15 વર્ષ પહેલા સ્વ. અશોક ભટ્ટજીના, આજે તેમના પુત્રના પ્રચાર માટે આવ્યો છું: નીતિન ગડકરી
જમાલપુર ખાડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર છે ભૂષણ ભટ્ટચમનપુરા, બેહરામપુરા, ખાતે જાહેર સભાભાજપને જીતાડવા મતદાન કરવા અપીલ કરીગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો (Gujarat Elections 2022) માહૌલ જામેલો છે રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 1લી તારીખે થવાનું છે અને 1લી તારીખ માટેન પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યા છે. જ્યારે બીજા તબક્કાનું 5મી તારીખે જે મતદાન થવાનું છે. તેનો પ્રચાર-પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યાર
Advertisement
- જમાલપુર ખાડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર છે ભૂષણ ભટ્ટ
- ચમનપુરા, બેહરામપુરા, ખાતે જાહેર સભા
- ભાજપને જીતાડવા મતદાન કરવા અપીલ કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો (Gujarat Elections 2022) માહૌલ જામેલો છે રાજ્યમાં પહેલા તબક્કાનું મતદાન 1લી તારીખે થવાનું છે અને 1લી તારીખ માટેન પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યા છે. જ્યારે બીજા તબક્કાનું 5મી તારીખે જે મતદાન થવાનું છે. તેનો પ્રચાર-પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે જમાલપુર ખાડિયા બેઠક પર ચમનપુરા, બેહરામપુરા ખાતે કેન્દ્રીયમંત્રીશ્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) જાહેરસભા સંબોધી હતી. જેમાં તેમણે ભાજપને (BJP) જીતાડવા મતદાન કરવાની અપીલ કરી હતી.
સ્વ. અશોક ભટ્ટને કર્યાં યાદ
કેન્દ્રીયમંત્રીશ્રી નીતિન ગડકરીએ પોતાના સંબોધનના ખાડિયા જમાલપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય સ્વ. અશોક ભટ્ટને (Ashok Bhatt) યાદ કર્યાં હતા. તેમણે કહ્યું કે, 15 વર્ષ પહેલાં સ્વ અશોક ભટ્ટજી ના પ્રચાર માટે અહી આવ્યો હતો. હવે એમના પુત્રના પ્રચાર માટે આવ્યો છું. અશોક ભટ્ટ પાર્ટી માટે ખપી જનારા સમાજસેવા માટે એક મિસાલ હતા.
ભાજપ સૌને સાથે લઈને ચાલે છે
તેમણે કહ્યું કે, ભાજપ (BJP) શોષિત, દલિત વર્ગની વિરોધી છે તેવો પ્રચાર કરવામાં આવે છે. જો કે ભાજપ સૌનો સાથ, સૌનો વિકાસ સાથે ચાલે છે. અમે ગરીબો સાથે કોઈ ભેદભાવ નથી કરતા. હિન્દુ, મુસ્લિમ, દલિત સૌને દરેક વસ્તુ એક જ ભાવે મળે છે.
કોંગ્રેસ પર સાધ્યું નિશાન
તેમણે કહ્યું કે, કોંગ્રેસ (Congress) કહેતી હતી કે ગરીબી દૂર કરીશું જો કે 65 વર્ષમાં કોઈની ગરીબી દૂર થઈ નથી. ગરીબી દૂર થઈ પણ કોંગ્રેસ નેતાઓની ગરીબી દૂર થઈ અને લોકોને તેઓ ગેરમાર્ગે દોરતા હતા. કોંગ્રેસના રાજમાં સરકારી હોસ્પિટલોમાં લોકો મરવા જાય તેવી સ્થિતિ હતી, કોઈ સુવિધા ન હતી. શિક્ષણની સ્થિતિ કથળેલી હતી.
ભાજપના કામો લોકો સામે મુકી મત માંગ્યા
તેમણે કહ્યું કે, આજે ભાજપ નરેન્દ્રભાઈ મોદીના (Narendra Modi) શાસનમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. અમારી સરકારમાં રૂ. 50 લાખ કરોડના રોડ બનાવામાં આવ્યા, પોર્ટ બન્યા. ઇલેક્ટ્રિક રિક્ષા થકી ભાજપ સરકારમાં 1 કરોડ લોકો પેન્ડલ રિક્ષા થી મુશ્કેલી મેળવી શક્યા. ભાજપમાં સૌનો સમાન વિકાસ થાય છે, એક વાર તમે ભૂષણ ભટ્ટજીને મોકો આપ્યો છે અને ભાજપનું કામ દેખાય છે કોઈને ડરાવાની જરૂર નથી અને દેશને ભયમુક્ત બનાવીશું. દેશમાં રામરાજ્યનું નિર્માણ કરવું ભાજપનો ઉદ્દેશ્ય છે. મતદાનની લાઈનમાં 5 મી તારીખે લાગી જાઓ અને કમળનું બટન દબાવી ભાજપ ને જીતાડો તેવી પ્રાર્થના.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.