'બાલા સાહેબ ઠાકરેની જેમ કિંગ નહીં, કિંગ મેકર બનતા નરેશ પટેલ '
રાજકારણમાં જોડાવા અંગે પાટીદાર અગ્રણી નરેશ પટેલે હાલ પુરતો ઇન્કાર કર્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થયા છે, જેમાં લખાયું છે કે 'બાલા સાહેબ ઠાકરેની જેમ કિંગ નહીં, કિંગ મેકર બનતા નરેશ પટેલ' રાજકારણમાં નહીં જોડાવાના નરેશ પટેલના નિર્ણયને સોશિયલ મીડિયામાં આવકાર મળ્યો છે. તેમની સરખામણી મહારાષ્ટ્રના શિવસેનાના દિગ્ગજ નેતા બાલા સાહેબ ઠાકરે સાથે કરાઇ છે.સોશિયલ મીડિયામાં આ અંગેàª
રાજકારણમાં જોડાવા અંગે પાટીદાર અગ્રણી નરેશ પટેલે હાલ પુરતો ઇન્કાર કર્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થયા છે, જેમાં લખાયું છે કે 'બાલા સાહેબ ઠાકરેની જેમ કિંગ નહીં, કિંગ મેકર બનતા નરેશ પટેલ'
રાજકારણમાં નહીં જોડાવાના નરેશ પટેલના નિર્ણયને સોશિયલ મીડિયામાં આવકાર મળ્યો છે. તેમની સરખામણી મહારાષ્ટ્રના શિવસેનાના દિગ્ગજ નેતા બાલા સાહેબ ઠાકરે સાથે કરાઇ છે.સોશિયલ મીડિયામાં આ અંગેના પોસ્ટર પણ વાયરલ થયા છે.
વાયરલ થયેલા પોસ્ટરમાં જણાવાયું છે કે 'બાલા સાહેબ ઠાકરેની જેમ કિંગ નહીં, કિંગ મેકર બનતા નરેશ પટેલ.. આ સુંદર નિર્ણયને નતમસ્તક..'અન્ય પોસ્ટરમાં બાલા સાહેબની તસવીર સાથે નરેશ પટેલની તસવીરનો ઉપયોગ કરાયો છે અને લખાયું છે કે 'ગુજરાતની રાજનીતિમાં બાલા સાહેબ ઠાકરે સમાન નરેશભાઇ પટેલના નિર્ણયને અમે આવકારીએ છીએ....'
બીજા એક પોસ્ટરમાં લખાયું છે કે 'મહારાષ્ટ્રની રાજનીતિમાં બાલ ઠાકરે અને ગુજરાતની રાજનીતિમાં નરેશ પટેલ...સુંદર નિર્ણય લેવા માટે અભિનંદન'
બીજી તરફ નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની ના બાદ ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ પણ નિવેદન આપ્યું કે નરેશભાઇએ રાજકારણમાં 'ના' જોડાઇને ગુજરાતના બાલા સાહેબ હોય તેવું સાબિત કરી બતાવ્યું છે....
નરેશ પટેલે રાજકારણમાં જોડાવાનો ઇન્કાર કર્યા બાદ સોશિયલ મીડિયામાં આ મુદ્દો ટ્રેન્ડિગ બન્યો હતો.
Advertisement