ગુજરાતની 182માંથી 70 બેઠકો પર પાટીદાર વોટબેંક મહત્વની, ભાજપને પાટીદાર વોટબેંકનો મળી શકે છે મોટો ફાયદો
ગુજરાતમાં સત્તા માટે પાટીદાર વોટબેંકનું સમર્થન ખુબજ મહત્વપૂર્ણ છે. રાજ્યની કુલ વસ્તીમાં 18 ટકા હિસ્સો ધરાવતો આ સમુદાય વિધાનસભાની 182 બેઠકોમાંથી લગભગ 70 બેઠકો પર નિર્ણાયક સાબીત થાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં કુલ 52 બેઠકોના મતદારોમાં તેમનો હિસ્સો 20 ટકા જેટલો છે. 2017માં આ સમુદાયમાંથી કુલ 44 ધારાસભ્યો ચૂંટાયા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં સત્તાની ચાવી પાટીદાર સમાજ
ગુજરાતમાં સત્તા માટે પાટીદાર વોટબેંકનું સમર્થન ખુબજ મહત્વપૂર્ણ છે. રાજ્યની કુલ વસ્તીમાં 18 ટકા હિસ્સો ધરાવતો આ સમુદાય વિધાનસભાની 182 બેઠકોમાંથી લગભગ 70 બેઠકો પર નિર્ણાયક સાબીત થાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં કુલ 52 બેઠકોના મતદારોમાં તેમનો હિસ્સો 20 ટકા જેટલો છે. 2017માં આ સમુદાયમાંથી કુલ 44 ધારાસભ્યો ચૂંટાયા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં સત્તાની ચાવી પાટીદાર સમાજના હાથમાં છે.
2017ની ચૂંટણીમાં થઇ હતી પાટીદાર આંદોલનની અસર
2017માં ભાજપ પાટીદાર સમાજની નારાજગીને કારણે ખૂબ જ ઓછા માર્જિનથી ચૂંટણી જીતી શક્યુ હતું. પરંપરાગત રીતે ભાજપને સમર્થન આપતો પાટીદાર સમાજ ગત ચૂંટણીમાં હાર્દિક પટેલની આગેવાની હેઠળના આંદોલનથી પ્રભાવિત જોવા મળ્યો હતો , જેના પરિણામે સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ 54 બેઠકોમાંથી ભાજપ માત્ર 23 બેઠકો જીતી શક્યો હતો.
હાર્દિક પટેલ વિરમગામથી ભાજપના ઉમેદવાર
પાટીદાર આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલ આ ચૂંટણીમાં ભાજપમાં છે અને વિરમગામથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. પાટીદાર મતદારોને સાથે લેવા માટે ભાજપે આ વખતે 41 પાટીદાર નેતાઓને ટિકિટ આપી છે. ભાજપે સમુદાયને ખુશ કરવા માટે મુખ્યમંત્રી પણ બદલ્યા છે. વિશ્લેષકો માને છે કે પાટીદાર મતદારો 2017ની નારાજગી ભૂલી ગયા છે અને ભાજપને મોટાભાગની બેઠકો પર ફાયદો થશે.
બે મોટી પાટીદાર સંસ્થાઓનું ભાજપને સમર્થન
બે સૌથી મોટી પાટીદાર સંસ્થાઓ - કડવા પાટીદારોના સિદસર ઉમિયા ધામ અને લેઉવા પટેલોના ખોડલધામે ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપ્યું છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાલા દક્ષિણ રાજકોટથી ભાજપના ઉમેદવાર છે. બીજી તરફ ઉમિયાધામના ટ્રસ્ટના પ્રમુખ જયરામ પટેલનું કહેવું છે કે પાટીદારો હંમેશા ભાજપને જ વોટ આપતા આવ્યા છે.
શા માટે પાટીદારોનો ઝુકાવ ભાજપ તરફ ?
પાટીદાર સમાજ શા માટે આ વખતે ભાજપના મજબૂત સમર્થનમાં છે તેના કારણો પર નજર કરીએ તો આ માટે ત્રણ કારણો છે- પ્રથમ કારણ તો એ છે કે ભાજપ સિવાયના અન્ય પક્ષો બિન-પાટીદાર સમુદાયોનું ધ્રુવીકરણ ઈચ્છી રહ્યા હોય તેવી છબી ઉભી થયેલી છે. બીજું પાટીદાર સમાજ ભાજપનો જૂનો સમર્થક છે. ત્રીજું મોટું કારણ ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદ માટે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement