Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે ચૂંટણી પ્રચારમાં ગરમાવો, PM MODIનો ઝંઝાવાતી પ્રવાસ

19 નવેમ્બરે 2 દિવસ માટે ગુજરાત આવશે PM MODI19 નવેમ્બરે વાપીમાં રોડ શો અને વલસાડમાં જાહેરસભાને સંબોધશે20 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં 4 જાહેરસભાને સંબોધન કરશેકોંગ્રેસે પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નો ધમધમાટ શરુ થઇ ગયો છે અને પહેલા તબક્કાની જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં ઉમેદવારોએ પોતાના ફોર્મ પણ ભરી દીધા છે ત્યારે હવે રાજકીય પક્ષો (Political Parties) ના સ્ટાર àª
હવે ચૂંટણી પ્રચારમાં ગરમાવો  pm modiનો ઝંઝાવાતી પ્રવાસ
  • 19 નવેમ્બરે 2 દિવસ માટે ગુજરાત આવશે PM MODI
  • 19 નવેમ્બરે વાપીમાં રોડ શો અને વલસાડમાં જાહેરસભાને સંબોધશે
  • 20 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં 4 જાહેરસભાને સંબોધન કરશે
  • કોંગ્રેસે પણ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નો ધમધમાટ શરુ થઇ ગયો છે અને પહેલા તબક્કાની જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં ઉમેદવારોએ પોતાના ફોર્મ પણ ભરી દીધા છે ત્યારે હવે રાજકીય પક્ષો (Political Parties) ના સ્ટાર કેમ્પેનર (Star Campaigner) ની પણ ગુજરાત યાત્રા નક્કી થઇ ગઇ છે. ભાજપ (BJP) ના સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આગામી 19 તારીખથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરુ થઇ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસે (Congress) પણ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. 
ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકો હવે મેદાનમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે અને હવે ચૂંટણી પ્રચાર પણ શરુ થઇ ગયો છે. ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદાતાઓને રુબરુ મળીને પ્રચાર કરી રહ્યા છે. હવે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં આવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની ગુજરાતની મુલાકાતને અંતિમ ઓપ અપાઇ ગયો છે અને તેઓ ક્યા સ્થળે જનસભાને સંબોધન કરશે તેનો કાર્યક્રમ ઘડાઇ રહ્યો છે.
પીએમ મોદીનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ 
પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી છે. તેઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતનો ઝંઝાવાત પ્રવાસ કરીને વિવિધ સ્થળે સભા સંબોધશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 19 અને 20 નવેમ્બરે ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચાર શરુ કરશે. પીએમ મોદી 19 નવેમ્બરે વાપીમાં રોડ શો કરીને વલસાડમાં જાહેરસભાને સંબોધન કરશે. ત્યારબાદ તેઓ 20 નવેમ્બરે ચાર જાહેરસભાને સંબોધન કરશે. પહેલા તબક્કાનું જ્યાં મતદાન થવાનું છે તેવા સૌરાષ્ટ્રની ચાર બેઠકો વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પીએમ મોદી જાહેરસભાને સંબોધન કરશે. 
કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
બીજી તરફ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે જેમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, દિગ્વિજયસિંહ, ભૂપેન્દરસિંહ હુડ્ડા, અશોક ચવ્હાણ, સચીન પાયલોટ સહિત દેશના અને ગુજરાતના મળીને 40 નેતાઓનો સમાવેશ કરાયો છે. આ તમામ નેતાઓ વિવિધ સ્થળે સભાને સંબોધન કરશે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.