Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકારણમાં જોડાવાની આખરે નરેશ પટેલની 'ના'

છેલ્લા ઘણા  સમયથી પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગેના સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતા કહ્યું કે, રાજકારણમાં પ્રવેશ કરવાનો મારો નિર્ણય હું હાલ પુરતો મોકૂફ રાખું છું. તેઓ ખોડલધામના પ્રોજેક્ટ આગળ ધપાવશે. નરેશ પટેલે કહ્યું કે પાટીદાર સમાજ અને દરેક સમાજનો સર્વે કરાયો હતો અને તેમાં જણાયુ હàª
રાજકારણમાં જોડાવાની આખરે નરેશ પટેલની  ના
છેલ્લા ઘણા  સમયથી પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગેના સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરતા કહ્યું કે, રાજકારણમાં પ્રવેશ કરવાનો મારો નિર્ણય હું હાલ પુરતો મોકૂફ રાખું છું. તેઓ ખોડલધામના પ્રોજેક્ટ આગળ ધપાવશે. 
નરેશ પટેલે કહ્યું કે પાટીદાર સમાજ અને દરેક સમાજનો સર્વે કરાયો હતો અને તેમાં જણાયુ હતું કે વડીલો આ અંગે ચિંતા કરી રહ્યા હતા પણ મહિલાઓ અને યુવકો રાજકારણમાં જોડાઉં તેવો અભિપ્રાય આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે જો હું કોઇ રાજકીય પક્ષમાં જોડાઉં તો એક જ પાર્ટીનો થઇ જાઉં અને દરેક સમાજની ચિંતા ન કરી શકું અને તેથી મેેં રાજકારણમાં જોડાવાનું હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે. 
પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે હું કોઇ પાર્ટીમાં જોડાઉ તો એક પક્ષનો થઇ જાઉં. શિક્ષણ, આરોગ્ય અને ખેતી દરેક સમાજને સ્પર્શે છે. આ માટેના પ્રકલ્પો હજુ બાકી છે અને હું  તેને વેગ આપું અને ગુજરાતની જનતાને તેનો લાભ મળે તેવા પ્રયાસો મારી આગેવાનીમાં ચાલુ રહે તે માટે રાજકારણમાં મારો પ્રવેશ હાલ પુરતો મોકૂફ રાખું છું. તેમણે દરેક રાજકીય પક્ષ અને આગેવાનોનો આભાર પણ માન્યો હતો. 
તેમણે કહ્યું કે સમાજના સર્વે મુજબ 50 ટકા યુવાનો અને 80 ટકા મહિલાઓ ઇચ્છતા હતા કે તેમને રાજકારણમાં જવું જોઇએ પણ 100 ટકા વડીલો માનતા હતા કે મારે રાજકારણમાં ન જોડાવું જોઇએ.
તેમણે એમ પણ કહ્યું કે મારી પર કોઇ પોલિટિકલ પ્રેશર નથી. ખોડલધામ પોલિટિકલ એકેડેમી શરુ કરીશું તેમ જણાવી કોઇ પક્ષને સપોર્ટ કરવો એ અત્યારે એજન્ડા નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું. 
આ મામલે કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલે પ્રતિક્રિયા આપી હતી કે નરેશ પટેલના આ નિર્ણયને અમે આવકારીએ છીએ. તેમના માટે કોંગ્રેસ પક્ષના દ્વાર ખુલ્લા હતા પણ તેમણે નિર્ણય લીધો છે તેને અમે આવકારીએ છીએ. 
નરેશ પટેલના રાજકારણમાં જોડાવાના ઇન્કાર બાદ હવે તેઓ રાજકારણમાં જોડાશે કે કેમ તે મુદ્દાનો અંત આવ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.