Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી પહેલાં કર્મચારી મંડળના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ થતાં આંદોલન મોકૂફ

શૈક્ષણિક મહાસંઘના મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવતા કર્મચારીઓનું આંદોલન મોકૂફ થયું છે. શિક્ષકો અને કર્મચારીઓના પ્રશ્નોનો સુ:દ અંત આવ્યો છે. કર્મચારી મંડળો સાથની બેઠક બાદ સરકારની કમિટિની પ્રેસ કોન્ફરન્સમાં સરકારના પ્રવક્તા મંત્રીશ્રી જીતુ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યાં હતા.રાજ્ય સરકારના કર્મચારીઓના આંદોલનોના સમાધાન à
ચૂંટણી પહેલાં કર્મચારી મંડળના મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ થતાં આંદોલન મોકૂફ
શૈક્ષણિક મહાસંઘના મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવતા કર્મચારીઓનું આંદોલન મોકૂફ થયું છે. શિક્ષકો અને કર્મચારીઓના પ્રશ્નોનો સુ:દ અંત આવ્યો છે. કર્મચારી મંડળો સાથની બેઠક બાદ સરકારની કમિટિની પ્રેસ કોન્ફરન્સમાં સરકારના પ્રવક્તા મંત્રીશ્રી જીતુ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યાં હતા.
રાજ્ય સરકારના કર્મચારીઓના આંદોલનોના સમાધાન માટે રચવામાં આવેલી કમિટિની દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આંદોલનકારીઓની આંદોલન બંધ રાખવાની અપીલ કરી હતી તેમજ જણાવ્યું હતું કે, આંદોલન પૂર્ણ થાય તે માટે સરકાર સાથે બેઠક કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, જનતા હેરાનના થાય તે મહત્વનું છે. સંવાદથી દરેક પ્રશ્નનો ઉકેલ આવે છે. અમે આંદોલનકારીઓના પ્રશ્નો સમજ્યા છે. 25 થી 30 વર્ષોથી નહી આવેલા પ્રશ્નો અમારી સરકારે ઉકેલ્યા છે. સરકાર તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી રહી છે, કર્મચારીઓને મુશ્કેલી ના પડે તેનું સરકાર ધ્યાન રાખે છે.
પ્રવક્તા મંત્રીશ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સરકાર જૂની પેન્શન યોજનાનો આંશિક અમલ કરશે. 7માં પગારપંચના બાકી ભથ્થા પણ ચુકવીશું. કુટુંબ પેન્શન યોજનાનો પણ સ્વીકાર કર્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં સંયુક્ત કર્મચારી મોરચાના દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, અમારી મુખ્ય 15 માગણીઓ હતી. જેમાં જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માગણી હતી. સરકારે તમામ પગારપંચ, ભથ્થાની બાબતો સ્વીકારી છે. જૂથ વિમા અંગે નિર્ણય કરાયો છે.મેડિકલ ભથ્થુ રૂ. 300ના બદલે રૂ. 1000 આપવામાં આવશે. CCCની મુદત વધારો કરાયો છે. હવે ડિસેમ્બર 2024 સુધીમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. 7માં પગારપંચના તમામ લાભ આપવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.