Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં નવા રંગરુપ સાથે અર્બન નક્સલો આવી રહ્યા છે :PM MODI

આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ((Narendra Modi)) ભરૂચ ((Bharuch))ના પ્રવાસે છે. તેમણે ભરુચના આમોદમાં રૂ.8 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. તેમણે જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ પણ કર્યો હતો અને દહેજ ખાતે ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાનશ્રી બહુવિધ ઔધોગિક ઉદ્યાનોના વિકાસ માટે ભૂમિપૂજન પણ કર્યું હતું. મુલાયમસિંહને આપી શ્રદ્ધાંજલી
ગુજરાતમાં નવા રંગરુપ સાથે અર્બન નક્સલો આવી રહ્યા છે   pm modi
આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ((Narendra Modi)) ભરૂચ ((Bharuch))ના પ્રવાસે છે. તેમણે ભરુચના આમોદમાં રૂ.8 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. તેમણે જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ પણ કર્યો હતો અને દહેજ ખાતે ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાનશ્રી બહુવિધ ઔધોગિક ઉદ્યાનોના વિકાસ માટે ભૂમિપૂજન પણ કર્યું હતું. 

મુલાયમસિંહને આપી શ્રદ્ધાંજલી
વડાપ્રધાનશ્રી સભાને સંબોધન શરુ કરતા પહેલાં સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવને યાદ કરીને શ્રદ્ધાંજલી આપી ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે મુલાયમસિંહના આજે સવારે સમાચાર મળ્યા. તેમની સાથે મારો સંબંધ વિશેષ પ્રકારનો હતો. અમે બંને મુખ્યમંત્રી તરીકે મળતા હતા ત્યારે પોતાનાપણાના ભાવનો અનુભવ કરતા હતા. 2014માં મને ભાજપે વડાપ્રધાન પદ માટે મને આશિર્વાદ આપ્યા ત્યારે મે વિપક્ષના કેટલાક વરિષ્ટ મહાનુભાવોને ફોન કરી આશિર્વાદ મેળવ્યા હતા અને મને યાદ છે કે તે વખતે મુલાયમસિંહે આશિર્વાદ અને સલાહ આપી હતી. જે આજે પણ મારી અમાનત છે. મુલાયમની વિષેષતા કે 2013માં તેમણે મને આશિર્વાદ આપ્યા હતા તેમાં કોઇ ઉતાર ચઢાવ આવ્યા ન હતા. 2019ના સંસદમાં મુલાયમસિંહ જેવા વરિષ્ટ નેતાએ ઉભા થઇને જે વાત કરી હતી તે રાજકીય કાર્યકરના જીવનમાં આશિર્વાદ રુપ છે. રાજકીય આટાપાટાના ખેલ વગર કહ્યું કે મોદીજી સહુની સાથે રહીને ચલે છે તેથી મને વિશ્વાસ છે કે તે ફરી વડાપ્રધાન બનશે. કેટલું મોટુ દિલ હશે તે જીવીત હતા ત્યાં સુધી મને આશિર્વાદ આપ્યા. આજે હું મુલાયમસિંહને મા નર્મદાના તટથી ભાવભીની શ્રદ્ધાંજલી આપું છું અને તેમના પરિવાર સમર્થકોને આ દુખ સહન કરવાની શક્તિ આપે.

