જયનારાયણ વ્યાસના ભાજપને રામ રામ, કહ્યું મારી પાસે 2 ઓપ્શન ખુલ્લા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)નું બ્યૂગલ વાગી ગયું છે ત્યારે ભાજપના વરિષ્ટ નેતા જયનારાયણ વ્યાસે (Jay Narayan Vyas) ભાજપ (BJP) માંથી રાજીનામું આપી દીધું છે. શું કહ્યું જયનારાયણ વ્યાસેપાટણ જીલ્લા સંગઠનથી કંટાળીને મે ભાજપને રામ રામ કર્યામારે દર વખતે ફરિયાદી બનીને જવાનું થતું હતુંપ્રદેશ પ્રમુખનો હંમેશા સપોર્ટ રહ્યો, પણ તેમની પાસે ક્યાં વારંવાર જવુંહું સિદ્ધપુરથી ચૂંટણી લડીશમારી પાસે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)નું બ્યૂગલ વાગી ગયું છે ત્યારે ભાજપના વરિષ્ટ નેતા જયનારાયણ વ્યાસે (Jay Narayan Vyas) ભાજપ (BJP) માંથી રાજીનામું આપી દીધું છે.
શું કહ્યું જયનારાયણ વ્યાસે
- પાટણ જીલ્લા સંગઠનથી કંટાળીને મે ભાજપને રામ રામ કર્યા
- મારે દર વખતે ફરિયાદી બનીને જવાનું થતું હતું
- પ્રદેશ પ્રમુખનો હંમેશા સપોર્ટ રહ્યો, પણ તેમની પાસે ક્યાં વારંવાર જવું
- હું સિદ્ધપુરથી ચૂંટણી લડીશ
- મારી પાસે બે ઓપ્શન ખુલ્લા છે
- આજે મારા કાર્યકરો સાથે વાતચીત કરીશ
દર વખતે મારે ફરિયાદી બનીને જવું પડતું
ભાજપના વરિષ્ટ નેતા જયનારાયણ વ્યાસે શનિવારે સવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ભાજપના મિત્રો અને પાર્ટીથી મને કોઇ જ વાંધો નથી પણ મારે દર વખતે ફરિયાદી તરીકે હાજર થવું પડતું હતું. દર વખતે કાર્યકરોની અવગણના થાય તેના કરતાં હું વચ્ચેથી નીકળી જાઉં તે સારુ તેમ મને લાગ્યું. જયનારાયણ વ્યાસે કહ્યું કે પાટણના જીલ્લા પ્રમુખ અને અન્ય આગેવાનોનું વલણ હતું કે મારે હંમેશા ફરિયાદી તરીકે જવાનું થાય તેવી સ્થિતિ આવી ગઇ હતી. કેટલાક નેતાઓ જે કોંગ્રેસમાંથી આવેલા છે તેઓ મને ફરિયાદી બનાવીને મુકે તો કેમનું ચાલે. આટલી સિનીયોરીટી પછી નાની બાબતોમાં અધ્યક્ષને ફરિયાદ કરવી પડે તે મારા માટે પીડાજનક હતું એટલે કંટાળીને નિર્ણય કર્યો કે રામ રામ કરીએ..
ભાજપ પ્રમુખનો હંમેશા સપોર્ટ
જયનારાયણ વ્યાસે કહ્યું કે રાજ્યના પ્રમુખને જ્યારે ફરિયાદ કરીએ ત્યારે તે ઉકેલ લાવતા હતા. ભાજપમાં 32 વર્ષથી મિત્રો છે. પણ કાયમી ફરિયાદીના રુપમાં રહેવું પડે તે પીડાજનક હતું. રોજ ક્યાં ફરિયાદ કરવું પડે..ચન્દ્રકાંતભાઇ દર વખતે ક્યાં આવે તેથી રાજીનામું આપ્યું છે.
હું સિદ્ધપુરમાંથી ચૂંટણી લડીશ
જયનારાયણ વ્યાસે વધુમાં કહ્યું કે મારે કામ તો કરવું છે એટલે હું ચૂંટણી તો લડીશ. સિદ્ધપુરના ઘણા કામો કરવાના છે. આજે હું કાર્યકરો સાથે બેસીશ. નાની નાની બાબતોમાં અધ્યક્ષને ફરિયાદ કરવી પડતી હતી. મારો ધ્યેય છે કે સિદ્ધપુરમાં ગરીબ માણસ માટે કામ કરું..સિદ્ધપુરમાં મારુ ઘર બાર કંઇ નથી પણ ત્યાં હું મોટો થયો એટલે ત્યાંનુ ઋણ અદા કરું તેવું મને લાગે છે.
મારી પાસે 2 ઓપ્શન ખુલ્લા
તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મારે ત્યાં આવે છે. ગેહલોત સાથે પણ મુલાકાત કરી હતી પણ મારી સામે 2 ઓપ્શન ખુલ્લા છે. તેમણે કહ્યું કે અગાઉ પણ કંટાળીને મે રાજીનામું આપ્યું હતું.
પાટણ જીલ્લા સંગઠન પર પ્રહાર
અત્યારે પાટણ જીલ્લાનું સંગઠન છે, તેમનું કામ પાર્ટીને આગળ વધારવાનું નથી. અંદરો અંદર પગ ખેંચવાનું કામ છે. પાર્ટીના સિનીયર નેતૃત્વ પાસે કેટલો સમય ફરિયાદી તરીકે જઇ શકું.
આ પણ વાંચો: AAP નેતાની ઘર વાપસી, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ કોંગ્રેસમાં જોડાયા, AAP પર લગાવ્યા ગંભીર આક્ષેપો
Advertisement