Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબમાં ચૂંટણી પહેલા વિસ્ફોટકો મળતા દોડધામ, અનેક તર્ક વિતર્ક શરુ

પંજાબમાં આવતી કાલે 20 ફેબ્રુઆરીના મતદાન યોજવા જઇ રહ્યું છે ત્યારે મતદાન પૂર્વે સમાણા-પટિયાલા રોડ નજીક બાઇક પર લટકેલી બેગમાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા ગભરાટ ફેલાયો હ્તો જેને પગલે પોલીસે વિસ્તારને સીલ કરી કાર્યવાહી  હાથ ધરી હતી . બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે આ વિસ્ફોટકોનો નાશ કર્યો હતો અને રસ્તો ફરી શરુ કરી દેવામાં આવ્યો. જે બાદ રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા હતા. બીજી તરફ આ બાઈકે કોàª
પંજાબમાં ચૂંટણી પહેલા  વિસ્ફોટકો મળતા દોડધામ  અનેક તર્ક વિતર્ક શરુ
પંજાબમાં આવતી કાલે 20 ફેબ્રુઆરીના મતદાન યોજવા જઇ રહ્યું છે ત્યારે મતદાન પૂર્વે સમાણા-પટિયાલા રોડ નજીક બાઇક પર લટકેલી બેગમાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા ગભરાટ ફેલાયો હ્તો જેને પગલે પોલીસે વિસ્તારને સીલ કરી કાર્યવાહી  હાથ ધરી હતી . બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે આ વિસ્ફોટકોનો નાશ કર્યો હતો અને રસ્તો ફરી શરુ કરી દેવામાં આવ્યો. જે બાદ રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા હતા. બીજી તરફ આ બાઈકે કોણે મૂક્યું અને કોનું છે તે અંગે તાપસ પોલીસે શરુ કરી છે. 
20 ફેબ્રુઆરીના વિધાસભાની ચૂંટણીનું મતદાન 
દેશમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે પંજાબમાં 20 ફેબ્રુઆરીના પંજાબ વિધાનસભાની 117 બેઠકો પાર સામાન્ય ચૂંટણી યોજવાની છે આવા સંજોગોમાં મતદાન પહેલા જ રાજ્યમાં વિસ્ફોટકો મળી આવતા હડકંપ મચી ગયો છે. 
વિસ્ફોટક સામગ્રી મળ્યા બાદ પોલીસે શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ પર નાકાબંધી કરીને વિસ્તારમાં સતર્કતા વધારીને સઘન ચેકીંગ હાથ ધર્યું હતું . આ સાથે પોલીસને નાકાબંધી વધારવા અને વિવિધ જગ્યાઓ પર ચેકિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.
છેલ્લા બે દિવસથી બાઈક ત્યાં જ હતું
નજીકના લોકોએ જણાવ્યું કે, આ બાઈક બે દિવસથી અહીં પડી છે. શુક્રવારે જ્યારે લોકોએ તેના પર લટકતી બેગમાંથી અવાજ સાંભળ્યો તો તેમનું ધ્યાન તેના તરફ ગયું. પોલીસને આ કેસમાં સ્થાનિક વ્યક્તિની સંડોવણી હોવાની શંકા છે. જેના કારણે પોલીસ દરેક એંગલથી આ ઘટનાની ઝીણવટ ભરી તાપસ કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.