જવાનનોની મદદથી વૃદ્ધો અને દિવ્યાંગો, નવજાત બાળક સાથે માતા, તો અંધજન મતદારોએ કર્યું મતદાન, જુઓ તસવીરો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો ત્યારે મતદાન દરમિયાનની આ તસવીરો ખુબ ચર્ચામાં રહી.પહેલા તબક્કાના મતદાન સમયે ગુજરાતના યુવા મતદાતા, દિવ્યાંગ મતદાતા અને વૃદ્ધ મતદાતાઓએ ઉત્સાહ સાથે લોકશાહીના આ પર્વમાં ભાગ લીધો હતો.નવજાત બાળકો સાથે મહિલાઓ મતદાન કરવા આવી હતી. શ્à
04:27 PM Dec 01, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો ત્યારે મતદાન દરમિયાનની આ તસવીરો ખુબ ચર્ચામાં રહી.
પહેલા તબક્કાના મતદાન સમયે ગુજરાતના યુવા મતદાતા, દિવ્યાંગ મતદાતા અને વૃદ્ધ મતદાતાઓએ ઉત્સાહ સાથે લોકશાહીના આ પર્વમાં ભાગ લીધો હતો.
નવજાત બાળકો સાથે મહિલાઓ મતદાન કરવા આવી હતી. શ્રેયાબેન વ્યાસ નામના એક મહિલા તેમના 1 દિવસના નવજાત બાળક સાથે મતદાન કરવા આવ્યા હતા તો અન્ય એક મહિલા પણ પોતાના નવજાત બાળક સાથે મતદાન કરવા આવ્યા હતા અને લોકોને મતદાન માટેની અપીલ પણ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન મથક પર પ્રજ્ઞાચક્ષુ મતદારોએ ગર્વભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોને વહીવટી તંત્ર દ્વારા પ્રશંસા પત્ર આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. બીજી તરફ 104 વર્ષના રામજીભાઈએ મતદાન કર્યું હતું તો કમુબહેન પટેલ નામના શતાયું મતદારે પણ ગર્વભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને જવાનોએ મતકુટીર સુધી પહોંચાડવા મદદ કરી હતી.
વ્હીલ ચેર ઘણાં વયવૃદ્ધ દિવ્યાંગ મતદારો પણ મતદાન કરવા ઉમટ્યા હતા. તેમના આ ઉત્સાહની સોશિયલ મીડિયા પર લોકો પ્રશંસા કરી રહ્યાં છે.
ગીરસોમનાથના બાણેજમાં આવેલા એક માત્ર મતદાર ધરાવતા મતદાન મથકમાં મહંત હરિદાસજીએ મતદાન કર્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં માધુપુર જાંબુરમાં સિદ્દી સમુદાયના લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article