથમ (Gujarat Election)તબક્કામાં  આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાનની શરૂઆત થઈ છે.  1 ડિસેમ્બરને ગુરૂવારે  સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે.  ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કામાં 39 રાજકીય પક્ષો વચ્ચે જંગ છે . જેના માટે 2 કરોડ 39 લાખથી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે   6 લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે  પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો રહેશે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થશે ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં  પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા  કરવામાં આવી છે.  મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તૈનાત રહેશે  મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત રહેશે. ત્યારે બહોળી સંખ્યામાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચે ગુજરાતની જનતાને અપીલ કરી છે.
96 વર્ષના દેવબાઇ માધાપરીયાએ મતદાન કર્યું 
કચ્છમાં શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં શારિરીક રીતે અસક્ષમ માધાપરના 96 વર્ષના દેવબાઇ માધાપરીયાએ મતદાન કરીને અન્ય મતદારો માટે પ્રેરક ઉદાહરણ બન્યા હતા.વરીષ્ઠ નાગરીક દેવબાઇએ જણાવ્યું હતું કે, પ્રથમ ચૂંટણીથી હંમેશા મતદાન કરતી આવી છું. કોઇપણ કારણસર આજદિન સુધી મતદાન કરવાનું ચુકી નથી. ઉંમરના કારણે હાલ ચાલી નથી શકાતું આમછતાં પરીવારની મદદથી વ્હીલચેર પર આવીને પણ મારી ફરજ અદા કરી છે. ત્યારે સૌ યુવા મતદારો પણ પોતાનો મત આપીને સક્રીય ભાગીદારી નોંધાવે તેવી અપીલ કરૂ છું.

ભુજ મંદિરના સંતો કોઠારી સ્વામીનારાયણના  સંતોએ મતદાન  કર્યું 
આજરોજ ભુજ મંદિરના સંતો કોઠારી સ્વામીશ્રી દેવપ્રકાસ સ્વામી સાથે ઠાકોરજી ને લઈ મતદાન કરવા પહોંચ્યા હતા. સાથે 101 વર્ષના સંત શ્રી સનાતનદાસજી એ મતદાન ની પવિત્ર ફરજ નિભાવી હતી, આ વડીલ સંતશ્રી એ પોતાના દીક્ષા જીવન દરમિયાન એમણે દેશ ની ગુલામી તેમજ આઝાદી પણ જોઈ છે તેવું મંદિર ના સંત શ્રી. સદગુણદાસજી એ જણાવ્યું હતું.
પ્રથમ તબક્કાની ચૂંટણીની મતદાન પ્રક્રિયામાં એક લાખ કરતાં વધુ કર્મચારીઓ જોડાશે.
27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ
78,985 પોલીંગ સ્ટાફ
કુલ મતદાન મથકો  25,430 રહેશે જે પૈકી 89 મોડલ મતદાન મથકો
9,014 શહેરી વિસ્તારોમાં
16,416 ગ્રામ્ય મતદાન મથકો
વિશિષ્ટ મતદાન મથકો પૈકી 89 મોડલ મતદાન મથકો
89 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો,
89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો,
611 સખી મતદાન મથકો,
18 યુવા સંચાલિત મતદાન મથકો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.