રાજકોટમાં સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીઓએ આ રીતે લોકોને મતદાન કરવા અપીલ કરી
રાજકોટમાં (Rajkot)સમૂહ લગ્નોત્સવમાં (Group Marriage)નવ દંપતીઓએ મતદાનનો સંદેશ(Voting message) આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election)હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક ચૂંટણીમાં અલગ અલગ રીતે વધુમાં વધુ મતદાન થાય તે માટે અલગ અલગ રીતે સંદેશાઓ આપવાના પ્રયત્નો થતા હોય છે. રાજકોટમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં પણ નવદંપતિ દ્વારા મતદાનનો સંદેશો આપવામાં આવ્યો હતો. રાજકોટમાં ક્રિષ્ના યુવા ગ્રુપ દ્વàª
Advertisement
રાજકોટમાં (Rajkot)સમૂહ લગ્નોત્સવમાં (Group Marriage)નવ દંપતીઓએ મતદાનનો સંદેશ(Voting message) આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election)હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક ચૂંટણીમાં અલગ અલગ રીતે વધુમાં વધુ મતદાન થાય તે માટે અલગ અલગ રીતે સંદેશાઓ આપવાના પ્રયત્નો થતા હોય છે. રાજકોટમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં પણ નવદંપતિ દ્વારા મતદાનનો સંદેશો આપવામાં આવ્યો હતો. રાજકોટમાં ક્રિષ્ના યુવા ગ્રુપ દ્વારા 8 દંપતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં દંપતીઓ દ્વારા હા હું મતદાન કરીશ Yes I will vote નો સંદેશો લખેલા પ્લેકાર્ડ દ્વારા વધુમાં વધુ મતદાન માટેનો સંદેશો આપવામાં આવ્યો.
સમૂહ લગ્નોત્સવના આયોજક વિજય વાંકે જણાવ્યું કે જેમ કન્યાદાનનું વિશેષ મહત્વ હોય છે એમ જ મતદાનનું પણ વિશેષ મહત્વ હોય છે. આપણાં રાજ્યના આપણાં દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી દિશામાં વધુમાં વધુ મતદાન થાય તે ખૂબ જ જરૂરી છે, તેથી જ અમને આ વિચાર આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મતદાન જાગૃતિ માટે ચૂંટણી તંત્ર અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટેના આયોજનો કરવામાં આવતા હોય છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ આ વખતે ગામે ગામ અવસર રથ ફેરવીને લોકોમાં મતદાન જાગૃતિના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો આ વખતે પહેલી વાર 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે તંત્ર દ્વારા તેમના ઘરે જઈને પણ મતદાનની સુવિધા ઊભી કરવામાં આવી છે.
ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.