Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસના વધુ 9 ઉમેદવારોના નામ જાહેર, જાણો કોને મળી ટિકિટ

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)દ્વારા ઉમેદવારોની(Candidates)વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ તરફથી 9 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દ્વારકા(Dwarka)બેઠક પરથી મૂળુભાઈ કંડોરિયાને (Molubhai Kandoria)ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે 9 ઉમેવારોની ચોથી યાદી જાહેર કરીદ્વારકા - મૂળુભાઈ કંડોરિયાતાલાલા - માનસિંહ ડોડિયાકોડિનાર (SC) - મહેશ મકવાણાભાવનગર ગ્રામ્ય - રેવતસિંહ ગોહિલભાવનગર પૂર્વ - બળદેવ સોલંકીબોટ
04:37 PM Nov 12, 2022 IST | Vipul Pandya
ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)દ્વારા ઉમેદવારોની(Candidates)વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ તરફથી 9 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દ્વારકા(Dwarka)બેઠક પરથી મૂળુભાઈ કંડોરિયાને (Molubhai Kandoria)ટિકિટ આપવામાં આવી છે. 
કોંગ્રેસે 9 ઉમેવારોની ચોથી યાદી જાહેર કરી
  • દ્વારકા - મૂળુભાઈ કંડોરિયા
  • તાલાલા - માનસિંહ ડોડિયા
  • કોડિનાર (SC) - મહેશ મકવાણા
  • ભાવનગર ગ્રામ્ય - રેવતસિંહ ગોહિલ
  • ભાવનગર પૂર્વ - બળદેવ સોલંકી
  • બોટાદ - રમેશ મેર
  • જંબુસર - સંજય સોલંકી
  • ભરૂચ - જયકાંત પટેલ
  • ધરમપુર (ST) - કિશન પટેલ
ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ચાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રથમ યાદીમાં 46 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવાર અને ત્રીજી યાદીમાં 6 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હવે 9 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. આ રીતે ગુજરાત કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ104  ઉમેદવારો જાહેર કરાયા છે.  

વિવાદ થતા કઈ બેઠક પર ઉમેદવાર બદલવાની કોંગ્રેસને ફરજ પડી
નવસારી જિલ્લાની ગણદેવી વિધાનસભા બેઠક કોંગ્રેસ માટે અપશુકનિયાળ સાબિત થઈ રહી છે. ઉમેદવાર જાહેર કર્યા પછી વિરોધના પગલે ઉમેદવાર બદલવાની જરૂર પડી અને હવે આદિજાતિ મોરચાના જિલ્લાના પ્રમુખે રાજીનામું આપી દેતા ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં મુઝવણમાં મુકાઈ છે. ગણદેવી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલ ઉર્ફે અશોક કરાટેએ ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા પાર્ટીએ શંકરભાઇ પટેલનું નામ જાહેર કર્યું હતું.
ગણદેવી બેઠક પર કોંગ્રેસ અશ્વિન નાયકાએ આપ્યું  રાજીનામું 
વિધાનસભા માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ગણદેવી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને એસટીએસસી સેલના પ્રમુખ એવા અશ્વિન નાયકાએ પોતાના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. ગણદેવી વિધાનસભા વિસ્તારમાંથી 1996થી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા એવા અશ્વિન નાયકાએ પાર્ટીએ એમને આપેલા તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. 
અશ્વિન નાયકાએ અગાઉપણ  માંગી  હતી  ટિકિટ 
અશ્વિન નાયકાએ ગણદેવી વિધાનસભામાંથી 2017માં પણ ટિકિટની માંગણી કરી હતી પરંતુ એમને કોઈ કારણોસર પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવી નહીં હતી. ફરી એકવાર 2022ની ચૂંટણીમાં અશ્વિન નાયકાએ ટિકિટની માંગણી કરી હતી પરંતુ કોંગ્રેસ દ્વારા અન્ય એક ઉમેદવારને ટિકિટ આપી દેતા અશ્વિન નાયકા નારાજ દેખાઈ રહ્યા છે. હાલ તો એમણે પારિવારિક જવાબદારીનો હવાલો આપી અને રાજીનામું આપી દીધું છે પરંતુ એમના મુખે ચોક્કસ પાર્ટી અંગે નારાજગી દેખાઈ રહી છે. જો કે અશ્વિન નાયકાએ અન્ય કોઈ બીજી પાર્ટીમાં જોડાવાની હાલતો તૈયારી દર્શાવવી નથી પરંતુ કોંગ્રેસમાંથી ચોક્કસ એમણે સંન્યાસ લઈ લીધો છે.
આ પણ  વાંચો - અહીં કોંગ્રેસના ઉમેદવાર માગી રહ્યા છે 'કમલ' ના નામે મત !
ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
9moreCongressAssemblyElectionGujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article