Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જયનારાયણ વ્યાસ અંતે કોંગ્રેસમાં, કહ્યું મારી સામે હવે એક જ મુદ્દો

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નો જંગ જામી ચુક્યો છે અને પહેલા તબક્કાને મતદાનને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે રાજકારણને લગતાં મોટા સમાચાર મળી રહ્યા છે કે આખરે ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ (Jay Narayan Vyas)  આજે કોંગ્રેસ (Congress) માં જોડાયા છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ તેમને આજે કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા. જà
જયનારાયણ વ્યાસ અંતે કોંગ્રેસમાં  કહ્યું મારી સામે હવે એક જ મુદ્દો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નો જંગ જામી ચુક્યો છે અને પહેલા તબક્કાને મતદાનને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે રાજકારણને લગતાં મોટા સમાચાર મળી રહ્યા છે કે આખરે ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ (Jay Narayan Vyas)  આજે કોંગ્રેસ (Congress) માં જોડાયા છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ તેમને આજે કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા. જયનારાયણ વ્યાસ ભાજપથી નારાજ હતા અને ગત 4 નવેમ્બરે તેમણે ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું. જયનારાયણ વ્યાસ આજે કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 
કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો
ભાજપના એક સમયના દિગ્ગજ નેતા અને ભાજપ સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચુકેલા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય જયનારાયણ વ્યાસે તાજેતરમાં ભાજપથી નારાજ થઇને રાજીનામુ આપ્યું હતું. તેમણે રાજીનામુ આપતી વખતે કહ્યું હતું કે હવે તેમની પાસે બે ઓપ્શન છે. ત્યારથી જ અટકળો થઇ રહી હતી કે જય નારાયણ વ્યાસ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. જો કે બે દિવસ પહેલા તેમણે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપ્યું હતું ત્યારે અટકળો તેજ બની હતી કે હવે તે કોંગ્રેસમાં જોડાઇ શકે છે. 
આખરે કોંગ્રેસમાં જોડાયા
આજે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે બે દિવસના ગુજરાતના પ્રવાસે છે.તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જયનારાયણ વ્યાસને તેમણે કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. જયનારાયણ વ્યાસ કોંગ્રેસના સભ્ય પણ બન્યા હતા. જયનારાયણ વ્યાસ સિદ્ધપુર બેઠક પર અગાઉ જીત્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપતાં ભાજપ માટે આ બેઠક માટે પડકાર ઉભો થયો છે. 

જાણો કોંગ્રેસમાં જોડાતા પૂર્વે શું કહ્યું 
કોંગ્રેસમાં જોડાતા પૂર્વે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરતા જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે તેમની સમક્ષ એક જ મુદ્દો છે અને તે મુદ્દો જ રાહુલ ગાંધી લઇને નિકળ્યા છે..આ દેશને જોડો..ભાઇ ભાઇ અને કોમ કોમ વિભાજીત થાય તેવા મુદ્દા લઇને ના ચાલો. રાહુલ ગાંધીની યાત્રાને જે પ્રતિસાદ મળ્યો છે તેથી હું આકર્ષાયો છું. તેમણે કહ્યું કે પ્રશ્નો ના હોય તો જાહેરજીવનમાં મજા જ ના આવે અને આવા પ્રશ્નોનો સામનો કરીશું
70 વર્ષમાં કોંગ્રેસે દેશ બનાવ્યો છે
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જયનારાયણ વ્યાસને કોંગ્રેસમાં આવકાર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટો પ્રચાર કરવામા આવી રહ્યો છે.  તેમણે કહ્યું કે અમારા નેતાઓ માટે ચુંટણી નથી પણ ગુજરાતની જનતા માટેની ચુંટણી છે. ગુજરાતના લોકો રાહ ચિંધનારા છે. શાસનના ૨૭ વર્ષ પછી પણ વડાપ્રઘાન, ગુહમંત્રી અને ચાર પાંચ રાજ્યના મુખ્યમંત્રીઓ આવીને ભડકાઉ ભાષણ આપે છે. તેમણે કહ્યું કે ૭૦ વર્ષમા દેશને કોંગ્રેસે બનાવ્યો છે.  બીજા લોકો માટે ખરાબ બોલવાનો કોઈ મતલબ નથી.તમે ગુજરાત માટે શુ કરશો તેની વાત કરો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.