ગુજરાતમાં નવા રંગરુપ સાથે અર્બન નક્સલો આવી રહ્યા છે 
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે કેટલાક લોકોએ ભરુચનો વિકાસ રોકવામાં તમામ શક્તિઓ લગાડી હતી પણ કેન્દ્ર અને ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર બની તો વિકાસ થઇ રહ્યો છે. નક્સવલાદી માનસિક્તાવાળા લોકોએ પહેલા નર્મદા ડેમ રોકવા કોશિશો કરી અને હવે ગુજરાતમાં આ અર્બન નક્સલો નવા રંગ રુપ સાથે આવી રહ્યા છે અને ભોળા યુવાનોને ભરમાવી રહ્યા છે. આદિવાસી યુવાનોની જીંદગી નક્સલવાદીઓએ ખતમ કરી દીધી. દેશમાં  અલગ અલગ ભાગમાં નક્સલોની સ્થિતી હતી. ચારે બાજુ સંકટ હતું. મારે ગુજરાતમાં નક્સલવાદને પેસવા દેવો નથી. તેથી ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં વિકાસ તેજ કરાવ્યો હતો. તેથી ગુજરાતમાં નક્સલવાદ ઘુસી ના શક્યો પણ હવે ઉપરથી ઉડીને અર્બન નક્સલો આવી રહ્યા છે જેથી આપણાં સંતાનોને સચેત કરીએ. તેમની સામે ગુજરાત માથુ નહીં નમાવે. આદિવાસી સંતાનોએ આજે વિવિધ ક્ષેત્રમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. 
અંકલેશ્વરને નવું એરપોર્ટ મળશે
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે એક જમાનો હતો કે ભરુચ ખારી સિંગથી ઓળખાતું હતું. આજે ઉદ્યોગ, વ્યાપાર, બંદરોમાં ઓળખાય છે.આજે ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. ભરુચ પણ કોસ્પોમોલિટન જીલ્લો બની ગયો છે.  ગુજરાતના અનેક જીલ્લા કોસ્મોપોલિટન બની ગયા છે. આ ગુજરાતની વિકાસ યાત્રાની ઉંચાઇ છે. આજે પહેલું બલ્ક ડ્રગ પાર્ક ગુજરાતને અને ભરુચને મળ્યું છે. કેમિકલ સેક્ટરથી જોડાયેલા અનેક પ્લાન્ટનું લોકાર્પણ થયું છે. કનેક્ટિવીટી સાથે જોડાયેલા બે પ્રોજેક્ટની શરુઆત થઇ છે. કેટલાય વર્ષોથી વાતો થતી હતી અને અહીંથી મોટા નેતા દિલ્હી બેઠેલા હતા ત્યારે પણ આ વાત થતી હતી. હવે અંકલેશ્વરમાં નવા એરપોર્ટ બનાવાનો આજે શિલાન્યાસ થઇ રહ્યો છે. ભરુચ એવો જીલ્લો છે જ્યાં અનેક ઉદ્યોગો છે.રોજગાર આપી રહ્યા છે તે પણ એક રેકોર્ડ છે. હવે એરપોર્ટ પણ બનશે તો વિકાસને નવી ઉંચાઇ મળશે. નરેન્દ્ર ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકાર ઝડપથી એરપોર્ટ બનાવશે. આજે ગુજરાત બદલાયેલું છે. ગુજરાત એકસપોર્ટનું નવુ હબ બની ગયું છે. 

દિવાળીમાં સ્વદેશી ફટાકડા ખરીદવા અપીલ
વડાપ્રધાનશ્રીએ અપીલ કરી હતી કે હવે દિવાળી આવી રહી છે. હવે આપણે ભારતમાં બનેલા ફટાકડા લઇએ. ભલે અવાજ અને ચમકારો ઓછો કરશે પણ મારા રાજ્ય અને દેશના ગરીબોના જીવનમાં ચમકારો આવશે. શા માટે આપણે આપણા દેશનું ના લઇએ. 
ભારત આજે અર્થવ્યવસ્થામાં વિશ્વમાં 5મા નંબરે
તેમણે કહ્યું કે 2014માં તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે આખી દુનિયામાં ભારત અર્થવ્યવસ્થામાં 10મા નંબરે હતું, આજે ભારત 5માં નંબરે બન્યું છે.  પહેલા પાંચ નંબર પર એ હતા કે જેમણે અઢીસો વર્ષ આપણા પર રાજ કર્યું હતું. બધા જ લોકો તે યશના અધિકારી છે. ગુજરાતમાં બનેલી દવા અને રસીએ લાખો લોકોના જીવન બચાવ્યા છે. આજે દેશ ફાર્મા સેક્ટરમાં ગુજરાતનો ભારતમાં 25 ટકા હિસ્સો છે. ભરુચ અને અંકલેશ્વરનો ટ્વિન સિટી તરીકે વિકાસ થઇ રહ્યો છે. યુવાનોને કહીશ કે આવનારા 25 વર્ષ તમારા છે. ગુજરાતની વિકાસ યાત્રામાં નવો પ્રાણ ફૂંકવાનો તમે સંકલ્પ લીધો છે. આપને અનેક શુભકામના પાઠવું છું. 
Advertisement



Tags :
Advertisement

.