Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો કેમ હર્ષ સંઘવીએ કહ્યું કે- 'હમણાં ચૂંટણી છે એટલે ભગવાનના ચરણે બધા એ જ આવવું પડે'

આજે સુરતમાં સારોલી વિસ્તારમાં પોલીસ સ્ટેશનના લોકાપર્ણ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી. ગુજરાતમાં ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે આજે એક વાર ફરી રાજ્ય ગૃહમંત્રીના આપ મુદ્દે તીખા તેવર જોવાં મળ્યાં હતાં. તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે, પંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક તૂટી રહ્યું છે તેથી ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. સુરતમા
જાણો કેમ હર્ષ સંઘવીએ કહ્યું કે   હમણાં ચૂંટણી છે એટલે ભગવાનના ચરણે બધા એ જ આવવું પડે
આજે સુરતમાં સારોલી વિસ્તારમાં પોલીસ સ્ટેશનના લોકાપર્ણ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી. ગુજરાતમાં ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે આજે એક વાર ફરી રાજ્ય ગૃહમંત્રીના આપ મુદ્દે તીખા તેવર જોવાં મળ્યાં હતાં. તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે, પંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક તૂટી રહ્યું છે તેથી ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં સુરક્ષા વધતી જતી વસ્તી અને હદ વિસ્તરણને ધ્યાને લઈ સુરતમાં 34મું પોલીસ સ્ટેશન કાર્યરત થયું છે.

ડ્રગ્સ મામલે વધુ એકવાર હર્ષ સંઘવીનું નિવેદન
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મહત્વની કામગીરી કરાઈ છે તે બાબતે હું ગૃહમંત્રી તરીકે અભિનંદન આપું છું.છેલ્લા એક મહિના માં સુરત પોલીસે ડ્રગ્સ પર હલ્લાબોલ કર્યું છે. સુરત શહેરના યુવાઓ ને નશાના રવાડે ચઢવાનાર લોકોને દબોચી લીધા છે.મારા શહેરના પોશ વિસ્તારના યુવાઓને ડ્રગ્સના ચંગુલ માં ફસાવવાની કોશિશ કરનાર અલ્લારાખ્ખાને જેલના હવાલે કર્યો છે. 650થી વધારે ડ્રગ્સ માફિયાઓ ને પકડવાની કામગીરી કરી છે. આ પૈકી એકપણને જામીન મળ્યા નથી.તમામ પ્રકારની ઓળખાણ લગાવી છે પણ કોઈનો છુટકારો નથી થયો. ઇસ્માઇલ અને અલ્લારાખ્ખા સહિત 30 પાકિસતાનીઓ પણ પકડ્યા છે.
 
