મિશન 2022 : જાણો કેમ ગુજરાતના બન્ને સિનિયર મંત્રીઓ પાસેથી ખાતા પરત લેવાયા? બે કેન્દ્રના નેતાઓનો ચૂંટણી પ્રવાસ શરુ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો માહોલ ગરમાયો છે. આજે કેન્દ્રીય ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ આજે ગુજરાતમાં છે. ભાજપના કાર્યકર્તાઓ સાથે આજે બેઠકો કરી રહ્યાં છે, તો બીજી તરફ ગઇ કાલે મોડી સાંજે ગુજરાત સરકારમાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરાયા છે. રાજ્ય સરકારના 2 સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા પરત લેવામાં આવ્યા છે. ત્યારે હવે રાજેન્દ્ર ત્રિ
07:28 AM Aug 21, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો માહોલ ગરમાયો છે. આજે કેન્દ્રીય ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ આજે ગુજરાતમાં છે. ભાજપના કાર્યકર્તાઓ સાથે આજે બેઠકો કરી રહ્યાં છે, તો બીજી તરફ ગઇ કાલે મોડી સાંજે ગુજરાત સરકારમાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરાયા છે. રાજ્ય સરકારના 2 સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા પરત લેવામાં આવ્યા છે. ત્યારે હવે રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બન્ને મંત્રીઓ પાસેથી ખાતા પરત લેવા પાછળનું કારણ સામે આવ્યું છે.
બંને મંત્રીઓની કામગીરીનું પર્ફોમન્સ સારૂ હતું
મહત્વનું છે કે, અત્યાર સુધી બંને મંત્રીઓની કામગીરીનું પર્ફોમન્સ સારૂ છે. મહત્વના ખાતાઓ પર બંને મંત્રીઓએ યોગ્ય પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે. મહેસૂલ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી ઘણા ચર્ચામાં પણ રહી ચૂક્યા છે. તેઓ સરપ્રાઈઝ વિઝિટ લેવા માટે અને કામગીરી પર દેખરેખ માટે સ્વયં સરકારી ઑફિસોની મુલાકાત લેવા માટે સમાચારોમાં ચમક્યા હતા. તો પૂર્ણેશ મોદીએ રોડની કામગીરી માટે વોટ્સએપ નંબર જાહેર કરીને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કર્યા હતા. આ બન્ને મંત્રીઓની કામગીરી એકંદરે સારી રહી હતી.
શા માટે બન્ને સિનિયરો પાસેથી ખાતા પરત લેવાયા?
રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા પરત લેવાનું કારણ આવ્યું સામે આવ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને ચૂંટણીલક્ષી મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ચૂંટણીલક્ષી મોટી જવાબદારીને કારણે બન્ને મંત્રીઓમા કામના ભારણને ઘટાડાયું છે. આજે બી.એલ સંતોષ ગુજરાતની ચૂંટણીલક્ષી મુલાકાતે આવવાના છે. તેમની અધ્યક્ષતામાં આગામી ચૂંટણી જવાબદારીને લઈ આવતીકાલે ચર્ચા કરાશે. આ દરમિયાન બંને મંત્રીઓને બેઠક બાદ ચૂંટણીલક્ષી જવાબદારી શકે છે.
પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરશે બેઠકોના દોર શરુ
વિધાનસભા ચૂંટણીમાં સંગઠનાત્મક કામગીરી મજબૂત બનાવવા ચર્ચા કરવા કમલમ પર આજે બેઠકોના દોર ચાલુ થઇ ચૂક્યા છે. કેન્દ્રીય ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ આજે સવારે 11 વાગ્યે કમલમ ખાતે ગુજરાતમાં પ્રદેશના હોદેદારો અને મોરચાના હોદેદારો સાથે બેઠક કરી હતી. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર હતાં સાથે જ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને સાંસદ વિનોદ ચાવડા પણ હાજર રહ્યાં હતાં. જેમાં સૌ પ્રથમ આઇયટી અને સોશિયલ મીડિયા વિભાગ સાથે બેઠક શરૂ કરાઇ હતી. વિભાગ પાસેથી અત્યારસુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ મંગાયો હતો. સાથે જ સોશિયલ મીડિયા પર વધુ ભાર આપવા બી એલ સંતોષે સલાહ આપી છે. સાથે જ વિરોધપક્ષના નકારાત્મક પ્રચારને અવગણવા સલાહ અપાઇ છે અને ભાજપની હકારાત્મક કામગીરી મુદ્દે સોશિયલ મીડિયા પર ભાર આપવા આપવા મુદ્દે સવાહ અપાઇ છે. સાથે જ આઇ.ટી. અને સોશિયલ મીડિયાના ભાવિ પ્રોજેકટ અને રણનીતિ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી.
ભાજપ 27 વર્ષથી સેવા કરે છે- યમલ વ્યાસ
બીજેપી પ્રવકતા યમલ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. જન્માષ્ટમીના મીની વેકેશન પછી આવતીકાલથી કાર્યકરોને કામે લાગી જવા આ બેઠકમાં હાકલ કરાઇ હતી. યમલ વ્યાસ કોંગ્રેસના પોસ્ટર અંગે કહ્યું કે ભાજપ 27 વર્ષથી સેવા કરે છે, જ્યારે કોંગ્રેસ માત્ર પોસ્ટર યુદ્ધ રમે છે, નાગરિકો નક્કી કરશે કોને મત આપવો. સી જે ચાવડાના નિવેદન અંગે તેમણે કહ્યું કે કોંગ્રેસ માટે નાચ ન જાને આંગન ટેઢા જેવો ઘાટ છે.
