ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મત આપવા જતાં જાણી લો, મોબાઇલમાં રહેલો પૂરાવો નહીં ચાલે

મતદાતાઓને વિનંતી કે ઓરીજનલ પુરાવા સાથે રાખે બૂથમાં મોબાઈલ લઈ જવાની સખ્ત મનાઇઝેરોક્ષ કે ડિજિટલ ID નહિ ચાલેગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે આવતીકાલે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. આ માટે તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરી દેવાઇ છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને અપીલ કરાઇ છે કે તેઓ મત આપવા જાય ત્યારે પોતાની સાથે ઓરીજનલ પુરાવા સાથે રાખે. ઝેરોક્ષ કે ડિજિટલ ID
01:47 PM Dec 04, 2022 IST | Vipul Pandya
  • મતદાતાઓને વિનંતી કે ઓરીજનલ પુરાવા સાથે રાખે 
  • બૂથમાં મોબાઈલ લઈ જવાની સખ્ત મનાઇ
  • ઝેરોક્ષ કે ડિજિટલ ID નહિ ચાલે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે આવતીકાલે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. આ માટે તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરી દેવાઇ છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને અપીલ કરાઇ છે કે તેઓ મત આપવા જાય ત્યારે પોતાની સાથે ઓરીજનલ પુરાવા સાથે રાખે. ઝેરોક્ષ કે ડિજિટલ ID નહિ ચાલે તેમ સ્પષ્ટપણે ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.
તમામ તૈયારી પૂર્ણ
વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે 833 ઉમેદવારો માટે આ મતદાન યોજાશે. રવિવારે તમામ જીલ્લા મથકો પર તંત્ર દ્વારા મતદાનની કામગિરી સાથે સંકળાયેલા કર્મચારીઓને ઇવીએમ સહિત તમામ ચૂંટણીની સામગ્રી આપવામાં આવી હતી. આ સામગ્રી લઇને કર્મચારીઓ પોતાને સોંપવામાં આવેલા મતદાન મથકે રવાના પણ થઇ ગયા હતા. 
અસલ પૂરાવો સાથે રાખવો
બીજી તરફ પહેલા તબક્કાની ચૂંટણીમાં કેટલાક સ્થળોએ મત આપતી વખતે કેટલાક મતદારોએ વિડીયો રેકોર્ડીંગ કર્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેથી ચૂંટણી તંત્રએ બીજા તબક્કાની ચૂંટણીમાં પોલીંગ બૂથમાં મોબાઇલ લઇ જવાની સખ્ત મનાઇ ફરમાવી છે. ઉપરાંત તંત્ર દ્વારા અપીલ કરાઇ છે કે તમામ મતદારો મત આપવા જાય ત્યારે પોતાની પાસે ઓરિજનલ પુરાવા સાથે રાખે. 12 પૈકી કોઇ પણ એક અસલી પુરાવો સાથે રાખવો. મતદાન સ્લીપ સાથે આધાર કાર્ડ, એપીક કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ કે પાસપોર્ટ સહિતના અસલ પૂરાવા રાખવા 

મોબાઇલમાં રહેલો પૂરાવો માન્ય નહીં
પહેલા તબક્કાની ચૂંટણીમાં ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક મતદારોએ પોતાના મોબાઇલમાં કે ડીજી લોકરમાં ઓળખપત્રો રાખ્યા હતા જેથી તેમને ઓરિજનલ આઇડી લઇને આવવા જણાવાયું હતું. આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તે માટે તંત્રએ મતદારોને ઓરિજનલ પુરાવા સાથે રાખવા અને ઝેરોક્ષ કે ડિજિટલ આઇડી નહીં ચાલે તેમ જણાવ્યું છે. 

અમદાવાદ જીલ્લામાં 60 લાખ મતદારો 
આવતીકાલે અમદાવાદ જીલ્લાની 21 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ બેઠકો પર 60 લાખ કરતા વધુ મતદારો મત આપશે. તમામ બેઠકો પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદ જીલ્લામાં 23 હજારથી વધુ પોલીંગ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. અમદાવાદ જીલ્લામાં 5999 બુથ ઉભા કરાશે. ઉપરાંત 147 સખી સ્ટેશન, એક બુથ યુવા સ્ટાફ દ્વારા મેનેજ  કરવામાં આવશે. મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે  420 માઇક્રો ઓબઝર્વર નિમણુક કરાઇ છે. 
અમદાવાદમાં 3 સ્થળે મતગણતરી
અમદાવાદ જીલ્લાની 21 બેઠકો માટે ત્રણ સ્થળોએ મતગણતરી યોજાશે જેમાં LD એન્જિનીયરીંગ કોલેજ  ખાતે 8 વિધાનસભા,  પોલીટેકનિકમાં 6 અને ગુજરાત કૉલેજમાં 7 બેઠકો માટે મતગણતરી યોજાશે. મતગણતરી કેન્દ્રોમાં થ્રી લેયર સિક્યુરિટી રાખવામાં આવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી માતા હિરા બાને મળ્યા, મતદાન પહેલા લીધાં માતાના આશિર્વાદ
Tags :
ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article