ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગાંધીજી પછી બીજા મહાન નેતા છે મોદીજીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે ગાંધીનગરમાં 'Modi@20'ના ગુજરાતી સંસ્કરણના પુસ્તકનું વિમોચન કર્યુ. સાથે જ તેઓ GNLUના પદવીદાન સમારોહમાં પણ હાજરી આપી હતી. ગાંધીનગર ખાતે આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે નરેન્દ્ર મોદી હવે માત્ર વડાપ્રધાન કે સામૂહિક નેતા નથી. તેઓ દેશના સાંસ્કૃતિક પુનર્જાગરણના પ્રતીક અને મહાન સમાજ સુધારક સાબિત થઈ રહ્યા છે. વર્તમાનમાં સુધારો કરીને તેઓ હવે આગામી કેટ
03:02 PM Oct 17, 2022 IST | Vipul Pandya
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે ગાંધીનગરમાં 'Modi@20'ના ગુજરાતી સંસ્કરણના પુસ્તકનું વિમોચન કર્યુ. સાથે જ તેઓ GNLUના પદવીદાન સમારોહમાં પણ હાજરી આપી હતી. ગાંધીનગર ખાતે આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે નરેન્દ્ર મોદી હવે માત્ર વડાપ્રધાન કે સામૂહિક નેતા નથી. તેઓ દેશના સાંસ્કૃતિક પુનર્જાગરણના પ્રતીક અને મહાન સમાજ સુધારક સાબિત થઈ રહ્યા છે. વર્તમાનમાં સુધારો કરીને તેઓ હવે આગામી કેટલાક દાયકાઓ માટે દેશની દિશા બદલવાના કામમાં લાગેલા છે. પોતાના શાસન અને નિર્ણયોથી તેઓ ભારતના ભાવિના રચનાકાર બન્યા છે. તેઓ હવે વર્તમાન માટે નહીં પરંતુ ભારતના ભવિષ્ય માટે કામ કરી રહ્યા છે.


ગાંધીજી પછી બીજા મહાન નેતા છે મોદીજીઃ રાજનાથ સિંહ 
રાજનાથ  સિંહે કહ્યું કે નરેન્દ્ર મોદી ઈતિહાસની એક એવી રેખા છે, જે દેશના રાજનૈતિક ઈતિહાસમાં પ્રથમવાર કોતરવામાં આવી છે. ..આખરે આ 'મોદી મેજીક છે શું ?.. હું ફરી કહું છું શ્રી નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધી પછી બીજા એવા નેતા છે જેમણે આ દેશની જનતાની નાડ પારખી અને જનતા સાથે સીધો સંવાદ કર્યો.રાજનાથસિંહે કહ્યું કે મહાત્મા ગાંધીએ દેશના કરોડો લોકોને સ્વતંત્રતા ચળવળ સાથે જોડ્યા હતા. નરેન્દ્ર મોદીએ દેશના સામાન્ય લોકોને દેશના વિકાસ અને સાંસ્કૃતિક પુનર્જાગરણ સાથે જોડ્યા છે. આ 'મોદી જાદુ' છે.
મોદીજી સર્જનાત્મકતાથી લાવી રહ્યા છે પરિવર્તનનો પ્રકાશઃ રાજનાથ સિંહ 
તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીજી એવા અનોખા નેતા છે. જેઓ વિનાશથી નહીં પરંતુ સર્જનાત્મકતાથી પરિવર્તનનો પ્રકાશ લાવી રહ્યા છે. તેઓ પોતાની સર્જનાત્મકતાથી દેશમાં સાંસ્કૃતિક પુનર્જાગરણ માટે અભિયાન ચલાવી રહ્યાં છે. પહેલા સોમનાથ, પછી કેદારનાથ, અયોધ્યા, કાશી અને હવે મહાકાલનું બદલાઈ રહેલું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ દેશના સાંસ્કૃતિક પુનર્જાગરણનું ઉદાહરણ છે.

મોદીજી જનતાની ઈચ્છાથી જનતાની અપેક્ષાઓને સંતોષી
જ્યારે દેશ ભ્રષ્ટાચારમાં ઉકળી રહ્યો હતો..ચારે બાજુ કુશાસન પ્રવર્તતું હતું..ત્યારે લોકો જે નેતાની ઝંખના કરતા હતા.. તે નેતા તેમને નરેન્દ્રભાઇના રૂપમાં મળ્યા. તે કોઈ આંદોલનમાંથી આવ્યા ન હતા. ચળવળ નકારાત્મક લાગણીનો પડઘો પાડે છે. મોદીજી જનતાની ઈચ્છાથી જનતાની અપેક્ષાઓને સંતોષીને  શિખરે પહોંચ્યા છે. 

12 વર્ષ સુધી એક જ રાજ્યના મુખ્યમંત્રી
રાજનાથસિંહે કહ્યું કે મોદીજી આ દેશના પહેલા વડાપ્રધાન છે, જેઓ વડાપ્રધાન બનતા પહેલા 12 વર્ષ સુધી કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી હતા. એટલે કે, વડા પ્રધાન તરીકેના આઠ વર્ષ અને મુખ્ય પ્રધાન તરીકેના 12 વર્ષ  એમ કુલ  20 વર્ષની સુશાસન યાત્રાનો હિસાબ રજૂ કરે છે, આ પુસ્તક "મોદી @ 20: ડ્રીમ્સ મીટ ડિલિવરી" વડાપ્રધાનના વિઝનને 'ડીકોડ' કરે છે. અને લોકોને તે સમજાવવામાં મદદ કરે છે કે તેઓ દેશના લોકો માટે મોટા સપના જોવાની હિંમત કેવી રીતે ધરાવે છે. 
રાજનાથ સિંહે કહ્યું કે મોદીજીનો નિશ્ચય  આશા અને વિશ્વાસના પર કેન્દ્રિત છે, જે 'મોદી હૈ તો મુમકીન હૈ'નો પડઘો પાડે છે. આ માત્ર એક સૂત્ર નથી. હવે દેશના લોકોને પણ લાગવા માંડ્યું છે કે તેમના સપના પુરા થઇ રહ્યા છે. 
સાથે જ આજે માનનીય રાષ્ટ્રીય રક્ષા મંત્રીશ્રી રાજનાથ સિંહના અધ્યક્ષસ્થાને તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી’ નો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો હતો તથા મહાનુભાવોના હસ્તે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

Tags :
'Modi@20'BookDefenseMinisterRajnathSinghGandhijiGujaratElectionGujaratFirstGujaratVisitModiji
Next Article