બી એલ સંતોષની ચૂંટણી પ્રવાસ અંતર્ગત બેઠકો
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી એલ સંતોષ આવતીકાલે રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપની રણનિતિ નક્કી કરી રહ્યાં છે. આવતી કાલે રાજકોટની રાણીંગા વાડીમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં બી એલ સંતોષ સૌરાષ્ટ્ર- કચ્છની 54 બેઠકોની સમીક્ષા કરશે .આ બેઠકમાં સૌરાષ્ટ્રના સાંસદ ધારાસભ્યો અને નગર મહાનગરના હોદેદારો હાજર રહેશે.
રૂપાણીની બેઠક પરથી આ દિગ્ગજ નેતાને ટિકિટ આપવા શરૂ થયું લોબિંગ
તો બીજી તરફ રાજકોટમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં રાજકીય ગરમાવો, વિજય રાજકોટ ભાજપના વોર્ડ નંબર 8ના વોટ્સએપ ગ્રુપમાં લોબિંગ જોવા મળી રહ્યું છે, નીતિન ભારદ્વાજને આ બેઠકના ઉમેદવાર બનાવવા વોટ્સએપમાં લોબિંગ ચાલી રહ્યું છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના ખાસ ગણાતા એવા નીતિન ભારદ્વાજને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી પદેથી હટાવતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે રાજકોટ ભાજપના વોર્ડ નંબર 8ના વોટ્સએપ ગ્રુપમાં નીતિન ભારદ્વાજને વિજય રૂપાણીની બેઠક રાજકોટ પશ્ચિમના ઉમેદવાર બનાવવા લોબિંગ ચાલી રહ્યું છે.
ત્રીજો, ચોથો કે પાંચમો પક્ષ આવે, પણ આવશે તો ભાજપ જ: વજુભાઇ વાળા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે.હવે ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળાએ ચૂંટણીલક્ષી મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, 'ગુજરાતમાં ભાજપ માટે 182 બેઠક મેળવવી અઘરું છે પણ શક્ય છે. કોઇપણ કાર્ય પાછળ મહેનત કરીએ તો ધાર્યુ પરિણામ મળે જ. ત્રીજો, ચોથો કે પાંચમો પક્ષ આવે, પણ આવશે તો ભાજપ જ.' સાથે જ પરિવારવાદ વિશે પણ તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'પીએમ મોદીએ શ્રીકૃષ્ણની જેમ સગાવાદને ક્યારેય મહત્વ નથી આપ્યું. ભગવાન કૃષ્ણએ પણ ધર્મ માટે મામાનો વધ કર્યો હતો. પીએમ મોદી પણ ભ્રષ્ટાચાર અને પરિવારવાદના વિરોધી છે.'
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ બે દિવસ પાટણના ચૂંટણી પ્રવાસે
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ચૂંટણી ને લઈ તૈયારીઓ શરૂ કરી, આજે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પાટણ જિલ્લાની મુલાકાતે પિયૂષ ગોયલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) convention center માં તેમણે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો, લોકસભાની કોર કમિટી સાથે બેઠક કરી છે. પિયુષ ગોયલની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી પણ હાજર રહ્યાં હતાં. જ્યાં 2022 વિધાનસભા તેમજ 2024 લોકસભા ચૂંટણી ને લઈ ચર્ચાવિચારણાઓ કરાઇ હતી. પીયૂષ ગોયલ આજે અને આવતી કાલે એમ બે દિવસ પાટણના પ્રવાસે છે. આજે જિલ્લા પંચાયત તેમજ પાલિકાના સદસ્યો સાથે બેઠક યોજશે. તેમજ આવતી કાલે સવારે રાણીવાવ તેમજ કાળકા મંદિર મુલાકાત કરી કલેકટર કચેરી ખાતે વહીવટી અધીકારીઓ સાથે મુલાકાત બાદમાં મહિલાઓ સાથે ટિફિન બેઠક કરશે. તેમજ કાલે છેલ્લે બીજા દિવસે પીયૂષ ગોયલ પત્રકાર પરિષદ પણ સંબોધશે.
અમરેલી ટિફિન બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અનેક રજૂઆતો કરાઇ
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીમાં એક ટિફિન બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રીની ખાનગી બેઠકમાં કાર્યકરોની હોદેદારો દ્વારા પ્રશ્નો રજૂ કર્યા હતાં. ખાનગી બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અનેક રજૂઆતો કરાઇ હતી. તાઉતે વાવાઝોડામાં જાફરાબાદ તાલુકામાં 2 લોકોના મોત બાદ આજદિન સુધી તેમના પરિવારને સહાય મળી નથી. સાથે જ તાઉતે વાવાઝોડા બાદ શિયાળ બેટમાં 1વર્ષ થયા બાદ પણ હજુ સુધી પાણી પોહચ્યું નથી. સાથે જ લીલીયામાં ભાજપના 2 જિલ્લા પંચાયતના સદસ્યો હોવા છતાં આયોજનમાં થતાં ન હોવાની ફરિયાદ સામે આવી હતી. સાથે જ આપણું ચાલતુ ન હોવાનો ગામડાના સરપંચોમાં મેસેજ જાય છે તેવી રજૂઆત કરાઇ હતી. સાથે જ વિકાસના કામો ખૂબ થાય છે પરંતું ગુણવત્તા જળવાય રહેવી જોઈએ રોડ 2 વર્ષ નથી રહેતા શહેર અને જિલાના રોડની કામગીરી નબળી હોવાની ફરિયાદો કરી અમરેલી બેઠકમાં રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાએ ખૂલીને રજુઆત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાર્યકરોના પ્રશ્નો સાંભળ્યાં હતા.આજે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળશે કોર ગ્રુપની બેઠક યોજાશે.
Next Article