Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોટાદથી ટિકિટ નહી મળતા કોંગ્રેસના આ આગેવાને કર્યું ટ્વીટ, કોગ્રેસના શિર્ષ નેતૃત્વને કર્યાં ટેગ

ગુજરાત કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. કૉંગ્રેસ તરફથી 9 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દ્વારકા બેઠક પરથી મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસની આ યાદી જાહેર થતાની સાથે જ બોટાદ કોંગ્રેસના નેતાએ ટ્વીટ કર્યું છે.મનહર પટેલનું ટ્વીટગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે ટ્વીટ કરી જણાવ્યું કે, 107-બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હુ સાચ
બોટાદથી ટિકિટ નહી મળતા કોંગ્રેસના આ આગેવાને કર્યું ટ્વીટ  કોગ્રેસના શિર્ષ નેતૃત્વને કર્યાં ટેગ
ગુજરાત કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. કૉંગ્રેસ તરફથી 9 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દ્વારકા બેઠક પરથી મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસની આ યાદી જાહેર થતાની સાથે જ બોટાદ કોંગ્રેસના નેતાએ ટ્વીટ કર્યું છે.
મનહર પટેલનું ટ્વીટ
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે ટ્વીટ કરી જણાવ્યું કે, 107-બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હુ સાચો ઉમેદવાર છુ, કોંગ્રેસ પક્ષ મારા નામ પર ફેર વિચારણા કરે..મારા જેવા પક્ષને સમપિઁત આગેવાન સાથે પક્ષનો નિણઁય સ્વીકાયઁ નથી,મારી સાથે 2017નુ પુનરાવતઁન થયુ... જે પક્ષના વિશાળ હિતમા નથી.
પાર્ટીના શિર્ષ નેતૃત્વને કર્યા ટેગ
મનહર પટેલે તેના આ ટ્વીટની સાથે કોંગ્રેસના શિર્ષ નેતૃત્વને પણ ટેગ કર્યું હતું. તેમણે કોંગ્રેસના રામકિશન ઓઝા, રઘુ શર્મા, અશોક ગહેલોત અને રાહુલ ગાંધીને ટેગ કર્યાં હતા. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે આ નિર્ણય પક્ષના વિશાળ હિતમાં નથી.
Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.