Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નરેશભાઈ એટલા ભણેલા નથી એટલે એમના આસપાસના વિસ્તારના લોકો એમને મોગલી કહે છે : અનંત પટેલ

નવસારી નરેશ પટેલના નિવેદન પર અનંત પટેલની પ્રતિક્રિયા નરેશ ભાઈ એટલા ભણેલા નથી એટલે એમના આસપાસના વિસ્તારના લોકો એમને મોગલી કહે છે:અનંત પટેલઉલ્ટાનું મારા આદિવાસી માતા પિતાનું મંત્રી નરેશ પટેલે મને બિન આદિવાસી કહીને અપમાન કર્યુ છે.મારા આદિવાસીઓ ગણદેવી બેઠક પર એમને પર્ચો બતાવશેગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન બાદ બીજા તબક્àª
09:32 AM Nov 25, 2022 IST | Vipul Pandya
  • નવસારી નરેશ પટેલના નિવેદન પર અનંત પટેલની પ્રતિક્રિયા 
  • નરેશ ભાઈ એટલા ભણેલા નથી એટલે એમના આસપાસના વિસ્તારના લોકો એમને મોગલી કહે છે:અનંત પટેલ
  • ઉલ્ટાનું મારા આદિવાસી માતા પિતાનું મંત્રી નરેશ પટેલે મને બિન આદિવાસી કહીને અપમાન કર્યુ છે.
  • મારા આદિવાસીઓ ગણદેવી બેઠક પર એમને પર્ચો બતાવશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન બાદ બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ભાજપના ગઢમાં આ વખતની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. હાલમાં તમામ પક્ષના નેતાઓ જનતા વચ્ચે જઇને પોતાની પાર્ટીને મત આપવા મનાવી રહ્યા છે. આ દરમિયાન અન્ય પાર્ટી પર કટાક્ષ કરવો શાંબ્દિક હુમલો કરવો સામાન્ય બની ગયું છે. આ વચ્ચે ગણદેવી બેઠક પરથી ભાજપના ઉમેદવાર નરેશ પટેલને લઇને વાંસદાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે એક એવી પ્રતિક્રિયા આપી છે કે જે હવે ચર્ચાનો વિષય બન્યું છે.
નરેશ પટેલે મારા માતા-પિતાનું અપમાન કર્યું : અનંત પટેલ
વાંસદાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "નરેશભાઈ અમારા આદિ જાતિના મંત્રી છે. તેમની માતાનું નામ મને ખબર છે ત્યા સુધી મોગલી નથી, પરંતુ તેમની આસપાસના વિસ્તારના લોકો તેમને મોગલી નામથી સંબોધે છે કારણ કે તેઓ અશિક્ષિત છે, ભણેલા નથી. પરંતુ નરેશ પટેલે મારા માતા-પિતાનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું છે કે, અનંત પટેલ આદિવાસી નથી. એટલે તે મારા માતા-પિતાનું અપમાન કર્યું છે. હું આદિવાસીનો દીકરો છું. અને આદિવાસી જ છું. પરંતુ જ્યારે મારા પર એક આદિવાસી નેતા પર એક ધારાસભ્ય પર એમના મત વિસ્તારની બાજુવાળા ધારાસભ્ય પર હુમલો થયો ત્યારે મારા ખબર અંતર પુછવું પણે તેમણે જરૂરી ન સમજ્યું. જ્યારે 8 તારીખે પરિણામ આવશે ત્યારે એમને ગણદેવી બેઠક પર મારા આદિવાસી સમાજને હું કહું છું કે, જો આપણે બધા આદિવાસી છીએ ત્યારે એક આદિવાસી મા-બાપના દીકરાને બિનઆદિવાસી છે તેવું કહેનારને ખરેખર પ્રજા ઓળખી લેશે અને તેમને આ વખતે હરાવશે."
પૂર્વ મંત્રી નરેશ પટેલ કોંગ્રેસનાં ઉમેદવાર અનંત પટેલ પર ભડક્યા
વાંસદામાં આજે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ કર્યો. જેમા પૂર્વ મંત્રી નરેશ પટેલ કે જેઓ હાલમાં ગણદેવી બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે તેઓ હાજર હતા. ઉપરાંત વાંસદા બેઠકના ભાજપના ઉમેદવાર પિયષ પટેલ અને અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હતા. દરમિયાન ગણદેવી બેઠકના ઉમેદવાર નરેશ પટેલ કોંગ્રેસનાં ઉમેદવાર અનંત પટેલ પર ભડક્યા હતા. તેમણે કહ્યું કે, "મારા સરકારી કર્મચારી ભાજપની સરકારમાં નોકરી કરે તેને દલાલ કહેવું, જો તમારા છોકરાઓ નોકરી કરતા હોય તો વિચારી લેજો, તમે જ જવાબ આપો કે ભાજપની સરકારમાં કોઇ નોકરી કરે તેને દલાલ કહેવાય? નરેશ પટેલને શું કહેવાય છે? મારા મોંઢામાં આંગળા નાખીને મને બોલાવ્યું છે તેમણે, નરેશ મોગલી. હુ માનો ભક્ત છું, મારી મોગલીનું પરિણામ તમને 8 તારીખે ખબર પડશે. મારી મા શું છે અને તાકાત શું છે તે તમને 8 તારીખે ખબર પડશે. ત્યારે વિચારી લેજો કે આ મોગલી કોણ છે." જણાવી દઇએ કે, ભૂતકાળમાં નરેશ પટેલના માતાનું નામ મોગરીબેન હોવાથી તેમને મોગલી કહીને સંબોધવામાં આવ્યા હતા. પોતાની માતા વિશે અભદ્ર ટિપ્પણી કરતા મંત્રીએ નારાજગી વ્યક્ત કરી. વાંસદાના ભાજપના ઉમેદવારે કહ્યું કે, મને પણ અનંત પટેલે સરકારના દલાલ કહ્યા હતા. જોકે, હવે આ અંગે નરેશ પટેલે અનંત પટેલને 8 તારીખએ પરિણામ જોવાનું કહી દીધુ છે. ત્યારે જોવાનું રહેશે કે આ ખાસ તારીખે કોને જનતા પોતાનો મત આપશે તે હવે જોવું રહ્યું.
આ પણ વાંચો - વલસાડ બેઠકને કહેવાય છે જાદુઈ બેઠક, જાણો તેની પાછળનું કારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AnantPatelAssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstNareshPatel
Next Article