Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ આજે નામાંકન દાખલ કરશે

ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ આજે 12 વાગ્યે સંસદભવનમાં નામાંકન દાખલ કરશે. NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જીત ની શક્યતા વધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત NDAના મોટા નેતાઓ હાજર રહેશે.રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામાંકન માટેના નોમિનેશન પેપર
ndaના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ આજે નામાંકન દાખલ કરશે

ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ આજે 12 વાગ્યે સંસદભવનમાં નામાંકન દાખલ કરશે. NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જીત ની શક્યતા વધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત NDAના મોટા નેતાઓ હાજર રહેશે.

Advertisement

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામાંકન માટેના નોમિનેશન પેપર પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના ઘરે પ્રસ્તાવક અને સમર્થક તરીકે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દ્રૌપદી મુર્મૂના નામાંકન પત્રમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પ્રથમ પ્રસ્તાવક બન્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, મારું સૌભાગ્ય છે કે ભારતના પ્રથમ આદિવાસી સમાજ અને દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, આદરણીય શ્રીમતી દ્રૌપદી મુર્મૂ જીને પ્રથમ સમર્થક તરીકે નામાંકન પત્ર પર સહી કરવાની તક મળી. 
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ દ્રૌપદી મુર્મૂને સમર્થન જાહેર કર્યું છે. જોકે, તેઓ પોતે નોમિનેશન સમયે હાજર રહેશે નહીં. જગનના સ્થાને પાર્ટીના રાજ્યસભા સાંસદ વિજય સાંઈ રેડ્ડી અને લોકસભામાં પાર્ટીના નેતા મિધુન રેડ્ડી નામાંકન સમયે હાજર રહેશે.
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ પણ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યું છે. નવીન પટનાયક હાલ ઈટાલીના પ્રવાસે છે. તેથી, તેઓ પોતે નોમિનેશન સમયે હાજર રહેશે નહીં. પરંતુ આ દરમિયાન ઓરિસ્સા કેબિનેટના બે મંત્રીઓ હાજર રહેશે. નવીન પટનાયકે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
ઉમેદવારી નોંધાવતા પહેલા મુર્મુએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. જેપી નડ્ડા ચૂંટણી પ્રક્રિયાને લઈને પાર્ટીના નેતાઓને મળ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુર્મુ માટે સમર્થન મેળવવા માટે તે દેશનો પ્રવાસ કરશે.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 29 જૂન છે. દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ થવાની છે. મતગણતરી 21 જુલાઈના રોજ થશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો મુખ્ય મુકાબલો વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા સામે છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 29 જૂન છે. દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ થવાની છે. મતગણતરી 21 જુલાઈના રોજ થશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો મુખ્ય મુકાબલો વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા સામે છે.
NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને તાજેતરમાં Z+ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. કેન્દ્ર સરકારે તેમને CRPF જવાનો દ્વારા Z પ્લસ સુરક્ષા કવચ આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આઈબીના થ્રેટ પરસેપ્શન રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે મુર્મુને સુરક્ષા આપી છે.
Tags :
Advertisement

.