ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સંતરામપુરમાં કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં શું કહ્યું,જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election)લઈ તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. બીજા તબક્કાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. દેજભારના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહેએ (Amit Shah)મહીસાગર જીલલની સંતરામપુર વિધાનસભા માટે આજે જનસભા સંબોધી હતી. જેમા અમિત શાહે કહ્યું કે,  કોંગ્રેસે હંમેશા આદિવાસીઓ, ગરીબો અને વંચિતોનું વોટ બેન્ક તરીકે શોષણ જ કર્યું
12:56 PM Nov 30, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election)લઈ તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. બીજા તબક્કાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. દેજભારના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહેએ (Amit Shah)મહીસાગર જીલલની સંતરામપુર વિધાનસભા માટે આજે જનસભા સંબોધી હતી. જેમા અમિત શાહે કહ્યું કે,  કોંગ્રેસે હંમેશા આદિવાસીઓ, ગરીબો અને વંચિતોનું વોટ બેન્ક તરીકે શોષણ જ કર્યું છે. તેઓના ઉત્થાન માટે એક પણ કામ ન કર્યું.
આદિવાસીઓના વિકાસ મુદ્દે ફરી કોંગ્રેસ પર શાહનું નિશાન
મહીસાગરના કડાણામાં ગૃહપ્રધાનશ્રી  અમિત શાહે જનસભાને સંબોધી આદિવાસીઓના વિકાસ મુદ્દે ફરી કોંગ્રેસ પર નિશાન તાક્યું. અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસે આદિવાસીઓના નામ પર ફક્ત રાજનીતિ જ કરી છે. ભાજપ સરકારે નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી, ગોધરામાં ગુરૂ ગોવિંદ યુનિવર્સિટી તેમજ આદિવાસીઓના સંતાનોના અભ્યાસ માટે અનેક સંસ્થાઓ સ્થાપી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ભૂતકાળમાં આદિવાસીઓ માટે ફક્ત 900 કરોડનું બજેટ ફાળવ્યું હતું. પરંતુ ભૂપેન્દ્ર પટેલ સરકારે આદિવાસીઓ માટે 1 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે. ભાજપ સરકારે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી જેના થકી આદિવાસી વિસ્તારોમાં રોજગારી, વીજળી, રસ્તાઓ અને સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી છે.
કોરોના સમયે કોંગ્રેસે રસીને લઈને પણ રાજકારણ કર્યું :ગૃહપ્રધાનશ્રી
કડાણામાં સભા સંબોધતા અમિત શાહે કહ્યું કે, કોરોના સમયે કોંગ્રેસે રસીને લઈને પણ રાજકારણ કર્યું હતુ. સરકારે કોરોનાકાળમાં અનાજ આપવાની ચિંતા કરી. ગામેગામ શિક્ષણ, આરોગ્યની સુવિધા પહોંચાડી. અને આદિવાસી તમામ ગામોને રસ્તાથી જોડાયા. તો વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ મત લેવા આવે તો સવાલ કરજો તમે શું કામ કર્યુ. ?
આ પણ વાંચો- ભુપેન્દ્ર દાદાનો દમદાર પ્રચાર, અમરાઈવાડીમાં 12 કિમી લાંબો રોડ-શૉ, દેખાયું પ્રચંડ જનસમર્થન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AMITSHAHAssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstSantrampur
Next Article