આણંદમાં વડાપ્રધાનશ્રીની એક ઝલક મેળવવા લોકો ઉમટ્યા, જુઓ તસવીરો
આમોદ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વિદ્યાનગર આણંદ (Anand) ખાતે પહોંચ્યા હતા. અહીં ભાજપ (BJP) કાર્યકર સંમેલનમાં હાજર રહ્યાં હતા. જનવિશ્વાસ સંમેલનમાં તેમણે હાજર જનમેદની સાથે ગુજરાતની 20 વર્ષની વર્ષની વિકાસયાત્રાની વાત કરી હતી. સાથે જ કોંગ્રેસ પર પણ આકરી પ્રહારો કર્યા હતા.આણંદમાં વડાપ્રધાનશ્રી મોદીના સ્વાગત માટે આ ધરતીના નેતા, વૈશ્વિક નેતા, ગુજરાતના પનોતાપુત્ર, યશશ્વી વડાપ્રધા
આમોદ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વિદ્યાનગર આણંદ (Anand) ખાતે પહોંચ્યા હતા. અહીં ભાજપ (BJP) કાર્યકર સંમેલનમાં હાજર રહ્યાં હતા. જનવિશ્વાસ સંમેલનમાં તેમણે હાજર જનમેદની સાથે ગુજરાતની 20 વર્ષની વર્ષની વિકાસયાત્રાની વાત કરી હતી. સાથે જ કોંગ્રેસ પર પણ આકરી પ્રહારો કર્યા હતા.
Advertisement
આણંદમાં વડાપ્રધાનશ્રી મોદીના સ્વાગત માટે આ ધરતીના નેતા, વૈશ્વિક નેતા, ગુજરાતના પનોતાપુત્ર, યશશ્વી વડાપ્રધાન જેવા બેનરો લાગ્યા હતા.
વડાપ્રધાનશ્રી મોદી જે રૂટ પરથી નિકળવાના હતા ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. માર્ગ પરની તમામ ઈમારતોમાં લોકો ગોઠવાય ગયા હતા.
વડાપ્રધાનશ્રીની એક ઝલક મેળવવા રૂટ પર આવતી સોસાયટીઓમાં રહેતા લોકો અને ગૃહિણીઓમાં નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
વડાપ્રધાનશ્રીના કાફલામાંથી એક ઝલક તેમની એક ઝલક મેળવવા બાળકો, યુવાનો, વૃ્દ્ધો રૂટની બંન્ને સાઈડ જોવા મળ્યા હતા અને મોદી.. મોદી... નારા લગાવી રહ્યાં હતા.
વડાપ્રધાનશ્રીને જોવા માટે એપાર્ટમેન્ટની ગેલેરી અને બારીઓમાં લોકો ગોઠવાય ગયા હતા અને પોતાના મોબાઈલમાં વડાપ્રધાનને ક્લિક કરવાનો પ્રયાસ કરતા દેખાયા હતા તો અમુક લોકોએ વિડીયો કોલથી PMનો કાર્યક્રમ સ્નેહી મિત્રોને બતાવ્યો હતો.
કોઈ હાથ ઉંચો કરીને વડાપ્રધાનનું અભિવાદન જીલી રહ્યાં છે અને સાથે સાથે પોતાના મોબાઈલમાં વડાપ્રધાન સાથેની સ્મૃતિઓ જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
મોદી... મોદી... વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે આ એક શબ્દ સતત લોકોના મુખેથી નિકળ્યો હતો અને પોતાના વડાપ્રધાનશ્રીને જોવા માટે ગૃહિણીઓમાં પણ ઉત્સાહ હતો.
જનવિશ્વાસ સંમેલનમાં ઉપસ્થિત દોઢ લાખ જેટલી જનમેદનીને વડાપ્રધાનશ્રીએ વંદન કર્યાં હતા. લાખોની મેદનીએ પોતાના વડાપ્રધાનશ્રીને સાંભળ્યા હતા.
Advertisement