Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માંડવી બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખà
10:20 AM Oct 29, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
સામાન્ય જનતાનો કોંગ્રેસ પક્ષમાંથી વિશ્વાસ ઉઠ્યો
માંડવી બેઠક નવેસરથી બની ત્યાર પછીની બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રસના ઉમદેવાર સારા માર્જિનથી જીત્યા છે. આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ છે. વર્ષ 2017મા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચૌધરી આનંદભાઈ મોહનભાઈએ ભારતીય જનતા પાર્ટીના પ્રવિણભાઈ મેરજીભાઈ ચૌધરીને 50,776 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી. ગુજરાતમાં 2022ની ચૂંટણી માટે રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. આજે 18 વર્ષથી 35 વર્ષ સુધીનાં યુવા મતદારોએ ગુજરાતમાં કોંગ્રેસ શાસનનો અનુભવ કર્યો જ નથી, બીજી બાજુ યુવા મતદારો છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં વિકાસ મોડેલને સફળ થતું જોઈ ચુક્યા છે. કોંગ્રેસનાં આગેવાનોની નવી પેઢીમાં ભાજપ વિચારધારાએ પ્રવેશ કર્યો છે. એક પછી એક યુવા નેતાઓ જે રીતે ભાજપમાં પ્રેવેશ કે પક્ષપલટો કર રહ્યાં છે તે જોતા સામાન્ય જનતાનો કોંગ્રેસ પક્ષમાંથી વિશ્વાસ ઉઠતો જાય છે.
બેઠક પરના મતદારોની સંખ્યા
માંડવી બેઠકમાં કુલ મતદાર 2,45,251 છે, જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,20,660 અને મહિલા મતદારોની સંખ્યા 1,24,589 છે. માંડવી બેઠક નવેસરથી બની ત્યાર પછીની બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રસના ઉમદેવાર સારા માર્જિનથી જીત્યા છે. આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ છે. વર્ષ 2017મા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચૌધરી આનંદભાઈ મોહનભાઈએ ભારતીય જનતા પાર્ટીના પ્રવિણભાઈ મેરજીભાઈ ચૌધરીને 50,776 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી. જ્યારે 2012ની વિધાનસભા ચૂંટણીમાં પ્રભુભાઈ વસાવા ભાજપના હેમલતા વસાવાને આશરે 24,000 મતોથી હરાવીને ધારાસભ્ય બન્યા હતા. બીજી તરફ બારડોલી લોકસભા બેઠક ઉપરથી 2014 અને 2019મા ભાજપ તરફથી ઉમેદવાર સાંસદ બન્યા છે.
માંડવીની બેઠક પર કોંગ્રેસની પકડ
આ જ કારણ છે કે રોજગાર, મોંઘવારી અને ખેતીના ઘણા પ્રશ્નો હોવા છતાં ગુજરાતની જનતા સત્તા પરિવર્તનનો માર્ગ અપનાવી રહી નથી. કોંગ્રેસ પાસે ખુબ ઓછી એવી બેઠક બચી છે, જ્યાં તેનું પ્રબળ પ્રભુત્વ છે. જેમાંની એક સુરત જિલ્લામાં આવેલી શેડ્યૂલ ટ્રાઈબ માટેની અનામત માંડવીની બેઠક છે, જ્યાં કોંગ્રેસની પકડ યથાવત છે. જાણીએ માંડવી વિધાનસભા બેઠકના ઇતિહાસ અને સમીકરણ વિશે. માંડવી બેઠક એ રાજ્યના 182 વિધાનસભા બેઠકો પૈકીની એક છે. તે સુરત જિલ્લાનો ભાગ છે અને અનુસૂચિત જનજાતિ (ST)ના ઉમેદવારો માટે અનામત છે. આ બેઠક 2008 સીમાંકનમાં બનાવવામાં આવી હતી અને તે બારડોલી (લોકસભા મત વિસ્તાર)નો ભાગ ગણાય છે.
માંડવી બેઠક હેઠળ (Mandvi assembly seat) સમાયેલો વિસ્તાર
માંડવી સુરત શહેરથી 61 કિલોમીટર પૂર્વમાં તાપી નદીના કિનારે આવેલું છે. આ વિધાનસભા બેઠકમાં માંડવી તાલુકો, સોનગઢ તાલુકા (ભાગ)ના ગામો – સાદડકુવા, સામરકુવા, અમલડી, સિંગલવણ, આજવર, ઓટાટોકરવા, બોરડા, ખારી આંબા, ગુંદી, વાજપુર, સાતકાશી, કુલીવેલ, અમલપાડા, બાવલી, સેરુલ્લા, લીંબી, સર જામલી, નિંદવાડા, ભાટવાડા, જુવાડા ખસીયા મેધા, સિસોર, પંચ પીપલા, ભાણપુર, જામાપુર, વેકુર, બોરી સાવર, વડદા પી ભેંસરોટ, સિંગલ ઘાંચ, બુંધ, સિલાટવેલ, પાથરડા, વાડી ભેંસરોટ, સિંગપુર, વાઘનેરા, ધજાંબા, વેલઝર, ચીખલી ભેંસરોટ, બેડ ભેંસરોટ, ઝડપાટી, ગલખાડી, પીપલકુવા, મોતી ખેરવણ, નાની ખેરવણ, ઘોડા, ભુરીવેલ, ભીમપુરા, વેગડા, ગુંસાડા, દુમડા, આમલીપાડા, કેલાઈ, કાવલા, આમલી, બેડી, અગાસવણ, નિશાના, અછલવા, બેડવાન ખડકા, કીકાકુઈ, ચૌકા, ઉકાઈનો સમાવેશ થાય છે.
