Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત ઉત્તર વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખà
સુરત ઉત્તર વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે  જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે
ગુજરાતમાં 25 કરતા વધુ સમયથી ભાજપનું શાસન છે અને તેવામાં સત્તાવિરોધી લહેર મહત્વનું પરિબળ બની જાય છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માત્ર ભાજપ કોંગ્રેસ પૂરતી સીમિત નથી. આ તમામ પરિસ્થિતી વચ્ચે ગુજરાતમાં ચૂંટણીનું મોસમ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. અમે તમને ભાજપનો ગઢ સુરત ઉત્તર વિધાનસભા બેઠક પરના તમામ રાજકીય અને જાતિગત સમીકરણો વિશે જાણકારી આપી રહ્યા છીએ.
સુરત ઉત્તર વિધાનસભા બેઠક
વર્ષ 1990થી સુરત શહેર ભાજપનો મજબૂત ગઢ રહ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે નવા ચહેરાઓને મેદાન પર ઉતાર્યા હતા. ભાજપે કાંતિ બલર અને કોંગ્રેસે દિનેશ કાછડીયાને ટીકીટ આપી હતી. આ બંને નેતાઓ પાટીદાર હતા. તો આ ચૂંટણીમાં પણ ભાજપે બાજી મારી લીધી હતી અને કોંગ્રેસને વધુ એક વાર હારનો સ્વાદ ચખાડ્યો હતો. સુરતની વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે 12માંથી તમામ બેઠક કબજે કરીને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા. ભાજપ સતત 7 ટર્મથી એટલે કે, 35 વર્ષથી સતત આ બેઠક જીતી રહ્યું છે. ભાજપ ઉમેદવાર ધીરૂભાઈ ગજેરાએ વર્ષ 1995થી 2002 (1995- 1998- 2002) સુધી સતત ત્રણ ટર્મ સુધી આ બેઠક પર જીત મેળવી હતી.

ઉમેદવાર  વિજેતા પક્ષ :
2017 કાંતિભાઈ બલર ભાજપ
2012 અજયકુમાર ચોક્સી ભાજપ
2007 નાનુભાઈ વાનાણી ભાજપ
2002 ધીરૂભાઈ ગજેરા ભાજપ
1998 ધીરૂભાઈ ગજેરા ભાજપ
1995 ધીરૂભાઈ ગજેરા ભાજપ
1990 કનુભાઈ મવાણી ભાજપ
1985 ઈન્દ્રા સોલંકી કોંગ્રેસ
1980 કુષ્ણાવંદન ધનસુખલાલ કોંગ્રેસ
1975 શંભુભાઈ પટેલ NCO
1972 કુષ્ણાવંદન ધનસુખલાલ કોંગ્રેસ
1967 પી. એમ. વ્યાસ કોંગ્રેસ
સુરત લોકસભા ચૂંટણી:
ભાજપ માટે વર્ષ 1989થી સલામત બની ગયેલી બેઠક ભાજપ માટે આજે પણ એટલી જ સલામત બની રહી છે. સુરતમાં શહેરની 12 અને જિલ્લાની ચાર આ રીતે કુલ 16 વિધાનસભા બેઠકો આવેલી છે. સુરત શહેરની 12 વિધાનસભા બેઠકોમાં વરાછા, કતારગામ, લીંબાયત, કામરેજ, સુરત ઉત્તર, કરંજ, સુરત પશ્ચિમ, મજૂરા, ઉધના, ચોર્યાસી, સુરત પૂર્વ, ઓલપાડ બેઠકનો સમાવેશ થાય છે. સુરત લોકસભા વિસ્તારમાં સાત વિધાનસભા આવે છે, જેમાં ઓલપાડ, સુરત પશ્વિમ, કતારગામ, સુરત ઉત્તર, કરંજ, વરાછા રોડ અને સુરત પૂર્વનો સમાવેશ થાય છે. આ તમામ સાત બેઠક પર ભાજપના જ ધારાસભ્યનું વર્ચસ્વ છે.
ત્રણ ટર્મ સુધી જીતનાર ગજેરાએ કેમ છોડ્યું ભાજપ
ઉદ્યોગપતિ ધીરુ ગજેરાએ વર્ષ 2007માં ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો. 14 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યા બાદ જુલાઈ 2021માં તેઓ ફરી ભાજપમાં જોડાયા હતા. ધીરુ ગજેરાએ જનસંઘ સાથે કોર્પોરેટર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. તેઓ સુરત ઉત્તર વિધાનસભા બેઠક પર ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા હતા.

સુરતના રાજકારણમાં કાશીરામ રાણાનું પ્રભુત્વ
કાશીરામ રાણાને ભાજપના સુપ્રીમો કહેવામાં આવે છે. સુરત મતવિસ્તારમાં તેમણે ભાજપનો પાયો નાંખ્યો છે. વર્ષ 1989માં કાશીરામ રાણાએ કોંગ્રેસેના સી.ડી.પટેલને હરાવીને સુરતમાં ભાજપનો પાયો નાંખ્યો હતો. કાશીરામ રાણા વર્ષ 1989થી 2004 એટલે કે, સતત 6 ટર્મ સુધી સાંસદ રહ્યા અને કેન્દ્રીય મંત્રી પણ બન્યા હતા.
રાણાએ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માટે કામ ન કર્યું, જેથી તેમને ભાજપે ટીકીટ આપી નહોતી. વર્ષ 2009 પહેલાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સામે વિરોધ ઉભો થયો હતો. જેમાં કાશીરામ રાણા કેશુભાઈ જુથના હોવાથી ભાજપે કાશીરામ રાણાનું પત્તુ કાપીને નવોદિત દર્શના જરદોશને ટીકીટ આપી હતી. દર્શના જરદોશ પણ બે ટર્મથી સુરતના સાંસદ છે. કાશીરામ રાણા 6 ટર્મ અને દર્શના જરદોશ બે ટર્મ એમ કુલ 8 ટર્મથી સુરતમાં ભાજપ સાંસદ છે.

દર્શના જરદોશ રાજકારણમાં સક્રિય
દર્શના જરદોશ 80 ના દાયકાથી રાજકારણમાં સક્રિય છે. વર્ષ 1988માં પ્રથમ વાર સુરતની ભાજપની વોર્ડ નંબર 8ની સમિતિમાં ઉપપ્રમુખ બન્યાં હતાં. વર્ષ 1992માં સુરત ભાજપ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ અને વર્ષ 2000માં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાનાં સભ્ય બન્યા હતા. વર્ષ 2006થી 2008 સુધી ગુજરાતના ભાજપના મહિલા મોરચાના જનરલ સેક્રેટરીપદે હતાં.
વર્ષ 2009માં પ્રથમ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2010થી 2013 સુધી તેઓ ભાજપનાં રાષ્ટ્રીય મહિલા મોરચાનાં જનરલ સેક્રેટરી હતા. વર્ષ 2014માં બીજી વાર લોકસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યાં હતા, તેઓ 5,33,190 કરતાં વધુ મતોથી ચૂંટાયાં હતાં. ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં ઇન્દિરા ગાંધી પછી કોઈ મહિલા દ્વારા મેળવાયેલી આ સૌથી મોટી લીડ હતી. વર્ષ 2019માં પણ લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા હતા. ત્રીજી વાર ચૂંટાયાં બાદ તેઓ સરકારની બિઝનેસ એડવાઇઝરી કમિટી, કમિટી ઓન પબ્લિક ડિમાન્ડ્સ, સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સ વગેરેમાં સભ્ય રહી ચૂક્યાં છે.
Advertisement
Tags :
Advertisement

.