હર્ષ સંઘવીનો કેજરીવાલ અને માન સરકાર પર વધુ એક પ્રહાર
આજકલ ચૂંટણીનો માહોલ છે.  જાન્યુઆરી મહિનામાં લોકો મંદિરનો વિરોધ કરતા નજરે પડશે. હમણાં ચૂંટણી છે એટલે ભગવાનના ચરણે બધા એ જ આવવું પડે છે. જે લોકો ગુજરાતના યુવાઓને અને ગુજરાતની ધરતીને બદનામ કરવા માંગે છે. તેમણે લોકોને વેધક પ્રશ્ન પૂછ્યો કે પંજાબની જેલમાંથી ડ્રગ્સ નું નેટવર્ક ચાલી રહ્યું છે ત્યાં કોની સરકાર છે? જેમ જેમ પંજાબ માં ડ્રગ્સનું નેટવર્ક તૂટી રહ્યું છે તેમ તેમ તેઓ ગુજરાતને ટાર્ગેટ કરી રહ્યા છે. પંજાબ સરકાર જો કઈ ના કરી શકતી હોય તો એમને કોઈ હક નથી કે ગુજરાતને બદનામ કરે. પંજાબમાંથી ચાલતી ડ્રગ્સની ચેન બાબતે આપણે તમામ માહિતી પંજાબ સરકારને મોકલી છે પરંતુ આ બાબતે હજુ ત્યાંની સરકારે કોઈ કામગીરી કરી નથી. આવા અલ્લારખ્ખા જેવા અન્ય પણ લોકો કો ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરશે તો તેને સુરતની લાજપોર જેલ બતાવી દઈશું.
સુરતની બે ઓળખ છે હીરા અને કપડાં, બંને ઓળખને સાચવવાની જવાબદારી પોલીસની
અહીંયા જે પીઆઇની નિમણૂક કરાઈ છે તેમને ખાસ સૂચના આપવામાં આવી છે કે એવી વ્યવસ્થા બનાવજો કે સારોલીના નાગરિકોએ પોલીસ સ્ટેશન ના ધક્કા ખાવા ન પડે. કોઈ ફરિયાદ નોંધવા આવે ત્યારે તેને પાણીનો ગ્લાસ આપવામાં આવે. ત્યારબાદ જો શાંતિથી વાત કરે તો અડધી સમસ્યા એમજ દૂર થઈ જાય. સુરત પોલીસનો નવો અભિગમ સમગ્ર ગુજરાત સુધી પહોંચાડવાનો છે. સાથે જ પોલીસે ગુનેગારો જોડે સખ્તાઈ થી જ વર્તવું જોઈએ. ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો. પુણા પોલીસ સ્ટેશનની કુલ વસ્તી 7 લખ 75 હજારની હતી.વસ્તી વધતા સારોલી પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવ્યું. આ પોલીસ સ્ટેશન થકી માત્ર રહેણાંક વિસ્તાર નહીં પરંતુ કપડાં બજાર સુરક્ષિત થશે. સુરતની બે ઓળખ છે હીરો અને કપડાં. આ બંને ઓળખને સાચવવાની જવાબદારી પોલીસની છે. ગુજરાત પોલીસે અનેક વર્ષોથી નાગરિકોની સુરક્ષા માટે નંબર વન કામ કર્યું છે. ગૃહમંત્રી બન્યા બાદ વેપારી સંગઠનોની જે ફરિયાદો મળી. તમામની નાની મોટી પીડાઓ સાંભળવા મળી. અન્ય રાજ્યો માંથી વેપારીઓ અહીં વેપાર કરવા આવતા હોય છે.સુરતના વેપારીઓ દેશના કોઈપણ રાજ્યમાંથી આવેલ વેપારીને આવકારે છે અને વિશ્વાસ કરે છે. પરંતુ આ વેપારીઓ સુરતના વેપારીઓ ને છેતરી જાય તે જોવાની જવાબદારી ગુજરાત પોલીસની છે.
નવરાત્રી અંગે હર્ષ સંઘવીનું નિવેદન
ગુજરાતની ઓળખ એટલે ગરબા. તમામ ગરબાની અંદર આ વખતે ગણેશ વિસર્જન જેવી જ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવશે. સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે કે કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન થાય. 12 વાગ્યા સુધી તમામ ને ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે.જો પોણા 11ને 55 વાગ્યે પણ કોઈ પીસીઆર આવે તો મને ડાયરેકટ ફોન કરજો. સુરતીઓ ગરબા રમીને ખાણી પીણી વગર ઘરે પાછા ન ફરી શકે એટલે લારીઓ ખુલ્લી રાખવા પણ પરમીશન અપાઈ છે. આ વર્ષે કોઈપણ પ્રકારની અડચણ નહીં થાય તેવી વ્યવસ્થા કરવાની ખાતરી આપું છું.ગરબા એ માત્ર મોજમસ્તી માટે નથી થતા તે આપણી આસ્થા નું કેન્દ્ર છે.આપણી સંસ્કૃતિ જળવાય તે રીતે જ ગરબાનું આયોજન થાય તેવી આશા છે.દિલ ખોલીને ગરબા રમો તેવી શુભકામના.
નેશનલ ગેમ્સ બાબતે નિવેદન
આગામી સમયમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી ખેલાડીઓ રમવા અવવાના છે. વડાપ્રધાન આ કાર્યક્રમને ખુલ્લો મુકવાના છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં એક અલગ જ માહોલ જોવા મળશે. આપ સૌને જ્યારે ક્યાંક કોઈ ખેલાડી જોવા મળે તો તેને અવકારજો. જેથી અન્ય રાજ્યના ખેલાડીને સુરત અને ગુજરાતની મહેમાનગતિ થી અવગત થાય.
 
Advertisement
Tags :
Advertisement

.