ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે 45 મિનિટ સુધી કરી વડાપ્રધાનશ્રી સાથે મુલાકાત

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પીએમશ્રી સાથે કરી મુલાકાતવડાપ્રધાનશ્રી સાથે 45 મિનિટ સુધી થઈ ચર્ચાખોડલધામ પધારવા વડાપ્રધાનશ્રીને આમંત્રણ પાઠવ્યુંટ્રસ્ટી રમેશ ટીલાળાએ કરી ગુજરાત ફર્સ્ટ સાથે વાતવડાપ્રધાનશ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી: રમેશ  ટીલાળાપાટીદાર સમાજની મહત્વની મોટી સંસ્થા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે વડાપ્રધાનશ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી છે. નરેશ પટેલ સિવાય ખોડલà
02:20 PM Oct 22, 2022 IST | Vipul Pandya
  • ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પીએમશ્રી સાથે કરી મુલાકાત
  • વડાપ્રધાનશ્રી સાથે 45 મિનિટ સુધી થઈ ચર્ચા
  • ખોડલધામ પધારવા વડાપ્રધાનશ્રીને આમંત્રણ પાઠવ્યું
  • ટ્રસ્ટી રમેશ ટીલાળાએ કરી ગુજરાત ફર્સ્ટ સાથે વાત
  • વડાપ્રધાનશ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી: રમેશ  ટીલાળા
પાટીદાર સમાજની મહત્વની મોટી સંસ્થા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે વડાપ્રધાનશ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી છે. નરેશ પટેલ સિવાય ખોડલધામ ટ્રસ્ટના રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ વડાપ્રધાનશ્રીની મુલાકાત કરી હતી.
45 મિનિટ ચાલી બેઠક
ખોડલધામના આગેવાનોની આ મુલાકાત આશરે 45 મિનિટ સુધી ચાલી હોવાની માહિતી મળી રહી છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ કરી ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી છે.
રાજકિય દ્રષ્ટીએ ખુબ મહત્વ
ખોડલધામના નરેશભાઈ પટેલ, રમેશભાઈ ટીલાળા અને દિનેશભાઈ કુંભાણીએ આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી. ભલે ઔપચારિક મુલાકાત હોય પરંતુ રાજકિય દ્રષ્ટીએ આ મુલાકાતનું મહત્વ રહેલું છે.
ખોડલધામ પધારવા નિમંત્રણ આપવા જવાના હતા
અગાઉ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં થોડા દિવસ પૂર્વે રમેશભાઈએ કહ્યું હતું કે, અમે પ્રધાનમંત્રીને ખોડલધામ ખાતે 31 તારીખે ધજા ચડાવવા માટેનું આમંત્રણ પાઠવવાના છીએ ત્યારે આ આમંત્રમ પાઠવવા ગયા હોવાની ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાનશ્રી સાથે ખોડલધામના નેતૃત્વની આ મિટિંગથી રાજકિય ચર્ચાએ જોર પકડ્યું છે.
રાજકોટમાં નરેશ પટેલની વડાપ્રધાનશ્રી સાથે મુલાકાત ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રીનું નિવેદન
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે 45 મિનિટ સુધી કરી વડાપ્રધાનશ્રી સાથે મુલાકાત
આ પણ વાંચો - દરેક પક્ષમાં સારા લોકો આવે તે માટે ખોડલધામ મદદ કરશે : નરેશ પટેલ
Tags :
BJPElections2022GujaratGujaratElections2022GujaratFirstKhodaldhamNarendraModiNareshPatel
Next Article