Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ વખતે ચૂંટણી ગુજરાતની જનતા લડે છે અને જુના બધા રેકોર્ડ તૂટવાના છે: વડાપ્રધાનશ્રી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે 9 દિવસ બાકી છે ત્યારે ભાજપ (BJP) કાર્પેટ બોંમ્બિંગથી ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યું છે. જે અનુસંધાને વડાપ્રધાનથી લઈ કેન્દ્રીય નેતૃત્વના ધાડેધાડા ગુજરાતમાં ઉતર્યાં છે અને ભાજપનો પ્રચાર કરી રહ્યાં છે તો બીજી બાજું કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં જોડાય ગયા છે. રાજ્યમાં ચૂંટણી પ્રચારનો માહોલ ચરમસીમાએ પહોàª
12:21 PM Nov 21, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે 9 દિવસ બાકી છે ત્યારે ભાજપ (BJP) કાર્પેટ બોંમ્બિંગથી ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યું છે. જે અનુસંધાને વડાપ્રધાનથી લઈ કેન્દ્રીય નેતૃત્વના ધાડેધાડા ગુજરાતમાં ઉતર્યાં છે અને ભાજપનો પ્રચાર કરી રહ્યાં છે તો બીજી બાજું કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં જોડાય ગયા છે. રાજ્યમાં ચૂંટણી પ્રચારનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે  સુરેન્દ્રનગર (Surendranagar), જંબુસર (Jambusar) અને નવસારીમાં (Navsari) જનસભાઓ સંબોધી હતી.
આ ચૂંટણી ગુજરાતની જનતા લડે છે, મોદીનો વટ તમારા વોટમાં
નવસારીમાં સભાને સંબોધતા વડાપ્રધાનશ્રીએ (Narendra Modi) જણાવ્યું કે, આજે તમારા આર્શીવાદ લેવા આવ્યો છું. આ ચૂંટણી હું નથી લડતો કે ઉમેદવારો પણ ચૂંટણી નથી લડતા. આ ચૂંટણી ગુજરાતના નાગરિકો લડી રહ્યાં છે.  લોકોએ ભાજપની સરકાર બનાવવાનો ચુકાદો જાહેર કરી દીધો છે. આ વખતે નવા મતદારોનો જુસ્સો પણ અલગ જોવા મળે છે. તમારા આર્શીવાદથી સેવાભાવનો મોકો મળે છે. સી.આર. અને ભુપેન્દ્રની જોડી સારી રીતે કામ કરી રહી છે અને તમે તેને અનુમોદન આપી રહ્યાં છો. ચૂંટણી જીતાડવાની જ છે અને કમલ ખીલવાનું જ છે. તમારા વોટની તાકાતથી આજે ગુજરાત નંબર વન છે. આ મોદીનો વટ પણ તમારા વોટમાં છે. તમારો વોટ છે તો મોદીનો વટ છે.
નવસારીના ચીકૂ ખાઈને ગાળો અહીં આવીને આપે છે
નવસારીમાં (Navsari) ચીકુ પકવતા ખેડૂતોને વડાપ્રધાનશ્રીએ યાદ કર્યાની સાથે વિપક્ષના નેતાઓનું નામ લીધાં વગર વડાપ્રધાનશ્રીએ કટાક્ષ કર્યો હતો. PMએ કહ્યું હતું કે, નવસારીના ચીકુ દિલ્હીમાં વેચાઈ રહ્યા છે. દિલ્હીમાં ચીકુ પહોંચે તે માટે ખાસ ટ્રેન ચાલી રહી છે. દિલ્હીમાં બધા નેતાઓ નવસારીના ચીકુ ખાતા થઈ ગયા છે પણ કમનસીબી છે કે, ચીકુ નવસારીના ખાઈ અને ગાળો અહીં આવીને આપે છે.
તમારા મતની તાકાત ખુબ છે
તેમણે જણાવ્યું કે, લોકતંત્રનો જયજયકાર પણ ચાલવો જોઈએ અને એ ત્યારેજ થાય જ્યારે દરેક મતદારો મત આપવા માટે નીકળે.  મત ન આપી શક્યા હોય તો મનમા વેદના થવી જોઈએ. મારી તમામને અપીલ છે આ વખતે મતદાન કરો અને એવું મતદાન કરો કે તમામ રેકોર્ડ તોડી જાય. આ વખતે ઈલેકશન કમિશનને પણ હુ અભિનંદન આપુ છું. જે વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરે છે.
સાગર ખેડૂ માટે અમે વિચાર્યું
તેમણે જણાવ્યું કે, અગાઉની ભૂતકાળની સરકારો માછીમારાનો તેના હાલ પર છોડી દેતી હતી પણ અમે નક્કી કર્યું કે, માછીમારો પણ દેશની તાકાત છે. જો દેશને બ્લ્યૂ ઈકોનોમીમાં તરફ આગળ વધવું હશે તો સમુદ્રશક્તિ સાથે જોડાયેલા લોકોની પણ ચિંતા કરવી પડશે અને તેમના પ્રશ્નો સમજવા પડશે પણ કોંગ્રેસ સરકાર હાથ પર હાથ ધરી બેસી રહી કારણ કે,  માછીમારીના વ્યવસાયમાં મલાઈ નહોતી મળતી પણ અમે સાગરખેડૂનું વિચાર્યું. તેમના સર્વાંગી વિકાસ યોજના બનાવી અને તેના માટે પાછલ 30 હજાર કરોડ ખર્ચ કરી કામ કર્યું.
આ પણ વાંચો - ગુજરાતમાં પ્રો-ઇન્કબન્સી છે :PM MODI
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElections2022BJPGujaratGujaratElections2022GujaratFirstNarendraModiNavsari
Next Article