ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આમંત્રણ વિના બિરયાની ખાવાથી સંબંધો સુધરતા નથી :મનમોહન સિંહ

દેશમાં 5 રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 117 વિધાનસભાની બેઠક પર 20 ફેબ્રુઆરીના રોજ મતદાન થવા જઇ રહ્યું છે અને ચૂંટણી પ્રચાર જોરશોર થી ચાલી રહ્યો છે ત્યારે રાજકીય ગરમાવા વચ્ચે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ ચૂંટણીમાં રસ દાખવ્યો છે .મનમોહન સિંહે ગુરુવારે મોદીની આગેવાની હેઠળની સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, 'સાત à
10:58 AM Feb 17, 2022 IST | Vipul Pandya
દેશમાં 5 રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 117 વિધાનસભાની બેઠક પર 20 ફેબ્રુઆરીના રોજ મતદાન થવા જઇ રહ્યું છે અને ચૂંટણી પ્રચાર જોરશોર થી ચાલી રહ્યો છે ત્યારે રાજકીય ગરમાવા વચ્ચે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ ચૂંટણીમાં રસ દાખવ્યો છે .મનમોહન સિંહે ગુરુવારે મોદીની આગેવાની હેઠળની સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, 'સાત વર્ષથી વધુ સમયથી સત્તામાં રહેલી ભાજપ હજુ પણ લોકોની સમસ્યાઓ માટે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને દોષી ઠેરવે છે.
પંજાબી ભાષામાં વીડિયો સંદેશ જાહેર કરતા મનમોહન સિંહે કહ્યું કે, એક તરફ લોકો મોંઘવારી અને બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ પોતાની ભૂલ સ્વીકારીને સુધારો કરવાને બદલે છેલ્લા કેટલાક સમયથી સત્તામાં આવેલી વર્તમાન સરકાર. સાડા ​​સાત વર્ષથી હજુ પણ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને દોષી ઠેરવી રહ્યા છે.પંજાબની ચૂંટણી પહેલા પૂર્વ પીએમએ ખેડૂતોના આંદોલન, વિદેશ નીતિ, મોંઘવારી અને બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, 'કોંગ્રેસે ક્યારેય રાજકીય લાભ માટે દેશનું વિભાજન કર્યું નથી અને સત્ય છુપાવ્યું નથી. ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને આર્થિક નીતિની કોઈ સમજ નથી. મામલો માત્ર દેશ પૂરતો સીમિત નથી. વિદેશ નીતિમાં પણ આ સરકાર નિષ્ફળ રહી છે. ચીન આપણી સરહદ પર બેઠું છે અને તેને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે'.
મોદીના પાકિસ્તાન જવા પર સાધ્યું નિશાન 
મનમોહન સિંહે વધુમાં જણાવ્યું કે, રાજકારણીઓને ગળે લગાડવાથી અથવા આમંત્રણ વિના બિરયાની ખાવાથી સંબંધો સુધરતા નથી. ભાજપ સરકારનો રાષ્ટ્રવાદ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર આધારિત છે.બંધારણીય સંસ્થાઓ નબળી પડી રહી છે.
તેમણે કહ્યું કે 'થોડા દિવસ પહેલા પંજાબની તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાનની સુરક્ષાના નામે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને રાજ્યની જનતાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડૂત આંદોલન વખતે પણ પંજાબ અને પંજાબિયનને બદનામ કરવાના પ્રયાસો થયા હતા. મનમોહન સિંહે કહ્યું કે, પંજાબીઓની બહાદુરી, દેશભક્તિ અને બલિદાનને દુનિયા સલામ કરે છે, પરંતુ NDA સરકારે તેના વિશે વાત કરી નથી. તેણે કહ્યું કે, પંજાબમાં રહેતા એક સાચા ભારતીય તરીકે આ બધી બાબતોથી મને ઘણું દુઃખ થયું છે.
Tags :
Election2022GujaratFirstManmohansinhPMModi
Next Article