વર્ષ વિજેતા ઉમેદવારનું નામ પક્ષ
2017 ચૌધરી આનંદભાઈ મોહનભાઈ કોંગ્રેસ
2012 પ્રભુભાઈ નાગરભાઈ વસાવા કોંગ્રેસ
1972 વિનોદભાઈ એમ ચૌધરી કોંગ્રેસ
1967 પી.ડી.પટેલ કોંગ્રેસ
1962 રામજીભાઈ રાજાભાઈ ચૌધરી કોંગ્રેસ
બેઠકની સ્થિતિ
પૂર્વપટ્ટીના આદિવાસી મતદારો વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહ્યા છે. જ્યારે નગર અને શહેરના મતદારો ભાજપની મજબૂત વોટ બેંક છે. નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપે માંડવીમાં સારો દેખાવ કર્યો હતો. જોકે, કોંગ્રેસનો દબદબો ત્યાં યથાવત છે. સુરત જિલ્લા પંચાયતની 36માંથી માત્ર બે જ બેઠક પર કોંગ્રેસ છે અને બંને માંડવીની છે. આ જોતા આવનારી વિધાનસભા ચૂંટણીમાં માંડવી (ST)ની બેઠક કોંગ્રેસ પોતાની સુરક્ષિત બેઠકોમાંની એક ગણી શકે છે.
મંડાવી બેઠકને લગતી સમસ્યાઓ
નેશનલ હાઇવે- 53 પર ભાટીયા ટોલનાકા પર સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ અપાઇ નથી. તેમજ સોનગઢના માંડલ ટોલનાકા પર સ્થાનિકોએ ટોલ માફી અંગે બે વાર લોક આંદોલન કર્યું છતા ટોલમાફી મળી નથી. આ બાબતે જનતામાં નારાજગી છે. કાકરાપાર કોઝવે પરથી શરુ કરેલી પીવાની પાણીની લાઇન પુરેપુરી ચાલુ ન થતા માંડવી, માંગરોળ અને ઉમરપાડા ગામને પૂરેપૂરુ પાણી મળતું નથી. માંડવીમાં વીરપોર, રોસવાદ અને કરંજ ગામો મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઇવેમાં જમીન સંપાદન ક્ષેત્રમાં આવતા હોવાથી અહીં ખેડૂતોને જમીનનું વળતર અને નુકસાનીનું વળતર આપવાની બાબતે પણ વિલંબ થઇ રહ્યો હોવાની વાત સામે આવી છે. આદિવાસી યુવાનોને જાતિના સર્ટિફિકેટ માટે ત્રણ પેઢી જુના પ્રમાણપત્રો અને શાળા પ્રવેશના દાખલા આપવા પડે છે. ઉમેદવારોને જાતિના પ્રમાણપત્રો મેળવવામાં ભારે તકલીફ પડતી હોઈ 70 વર્ષ જુના દાખલા બતાવવાની પ્રથાનો વિરોધ માંડવીના યુવાનોએ કોંગ્રેસની અધ્યક્ષતામાં ધરણા પ્રદર્શનથી કર્યો હતો. આનંદ ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરોએ માંડવી તેમજ સુરત જિલ્લાના આદિવાસી યુવાનો માટે જાતિ પ્રમાણપત્ર મેળવવાની સરળ પ્રક્રિયા લાગુ કરવાંની માંગ કરી હતી.
ભાજપ માટે કપરા ચઢાણ
અહીં ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સંગઠનોને એકત્ર કરવામાં આવી રહ્યા છે. તેઓ જળ, જંગલ પાણી સંરક્ષણ માટે આદિવાસી પ્રજાના આંદોલનનું સમર્થન કરે છે. આ પરિબળ ચૂંટણી પરિણામો પર અસર કરી શકે છે, ખાસ કરીને ભાજપ માટે તે આદિવાસી મત મેળવવાનું વધુ મુશ્કેલ કરી શકે છે. ભાજપ માટે માંડવીના આદિવાસી મતવિસ્તારમાં જીત મેળવવું મુશ્કેલ રહ્યું છે. કારણ કે, અહીં સ્થાનિક નેતાઓમાં ભારે વિશ્વાસ મુકવામાં આવે છે. ભાજપે દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને રીઝવવા ઘણા પ્રયાસો હાથ ધાર્યા છે. આદિવાસી યુવાનોને આધુનિક શિક્ષણ મળી રહે એ માટે એકલવ્ય મોડેલ પ્રોજેક્ટ શરુ થયો. જેમાં 750 એકલવ્ય મોડેલ શાળા શરુ કરવામાં આવી છે. માંડવી માટે પણ ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ માંડવીથી મઢી જતા સ્ટેટ હાઇવેને નેશનલ હાઇવે જાહેર કરાવી માંડવી તાપી નદી પરના તૂટેલા પૂલ પુનઃ બનાવવાની મંજુરી મેળવી હતી.
હવે આવનારી વિધાનસભા ચૂંટણીમાં માંડવીની વર્ષોથી સુરક્ષિત બેઠક કોંગ્રેસ જાળવશે કે, ભાજપ વિકાસ અને નેતૃત્વના પાવરથી આ બેઠક પોતાની તરફ વાળી શકશે? તે કોંગ્રેસ માટે અહીં ચિંતાનો વિષય ઓછો છે. પરંતુ માંડવીની બેઠક મેળવવવા ભાજપે યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવાની સાથે અનુસૂચિત જનજાતિના લોકોના વિકાસ માટે વચનોની લ્હાણી પણ કરવી પડે એમ છે.
આ પણ વાંચો - અમદાવાદની વેજલપુર બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં
Tags :
ElectionGujaratAssemblyElectionGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstMandviSeat
Next Article